ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીના શાસનકાળને 8 વર્ષ પૂરા, પરંતુ બાંગ્લાદેશીઓનો મુદ્દો ગળામાં અટવાયેલા હાડકા સમાન

author img

By

Published : May 16, 2022, 6:37 PM IST

Updated : May 16, 2022, 7:07 PM IST

વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં વિજેતા (BJP Victory in Loksabha 2014) થયા બાદ આસામમાં વર્ષ 2016માં ભાજપ પાર્ટી ફરી સત્તા પર આવી હતી. એ સમયે પણ એક નારો હતો જેના પર ભાજપ સત્તા પર આવી હતી. એ નારો હતો ગેરકાયેદસર બાંગ્લાદેશીઓને શોધો અને પછી એમને બાંગ્લાદેશ ભેગા (National Register of Citizens) કરો.

વડાપ્રધાન મોદીના શાસનકાળને 8 વર્ષ પૂરા,પણ બાંગ્લાદેશીઓનો મુદ્દો ગળામાં અટવાયેલા હાડકા સમાન
વડાપ્રધાન મોદીના શાસનકાળને 8 વર્ષ પૂરા,પણ બાંગ્લાદેશીઓનો મુદ્દો ગળામાં અટવાયેલા હાડકા સમાન

ન્યૂઝ ડેસ્ક: મોદી સરકાર સત્તા (Modi Govt. Power) પર આવી એની બીજી ટર્મ આગામી વર્ષે પૂરી થઈ રહી છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારે ઘણા રાજ્યમાં પોતાની સરકાર બનાવી છે. પણ સરકારની સાથે વડાપ્રધાન મોદીનું એક મુખ્ય આશ્વાસન હજું પણ અપૂર્ણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Lok Sabha Election Campaign 2014) વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી પહેલા પ્રચાર કર્યો હતો. જેમાં અસમ અને પશ્ચિમ બંગાળમાંથી ગેરકાયદેસર આવેલા બાંગ્લાદેશીઓની (National Register of Citizens) શોધખોળ કરવા અને નિર્વસિત કરવા તારીખ 16 મેની સમય મર્યાદા નક્કી કરી હતી.

આ પણ વાંચો: બિહાર વિધાનસભામાં NRC લાગુ ન કરવા અંગેનો ઠરાવ મંજૂર) શોધખોળ કરવા અને નિર્વસિત કરવા તારીખ 16 મેની સમય મર્યાદા નક્કી કરી હતી.

રાજ્યમાંથી બાંગ્લાદેશની બોર્ડર સ્પર્શે છે: દેશના બે એવા રાજ્ય જે બાંગ્લાદેશ સાથે આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવે છે. જે પશ્ચિમ બંગાળ અને અસમ છે. પાડોશી રાજ્ય બાંગ્લાદેશમાંથી આ બન્ને રાજ્યમાં ગંભીર રીતે ઘુસણખોરી થઈ છે. આ વાત આજકાલની નથી. વર્ષોથી આ થતું આવ્યું છે. લખી રાખજો, તારીખ 16 મે બાદ આવા બાંગ્લાદેશીઓએ પોતાના બિસ્તરા પોટલાં બાંધી લેવા પડશે. આ બેગ થેલા ભરીને તૈયાર રાખવા જ એમના માટે યોગ્ય રહેશે. વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી પહેલા મોદીએ વારંવાર એક વાતનો ઉલ્લેખ કર્યો હતો.

એક જ નારા પર ચૂંટણી જીત્યા: વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં વિજેતા થયા બાદ આસામમાં વર્ષ 2016માં ભાજપ ફરી સત્તા પર આવી હતી. એ સમયે પણ એક નારો હતો જેના પર ભાજપ સત્તા પર આવ્યો હતો. એ નારો હતો ગેરકાયેદસર બાંગ્લાદેશીઓને શોધો અને પછી એમને બાંગ્લાદેશ ભેગા કરો. વર્ષ 2014માં કેન્દ્રમાં અને વર્ષ 2016માં આસામમાં ભાજપ સત્તા પર હોવા છતાં પક્ષે પોતાનો વાયદો પૂરો કરવા માટે કંઈ ન કર્યું. સરકાર પાસે રહેલા આંકડા એવું કહે છે કે, આસામમાં 100 ફોરેનર્સ ટ્રિબ્યુનલે તારીખ 31 ડિસેમ્બર 2021 સુધી આસામમાં 1,43,466 લોકોને ગેરકાયદેસર જાહેર કરી દીધા છે. આમાંથી માત્ર 329 લોકોને ફેબ્રુઆરી સુધીમાં નિર્વસિત કરવામાં આવ્યા.

