ETV Bharat / bharat

ભરતી કૌભાંડના સંદર્ભમાં ED એ દરોડા પાડતા કરોડો રૂપિયાની કેશ મળી

author img

By

Published : Jul 22, 2022, 10:01 PM IST

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે પશ્ચિમ બંગાળ સ્કૂલ સર્વિસ કમિશન અને પશ્ચિમ બંગાળ બોર્ડ ઑફ એલિમેન્ટરી એજ્યુકેશનમાં ભરતી કૌભાંડની તપાસના સંદર્ભમાં વિવિધ જગ્યાઓ પર સર્ચ ઓપરેશન (ED Raid And Search Operation) હાથ ધર્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય તપાસ એજન્સીએ કરોડોની રોકડ જપ્ત કરી હતી.

ભરતી કૌભાંડના સંદર્ભમાં ED એ દરોડા પાડતા કરોડો રૂપિયાની કેશ મળી
ભરતી કૌભાંડના સંદર્ભમાં ED એ દરોડા પાડતા કરોડો રૂપિયાની કેશ મળી

કોલકાતા: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED Raid And Search Operation) એ શુક્રવારે પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગ અને પશ્ચિમ બંગાળ પ્રાથમિક શિક્ષણ બોર્ડમાં ભરતી કૌભાંડની તપાસના સંદર્ભમાં વિવિધ જગ્યાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કેન્દ્રીય તપાસ એજન્સીએ દરોડા દરમિયાન કરોડોની રોકડ (Crore In Cash From ED Raid) જપ્ત કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે સર્ચ દરમિયાન, EDએ પાર્થ ચેટરજીના (ED raids Partha Chatterjee) નજીકના સાથી અર્પિતા મુખર્જીના રહેણાંક પરિસરમાંથી આશરે રૂ. 20 કરોડની રોકડ જપ્ત કરી હતી. એવું માનવામાં આવે છે કે શિક્ષક ભરતી કૌભાંડમાં લાંચ તરીકે લેવામાં આવેલી આ રકમ છે.

  • ED is carrying out search operations at various premises linked to recruitment scam in the West Bengal School Service Commission and West Bengal Primary Education Board. pic.twitter.com/oM4Bc0XTMB

    — ANI (@ANI) July 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચોઃ રાતો રાત કોંગ્રેસ કાર્યાલય ફેરવાયુ હજ હોઉસમાં, જૂઓ વીડિયો...

13 જગ્યાઓ પર દરોડાઃ એક તરફ, EDના અધિકારીઓ સવારે 7.30 વાગ્યે કોલકાતાના નાકટલા ખાતે રાજ્યના ઉદ્યોગ પ્રધાન પાર્થ ચેટર્જીના નિવાસસ્થાને પહોંચ્યા, જ્યારે બીજી તરફ, EDના અધિકારીઓ કૂચબિહારના મેખલીગંજમાં શિક્ષણ રાજ્ય પ્રધાન પરેશ અધિકારીના ઘરે પહોંચ્યા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રાજ્યમાં 13 સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં બંને પ્રધાનોના નજીકના સંબંધીઓના ઘરો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. EDના અધિકારીઓએ પાર્થ ચેટરજીના હાઉસગાર્ડના ફોન પણ જપ્ત કર્યા છે.

આ પણ વાંચોઃ દિલ્હી સરકારની એક્સાઈઝ પોલીસી પર બબાલ, LGએ કરી CBI તપાસની માંગ

તબીયત લથડીઃ અહીં લાંબી પૂછપરછ દરમિયાન પાર્થ ચેટરજીની તબિયત બગડી હતી. બાદમાં, EDએ સરકારી હોસ્પિટલ SSKM ના ડૉક્ટરોને બોલાવ્યા અને તેમની સારવાર કરાવી. ઈન્કમટેક્સ ટીમે પશ્ચિમ મેદિનીપુરના પિંગલા ખાતે પાર્થ ચેટરજીના સંબંધીના ઘરે દરોડા પાડ્યા હતા. EDની ટીમ સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર અચાનક દરોડાના સ્થળે પહોંચી ગઈ હતી. આ કેસમાં પ્રધાનની ઊંડી પૂછપરછ થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.