ETV Bharat / bharat

આજનો દિવસ ખાસ છે: મુર્મુ આ તારીખે શપથ લેનારા 10મા રાષ્ટ્રપતિ હશે

author img

By

Published : Jul 25, 2022, 2:01 AM IST

આજનો દિવસ 25 જુલાઈની તારીખ ભારત માટે ખાસ છે. આ તારીખે અત્યાર સુધીમાં 9 રાષ્ટ્રપતિઓએ શપથ લીધા છે, દ્રૌપદી મુર્મુનું નામ પણ આ યાદીમાં સામેલ થવા જઈ રહ્યું છે. તે દેશના 15મા રાષ્ટ્રપતિ બનશે, પરંતુ આ તારીખે શપથ લેનાર (Droupadi Murmu to take oath) 10મા રાષ્ટ્રપતિ હશે.

DROUPADI MURMU TO BECOME 10TH SUCCESSIVE PRESIDENT TO TAKE OATH ON JULY 25
DROUPADI MURMU TO BECOME 10TH SUCCESSIVE PRESIDENT TO TAKE OATH ON JULY 25

નવી દિલ્હીઃ દ્રૌપદી મુર્મુ આજે એટલે કે 25 જુલાઈએ શપથ લેનાર (Droupadi Murmu to take oath) દેશના 10મા રાષ્ટ્રપતિ હશે. રેકોર્ડ્સ દર્શાવે છે કે, 1977 થી, અનુગામી રાષ્ટ્રપતિઓએ આ તારીખે (25 જુલાઈ) શપથ લીધા છે. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે 26 જાન્યુઆરી 1950ના રોજ શપથ લીધા હતા. 1952માં તેમણે પ્રથમ રાષ્ટ્રપતિની ચૂંટણી (Presidential election 2022) જીતી. રાજેન્દ્ર પ્રસાદ (First president of India) બીજી રાષ્ટ્રપતિની ચૂંટણી પણ જીત્યા અને મે 1962 સુધી આ પદ પર રહ્યા.

આ પણ વાંચોઃ સુરતની ભાવિકાએ દ્રોપદી મુર્મુ પર પુસ્તક બનાવી સોનિયા ગાંધી-મમતા બેનર્જીને મોકલી

સર્વપલ્લી રાધાક્રિષ્નને 13 મે, 1962ના રોજ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા (President in Indian History) અને 13 મે, 1967 સુધી પદ પર રહ્યા હતા. બે રાષ્ટ્રપતિઓ - ઝાકિર હુસૈન અને ફખરુદ્દીન અલી અહેમદ - તેમનું અવસાન થતાં તેમનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા ન હતા. ભારતના છઠ્ઠા રાષ્ટ્રપતિ નીલમ સંજીવા રેડ્ડીએ 25 જુલાઈ 1977ના રોજ શપથ લીધા હતા, ત્યારથી, 25 જુલાઈના રોજ, ગિયાની ઝૈલ સિંહ, આર. વેંકટરામન, શંકર દયાલ શર્મા, કે.આર. નારાયણન, એ.પી.જે. અબ્દુલ કલામ, પ્રતિભા પાટીલ, પ્રણવ મુખર્જી અને રામનાથ કોવિંદે એ જ તારીખે પદના શપથ લીધા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.