આ પણ વાંચો: ગૃહમંત્રાલયની સ્પષ્ટતા, 'NRC લાગું કરવાનું હાલ કોઈ આયોજન નથી'

ગૃહરાજ્ય પ્રધાનનું નિવેદન: કેન્દ્રીય ગૃહરાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે કહ્યું હતું કે, આસામમાં 100 લોકો વિદેશીઓ છે. ગત વર્ષે તારીખ 31 ડિસેમ્બર સુધી આવા વિદેશીઓના કુલ કેસની સંખ્યા 1,23,829 સુધી પહોંચી ગઈ હતી. પ્રધાને આગળ એવો પણ ઉલ્લેખ કર્યો કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશએ આ વિદેશીઓને રાખવા માટે એક કેન્દ્ર તૈયાર કરવામાં આવે એવી વાત કહી.એ પછી સરકાર પાસે આવા ડિટેઈન સેન્ટર અંગે કોઈ ડેટા નથી. એટલે ચોક્કસ આંકડો ખ્યાલ નથી કે, અત્યાર સુધી કેટલા આવા ભારત સિવાયના નાગિરકો પકડાયા.

હાઈકોર્ટના વકીલનો મત: આસામમાં બાંગ્લાદેશીઓની શોધખોળ કરવા અને તેમને ડિપોર્ટ કરવા સરકાર તરફથી સદ્ભાવનાની ઉણપ હોય એવું લાગી રહ્યું છે. સમગ્ર દેશમાં વિદેશીઓનો આવો મુદ્દો વર્ષ 1946ના નાગરિકતા અધિનિયમ પરથી નક્કી કરવામાં આવ્યો છે. જોકે, આમાં શોધ સંશોધનની પણ જોગવાઈ છે. ગુવાહાટી હાઈકોર્ટના વકીલ નેકિબુર જમાએ કહ્યું હતું કે, ગેરકાયદેસર આવા વિદેશીઓને ડિપોર્ટ કરી દેવા જોઈએ. આસામમાં વિદેશીઓને શોધવા અને તેમને ડિપોર્ટ કરવા માટે કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. વર્ષ 1952માં નાગરિકોનું એક નેશનલ રજીસ્ટર તૈયાર કરાયું. આસામ માટે એમની પાસે આસામ સમજુતી છે.

આ પણ વાંચો: શું છે NRC-CAB વચ્ચેનો તફાવત, જાણો વિગતે

આ તમામ નાગરિક ગણાશે: આસામ સમજુતી એવું કહે છે કે તારીખ 24 માર્ચ 1971ની અડધી રાત્ર સુધીમાં આસામમાં પ્રવેશ કરનારા દરેક લોકોને નાગરિક માનવામાં આવશે. જો કે, ધસારો ચાલુ રહ્યો અને અમારી પાસે ગેરકાયદેસર વિદેશીઓનો બોજો વધતો ગયો. હવે સરકારના આંકડા અનુસાર જો 1,43,466થી વધારે લોકોને વિદેશી તરીકે ઓળખી શકાયા હોય તો સરકારે માત્ર 329 લોકોને શા માટે ડિપોર્ટ કર્યા. સરકાર પાસે આ 1,43,466 વિદેશીઓના કોઈ ચોક્કસ એડ્રેસ નથી. એમના સરનામાનો કોઈ રેકોર્ડ નથી. સરકારે આસામમાં રહેતા ગેરકાયદેસર આવા બાંગ્લાદેશીઓને શોધી એને ડિપોર્ટ કરવા માટે પગલાં લેવા જોઈએ.

ભાજપ સરકાર પણ નારાજ: અહીં આઈટીનો ઉલ્લેખ કરી શકાય છે કે, આસામે તાજેતરમાં તારીખ 31 ઓગસ્ટ 2019ના રોજ નાગરિકોના રજીસ્ટરને અપડેટ કર્યું હતું. 1.9 મિલિયન લોકોના નામને બાદ કરતા વાસ્તવિક ભારતીય નાગરિકોના રૂપમાં 31 મિલિયન નામ સામિલ કર્યા હતા. જોકે, જુદા જુદા સંગઠનો એ આ રજીસ્ટરમાં ખામી હોવાનું કહ્યું હતું. આસામમાં સત્તા પર રહેલી ભાજપ સરકારે પણ આ મામલે નારાજગી વ્યક્ત કરી છે. સરકારી મત એવો રહ્યો છે કે, આમા વાસ્તિવક રીતે ભારતીયોના નામ સામિલ કરાયા નથી. પણ કેટલાક શંકાસ્પદ નાગરિકોના નામ પણ સામિલ છે.

Last Updated : May 16, 2022, 7:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.