ETV Bharat / bharat

હૈદરાબાદમાં ED ની કાર્યવાહી, કોંગ્રેસ નેતા પર 100 કરોડની લેવડદેવડનો આરોપ

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 23, 2023, 3:41 PM IST

ચૂંટણી રાજ્ય તેલંગણામાં ગેરકાયદે નાણાંની લેવડ દેવડ રોકવા માટે ED દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના કેટલાક નેતાઓના નામ પણ કરોડોની લેવડદેવડમાં સામે આવ્યા છે. ED investigation in Hyderabad

હૈદરાબાદમાં ED ની કાર્યવાહી
હૈદરાબાદમાં ED ની કાર્યવાહી

હૈદરાબાદ : તેલંગણામાં ચૂંટણી દરમિયાન નાણાંની હેરફેર મામલે ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની (ED) તપાસમાં સામે આવ્યું છે કે, ભૂતપૂર્વ સાંસદ અને ચેન્નુરુ કોંગ્રેસના ઉમેદવાર જી. વિવેક સાથે સંબંધિત વિશાખા ઇન્ડસ્ટ્રીઝના માધ્યમથી તાજેતરમાં રૂ. 100 કરોડ રોકડની ટ્રાન્સફર કરવામાં આવી હતી. ફેમાને શરૂઆતમાં ફંડ ટ્રાન્સફરમાં ઉલ્લંઘન જોવા મળ્યું હતું. વિવેકના બેંક ખાતામાંથી 8 કરોડ રૂપિયા વિજિલન્સ સિક્યોરિટીઝમાં ટ્રાન્સફર થયાની પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી બાદ ED એ તપાસ શરૂ કરી હોવાની માહિતી સામે આવી છે.

ED દરોડા : આ ક્રમમાં ED ની ટીમ દ્વારા મંગળવારના રોજ હૈદરાબાદ, રામાગુંડમ અને મંચેરિયલમાં સ્થિત વિવેકના ઘર અને ઓફિસની તપાસ કરી હતી. તે વિસ્તારોમાં મળેલા પુરાવાના આધારે વિવેક અને તેની પત્નીએ કરેલા વ્યવહારોની વિશાખા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તપાસ કરવામાં આવી હતી. વિજિલન્સ સિક્યોરિટીને જાણવા મળ્યું કે તેમણે તેની બેલેન્સ શીટમાં ખુલાસો કર્યો હતો કે તેને પોતાની વ્યવસાયિક ગતિવિધિઓથી લગભગ 20 લાખ રૂપિયાની આવક મેળવી હતી. કંપનીમાં 200 કરોડના નાણાકીય વ્યવહાર થયા હોવાનું બહાર આવ્યું છે. જોકે એક તપાસમાં બહાર આવ્યું છે કે વિજિલન્સ સિક્યોરિટીઝનો વિશાખા ઈન્ડસ્ટ્રીઝ સાથે કોઈ વાસ્તવિક વ્યવસાયિક વ્યવહાર નથી. વિજીલન્સ સિક્યોરિટીઝ પણ વિવેકના કંટ્રોલમાં હોવાનું સામે આવ્યું છે.

યશવંત રિયલ્ટર્સ કેસ : ED ની તપાસમાં માહિતી મળી હતી કે, યશવંત રિયલ્ટર્સ વિજિલન્સ સિક્યોરિટીઝની મૂળ કંપની છે. એવું જાણવા મળ્યું છે કે, આ રિયલ્ટર્સના મોટાભાગના શેર વિદેશી વ્યક્તિના નામે છે. FEMA ને શરૂઆતમાં વિદેશી એન્ટિટી સાથે વિજિલન્સ સિક્યોરિટીઝના વિલીનીકરણમાં ઉલ્લંઘન જોવા મળ્યું હતું. ગ્રુપ કંપનીઓના પ્રોપર્ટીના સોદામાં બિનહિસાબી રોકડનો ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું હતું. વિજિલન્સ એજન્સીને ઉલ્લેખિત સરનામે તેની ગેરહાજરી જોવા મળી હતી.

HCA તપાસમાં વિશાખા લિંક : હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) કૌભાંડમાં ED તપાસમાં અપ્રત્યાશિત રુપથી વિવેકની સંસ્થા સાથેની લિંક સામે આવી છે. ED દ્વારા વિશાખા ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપની કંપનીઓના રિયલ એસ્ટેટ બિઝનેસ લેવડદેવડ દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે. તેલંગાણા એસીબીએ અગાઉ હૈદરાબાદના ઉપ્પલમાં રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમના બાંધકામના કોન્ટ્રાક્ટમાં રૂ. 20 કરોડની ગેરરીતિનો કેસ નોંધ્યો હતો.

વિવિધ નેતાઓ પર તવાઈ : આ કેસના આધારે ED એ મંગળવારે ભૂતપૂર્વ HCA અધ્યક્ષ બેલ્લમપલ્લી કોંગ્રેસના ઉમેદવાર જી. વિનોદ, ભૂતપૂર્વ HCA ઉપાધ્યક્ષ શિવલાલ યાદવ, ભૂતપૂર્વ સચિવ અરશદ અયુબ, SS કન્સલ્ટન્ટ્સ ઓફિસ અને તેના MD સત્યનારાયણના નિવાસસ્થાન પર દરોડા પાડી તપાસ કરી હતી. અહીંથી ડિજિટલ ઉપકરણ અને વિવિધ દસ્તાવેજો મળી આવ્યા હતા. ઉપરાંત 10.39 લાખ રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી હતી. ED એ તારણ કાઢ્યું હતું કે, વિનોદના એક ઘરનો ઉપયોગ તેનો ભાઈ વિવેક વિશાખા ઇન્ડસ્ટ્રીઝની ગતિવિધિઓ માટે કરતો હતો.

  1. Mahadev App Scam : મહાદેવ સટ્ટાબાજી એપ કૌભાંડ મામલે ભાજપ પ્રદેશ પ્રમુખે CM ભૂપેશ બઘેલ પર નિશાન સાધ્યું
  2. CBI summons Arvind Kejriwal: CM અરવિંદ કેજરીવાલનો મોટો આક્ષેપ, કહ્યું- ED-CBI કોર્ટમાં ખોટું બોલ્યા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.