ETV Bharat / bharat

પુલવામા એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો, સેનાનો એક જવાન શહીદ

author img

By

Published : Jul 2, 2021, 7:54 AM IST

Updated : Jul 2, 2021, 1:24 PM IST

છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ-કશ્મીર(Jammu-Kashmir)માં આતંકવાદીઓ દ્વારા નાપાક હરકત ચાલુ છે. લોકોના મનમાં ભય પેદા કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને સુરક્ષાદળોને દરેક વળાંક પર પડકારો આપવામાં આવી રહ્યા છે. પુલવામા જિલ્લાના હંજન રાજપુરા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું છે. ઉલ્લેખનિય છે કે, ગુરુવારે મોડી રાત્રે આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતી, ત્યારબાદ સુરક્ષાદળોએ આ અંગે યોગ્ય જવાબ આપ્યો હતો. આ એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન શહીદ થયો છે અને એક આતંકી પણ માર્યો ગયો છે.

પુલવામામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે ચાલી રહ્યું છે એન્કાઉન્ટર
પુલવામામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે ચાલી રહ્યું છે એન્કાઉન્ટર

  • સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કર્યું હતું
  • ત્રણ થી ચાર આતંકવાદીઓ હોવાની સંભાવના બતાવવામાં આવી છે
  • છુપાયેલા આતંકીઓએ ગોળીબાર કર્યો હતો

શ્રીનગર: જમ્મુ-કશ્મીર(Jammu-Kashmir)ના પુલવામા જિલ્લાના રાજપુરા વિસ્તારમાં મોડી રાત્રે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ વિસ્તારમાં ત્રણથી ચાર આતંકવાદીઓ હોવાની સંભાવના બતાવવામાં આવી છે. ત્યાં જ એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન શહીદ થઇ ગયો છે, જેની ઓળખાણ હવલદાર કાશી કુમારના રૂપમાં થઇ છે. એક આતંકી પણ માર્યો ગયો છે.

પુલવામા એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો, સેનાનો જવાન શહીદ

આ પણ વાંચોઃ પુલવામા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, સર્ચ ઓપરેશન શરૂ

સુરક્ષા દળોની ટીમ શંકાસ્પદ સ્થળે પહોંચી

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ માહિતી મળ્યા બાદ, સુરક્ષા દળો (સેના, પોલીસ અને સીઆરપીએફ)ની સંયુક્ત ટીમે રાજપુરા વિસ્તારના હંજન ગામને ઘેરી લીધું હતું અને એક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે, જ્યારે સુરક્ષા દળોની ટીમ શંકાસ્પદ સ્થળે પહોંચી, ત્યારે છુપાયેલા આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કર્યું હતું અને આ સાથે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું હતું.

પુલવામા એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો, સેનાનો જવાન શહીદ
પુલવામા એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો, સેનાનો જવાન શહીદ

ફાયરિંગમાં એક પોલીસ કર્મચારી ઘાયલ

આપને જણાવી દઈએ કે, ગુરુવારે રાત્રે અનંતનાગમાં સુરક્ષા દળોની ટીમને નિશાન બનાવતા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં એક પોલીસ કર્મચારી ઘાયલ થયો હતો.

આ પણ વાંચોઃ ત્રાલ એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ

આતંકવાદીઓએ પોલીસ અને સેન્ટ્રલ પોલીસ રિઝર્વ ફોર્સના નાકા પાર્ટી પર કર્યો ગોળીબાર

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, દક્ષિણ કશ્મીરના અનંતનાગ જિલ્લાના લાજીબલમાં આતંકવાદીઓએ પોલીસ અને સેન્ટ્રલ પોલીસ રિઝર્વ ફોર્સ (સીઆરપીએફ) ના નાકા પાર્ટી પર ગોળીબાર કરતા એક પોલીસ અધિકારી ઘાયલ થયા હતા.

Last Updated : Jul 2, 2021, 1:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.