ETV Bharat / bharat

Shivsena Symbol: ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો, શિંદેને મળ્યું તીર-કમાન

author img

By

Published : Feb 17, 2023, 7:54 PM IST

ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો
ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો

ભારતીય ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો આપ્યો છે. ચૂંટણી પંચે મુખ્યપ્રધાન એકનાથ શિંદેને પાર્ટીનું નામ શિવસેના અને પાર્ટીનું ચિહ્ન ધનુષ્યબાન શિંદે જૂથને આપ્યું છે. આ નિર્ણય બાદ શિવસેના ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી નીકળી ગઈ છે.

મુંબઈ: ભારતના ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથને અસલી શિવસેના તરીકે માન્યતા આપી છે. ચૂંટણી પંચના આ નિર્ણય બાદ ઉદ્ધવ ઠાકરેના જૂથને મોટો ઝટકો લાગ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ તેમની પાર્ટીનું નામ અને ચૂંટણી પ્રતીક બંને ગુમાવી દીધા છે. પંચે શિંદે જૂથને શિવસેનાનું 'ધનુષ અને તીર' ચૂંટણી ચિન્હ પણ

શિંદેને મળ્યું તીર-કમાન: ચૂંટણી પંચે મુખ્યપ્રધાન એકનાથ શિંદેને પાર્ટીનું નામ શિવસેના અને પાર્ટીનું ચિહ્ન ધનુષ્યબાન શિંદે જૂથને આપ્યું છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં છેલ્લા છ-સાત મહિનાથી સત્તાને લઈને મોટો સંઘર્ષ ચાલી રહ્યો છે. અગાઉ શિંદે જૂથ અને ઠાકરે જૂથે ચૂંટણી પંચ સમક્ષ લેખિત દલીલો રજૂ કરી હતી. ચૂંટણી પંચે બંને જૂથોને તેમના હોદ્દેદારો, નેતાઓ અને કાર્યકરોના સોગંદનામા રજૂ કરવા સૂચના આપી હતી. તે સૂચન મુજબ બંને જૂથો દ્વારા મોટી સંખ્યામાં એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Lucknow Crime: CM યોગીના નિવાસસ્થાને બોમ્બ હોવાની માહિતી, જો કે કશું શંકાસ્પદ મળ્યું નહિ

સુનાવણીમાં અત્યાર સુધી શું થયું? : અગાઉ 10 જાન્યુઆરીએ યોજાયેલી સુનાવણીમાં ઠાકરે જૂથ વતી કપિલ સિબ્બલે સમગ્ર કેસની કાનૂની માન્યતા પર સવાલો ઉઠાવ્યા હતા. જ્યારે આ કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે આ સુનાવણી થઈ શકે કે નહીં તે અંગે પંચે ચુકાદો આપવો જોઈએ તેવી વિનંતી કરવામાં આવી હતી. પરંતુ અમે કેસની માન્યતા સાથે તમામ પરિણામો એકસાથે આપીશું, એમ કમિશને કહ્યું હતું. તે પછી, શિંદે જૂથ વતી વકીલ મહેશ જેઠમલાણી, મનિન્દર સિંહે દલીલો પૂર્ણ કરી. તેમણે ઠાકરેના પક્ષના વડા પદ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.

આ પણ વાંચો: Maharashtra Political Crisis: સુપ્રીમ કોર્ટના નિર્ણય પર શિંદેનું નિવેદન- અમને ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ

EC ભાજપના એજન્ટ તરીકે કામ કરે છે: ઉદ્ધવ ઠાકરે જૂથના પ્રવક્તા આનંદ દુબેએ જણાવ્યું હતું કે, અમને જે શંકા હતી. તે જ થયું. અમે કહેતા હતા કે અમને ચૂંટણી પંચ પર વિશ્વાસ નથી. જ્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં સબ-જ્યુડીસ છે અને કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી, ત્યારે ચૂંટણી પંચની આ ઉતાવળ દર્શાવે છે કે તે કેન્દ્ર સરકાર હેઠળ ભાજપના એજન્ટ તરીકે કામ કરે છે. અમે તેની નિંદા કરીએ છીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.