ETV Bharat / bharat

Interest In PF : કર્મચારીઓને ઝટકો, EPFOએ PFના વ્યાજદરમાં કર્યો ઘટાડો

author img

By

Published : Mar 12, 2022, 2:17 PM IST

Updated : Mar 12, 2022, 3:35 PM IST

EPFO સાથે જોડાયેલા 6 કરોડ કર્મચારીઓ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. સરકારે પ્રોવિડન્ટ ફંડ (EPFO) પરના વ્યાજમાં ઘટાડો કર્યો છે. ગુવાહાટીમાં ચાલી રહેલી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠકમાં (At the meeting of the Central Board of Trustees) શનિવારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

કર્મચારીઓને ઝટકો, EPFOએ PFના વ્યાજદરમાં કર્યો ઘટાડો
કર્મચારીઓને ઝટકો, EPFOએ PFના વ્યાજદરમાં કર્યો ઘટાડો

નવી દિલ્હી: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (Employees Provident Fund Organization) એ કર્મચારીઓને મોટો ઝટકો આપ્યો છે. EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠકમાં (At the meeting of the Central Board of Trustees) EPFOએ થાપણો પરના વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. હવે કર્મચારીઓને નાણાકીય વર્ષ 2022 દરમિયાન EPFOમાં જમા રકમ પર 8.5ના બદલે 8.1 ટકા વ્યાજ મળશે. પ્રોવિડન્ટ ફંડ પરનો આ વ્યાજ દર (This interest rate on the provident fund) છેલ્લા 40 વર્ષમાં સૌથી ઓછો છે. 1977-78માં વ્યાજ દર સૌથી નીચો 8 ટકા હતો, જે પછી 2015-16 સુધી તે 8.6 ટકા રહ્યો હતો.

આ પણ વાંચો:Health Insurance for Senior Citizens: સૌથી સારી વીમા પોલિસી કેવી રીતે પસંદ કરવી, જાણો

બોર્ડે PF પર વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય લીધો છે

નોંધનીય છે કે ગુવાહાટીમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠક શરૂ થાય તે પહેલા એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે વર્તમાન નાણાકીય વર્ષ માટે પ્રોવિડન્ટ ફંડ (PF)ના વ્યાજ પર મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે. બોર્ડે PF પર વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય લીધો છે. તેનાથી 6 કરોડ લોકોને અસર થશે. સમજો કે EPF યોજનામાં, કર્મચારી અને તેના એમ્પ્લોયર દર મહિને સમાન રકમનું યોગદાન આપે છે, જે મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થાના 12 ટકા છે. કંપનીનું 8.33% યોગદાન એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ (EPS) તરફ જાય છે.

Last Updated : Mar 12, 2022, 3:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.