ETV Bharat / bharat

ED arrests Shankar Aadhya: પશ્ચિમ બંગળા રાશન કૌભાંડ, ઈડીએ નગર પાલિકાના પૂર્વ અધ્યક્ષની કરી ધરપકડ

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 6, 2024, 11:57 AM IST

Updated : Jan 6, 2024, 1:04 PM IST

પશ્ચિમ બંગળા રાશન કૌભાંડ મામલે શંકર આધ્યાની ધરપકડ
પશ્ચિમ બંગળા રાશન કૌભાંડ મામલે શંકર આધ્યાની ધરપકડ

પશ્ચિમ બંગાળના બહુચર્ચીત રાશન કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ બોનગાંવ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શંકર આધ્યાની ધરપકડ કરી છે.

કોલકાત્તા: પશ્ચિમ બંગાળના બહુચર્ચીત રાશન કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ બોનગાંવ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શંકર આધ્યાની ધરપકડ કરી છે.

  • #WATCH |West Bengal | Former Bongaon Municipality Chairman Shankar Adhya taken to a hospital in Kolkata for medical examination.

    He was arrested by Enforcement Directorate (ED) in connection with a ration scam case, earlier today. pic.twitter.com/P1W8vkEJZE

    — ANI (@ANI) January 6, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

શંકર આધ્યાની ઈડી દ્વારા ધરપકડ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શનિવારે બોનગાંવ નગરપાલિકાના અધ્યક્ષ શંકર આધ્યાની રાશન કૌભાંડમાં 17 કલાકની લાંબી પુછપરછ અને તપાસ બાદ ધરપકડ કરી હતી. તેમને બપોરે 12.32 કલાકે તેના ઘરેથી કસ્ટડીમાં લેવામાં આવી હતી. શુક્રવારે સવારે 7.30 વાગ્યે EDની દરોડાની કાર્યવાહી શરૂ થઈ હતી જે રાતના 12.15 વાગ્યા સુધી ચાલુ રહી હતી.

  • #WATCH | On ED's arrest of former Bongaon Municipality Chairman Shankar Adhya, in connection with a ration scam case, West Bengal BJP Chief Sukanta Majumdar says, "This had to happen. A lot of TMC leaders have been accused of the corruption that has happened. Several more arrests… pic.twitter.com/2Q7gxdwKmN

    — ANI (@ANI) January 6, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

TMCના નેતાઓ સામે કાર્યવાહી: શુક્રવારે સંદેશખાલીમાં ટીએમસીના વરિષ્ઠ નેતા શાહજહાં શેખની ધરપકડ કરવામાં આવી હતી. જો કે આ પહેલા તપાસ એજન્સીના અધિકારીઓને તેમના સમર્થકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. દરોડા દરમિયાન શેખના સમર્થકો દ્વારા તપાસ અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે આ ઘટનાની નિંદા કરી છે. શુક્રવારે પીડિત ED અધિકારીઓ સાથે તેમણે મુલાકાત પણ કરી હતી.જો કે, તપાસ એજન્સીના અધિકારીઓ આધ્યાના સમર્થકોના નિશાના પર હતા. રસ્તામાં તેઈડીના અધિકારીઓ ઉપરા ખતરનાક સામગ્રીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને CRPF જવાનો દ્વારા જવાબી કાર્યવાહી કરતા પહેલા તેમની કાર પર પણ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આધ્યાને કોલકાતાના સોલ્ટ લેકના CGO કોમ્પ્લેક્સમાં લાવવામાં આવ્યાં હતા. જોકે, આધ્યાની પત્નીએ તેના પતિની ધરપકડ પાછળ ષડયંત્ર હોવાનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું, 'અમે તપાસમાં સહકાર આપી રહ્યા છીએ પરંતુ ધરપકડથી ગભરાઈ ગયાં છીએ.'

  1. Attack on ED Team: પશ્ચિમ બંગાળમાં ED ટીમ પર હુમલો, રાજ્યપાલે ચિંતા વ્યક્ત કરી
  2. INDIA bloc : 'ઈન્ડિયા બ્લોક' લોકસભા ચૂંટણીમાં 400 બેઠક પર ભાજપને આપશે ટક્કર
Last Updated :Jan 6, 2024, 1:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.