ETV Bharat / bharat

Ed raid delhi minister raaj kumar Anand: દિલ્હી સરકારના વધુ એક મંત્રી રાજકુમાર આનંદના ઘરે ત્રાટકી ED, 9 સ્થળો પર દરોડાની કાર્યવાહી

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 2, 2023, 2:02 PM IST

એક તરફ EDએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા છે, તો બીજી તરફ તેમની પાર્ટીના ધારાસભ્યો પર પણ EDના દરોડા પડી રહ્યા છે. મની લોન્ડરિંગ કેસમાં EDની ટીમે હવે મંત્રી રાજકુમાર આનંદના ઘરે પહોંચી છે.

Delhi minister raaj kumar anand
Delhi minister raaj kumar anand

નવી દિલ્હીઃ મની લોન્ડરિંગ કેસમાં EDની ટીમ હવે દિલ્હી સરકારના અન્ય એક મંત્રી રાજકુમાર આનંદના ઘરે પહોંચી છે. EDની ટીમ સવારે 8 વાગ્યે દિલ્હીના સિવિલ લાઇન્સ સ્થિત મંત્રીના સત્તાવાર નિવાસસ્થાન રાજકુમાર આનંદના ઘરે પહોંચી હતી. તેમના ઘરની તપાસ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ED દિલ્હીમાં નવ અલગ-અલગ જગ્યાએ દરોડા પાડવા માટે પહોંચી છે.

  • #WATCH | ED raid underway at the residence of Delhi Minister Raaj Kumar Anand in Civil Lines area. Searches started early morning today. Raids are underway at 9 premises linked to him. Details awaited pic.twitter.com/2Q0ZuFIjGo

    — ANI (@ANI) November 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કોણ છે રાજકુમાર આનંદ: દિલ્હી સરકારમાં સૌથી નવ નિયુક્ત મંત્રીની વાત કરવામાં આવે તો તે રાજકુમાર આનંદ છે. ગત વર્ષે જ કેજરીવાલ સરકારે તેમને રાજેન્દ્ર પાલ ગૌતમના સ્થાને પોતાની કેબિનેટમાં સામેલ કર્યા હતા. રાજકુમાર આનંદ સિવિલ લાઈન્સ સ્થિત સરકારી મકાનમાં રહે છે અને આજે ઈડીની ટીમ ત્યાં સર્ચ કરવા પહોંચી.

ઈડીની કાર્યવાહી:આપને જણાવી દઈએ કે લિકર કૌભાંડમાં EDએ પહેલે થી જ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવીને પૂછપરછ માટે હાજર થવા કહ્યું છે. EDએ 2જી નવેમ્બરે સવારે 11 વાગે મુખ્યમંત્રી કેજરીવાલને તેની ઓફિસમાં બોલાવ્યા છે અને આજે જ ED મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલ સરકારના મંત્રી રાજકુમાર આનંદના ઘરે દરોડા પાડવા માટે પહોંચી છે. કેજરીવાલ સરકારની કેબિનેટમાં રહેલા સતેન્દ્ર જૈન મની લોન્ડરિંગ કેસમાં લાંબા સમયથી તિહાર જેલમાં છે. તે પછી દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ દારૂ કૌભાંડમાં જેલમાં છે. સોમવારે નીચલી કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ છ વખત તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે.

  1. CM Arvind kejriwal: ભાજપના કહેવા પર ઈડીએ મોકલી છે નોટિસ, દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ઈડીને જવાબ
  2. Mahua Moitra : મહુઆ મોઇત્રાની મુશ્કેલીઓ વધી, દુબઈથી સંસદીય એકાઉન્ટ 47 વખત લોગ ઈન થયું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.