ETV Bharat / bharat

Adani vs. Hindenburg: હિંડનબર્ગના રિપોર્ટને કારણે અત્યાર સુધી અદાણી ગ્રુપની કંપનીઓને કેટલું નુકસાન થયું?

author img

By

Published : Feb 2, 2023, 11:05 AM IST

યુએસ સ્થિત શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ પ્રકાશિત થયા બાદ અદાણી ગ્રૂપના શેરોએ તેમની સંયુક્ત માર્કેટ મૂડીમાંથી રૂ. 7 લાખ કરોડ ગુમાવ્યા હતા. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે બુધવારે મોડી રાત્રે રૂપિયા 20,000 કરોડના સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ કરેલા FPOને રદ કર્યો હતો. રોકાણકારોના પૈસા પાછા આવશે. આ ઇક્વિટી શેર્સની ફેસ વેલ્યુ છે.

Adani vs. Hindenburg
Adani vs. Hindenburg

અમદાવાદ: પાંચ ટ્રેડિંગ સેશનના ગાળામાં અદાણી જૂથની કંપનીઓના શેરમાં ઘટાડો થયો હતો અને તેમની સંયુક્ત માર્કેટ મૂડીમાંથી રૂ. 7 લાખ કરોડથી વધુની ખોટ કરી હતી. યુએસ સ્થિત શોર્ટ સેલરના રિપોર્ટને લઈને ઘણી ચિંતાઓથી અદાણીના સામ્રાજ્ય વીખરાવવાની શરૂઆત થઇ છે. બુધવારના ટ્રેડિંગ બંધ થતાં અદાણી જૂથની તમામ કંપનીઓ નેગેટિવ ટેરેટરીમાં સ્થિર થઈ હતી અને ત્રણ કંપનીઓના શેર તેમની સૌથી નીચી કિંમતે પહોંચી ગયા હતા. સૌથી વધુ ફટકો અદાણી એન્ટરપ્રાઇઝના શેરને થયો હતો. BSE પર તે 28.45 ટકા ઘટીને રૂ. 2,128.70 પર બંધ રહ્યો હતો.

  • #WATCH | After a fully subscribed FPO, yday’s decision of its withdrawal would've surprised many. But considering volatility of market seen yday, board strongly felt that it wouldn't be morally correct to proceed with FPO:Gautam Adani, Chairman, Adani Group

    (Source: Adani Group) pic.twitter.com/wCfTSJTbbA

    — ANI (@ANI) February 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અદાણી એન્ટરપ્રાઈઝે FPO રદ કર્યો: અદાણી એન્ટરપ્રાઇઝિસ 20 હજાર કરોડ રૂપિયા સુધીના ઇક્વિટી શેરના FPO સાથે આગળ વધશે નહીં. રોકાણકારોને પૈસા પરત કરશે. મંગળવારે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આ નિર્ણય લીધો. ઇક્વિટી શેર આંશિક રીતે પેડ-અપ આધારે 1 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવે છે. આ FPO સંપૂર્ણપણે સબસ્ક્રાઇબ થયો હતો. કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં કહ્યું કે, 'કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 1 ફેબ્રુઆરી, 2023ના રોજ મળેલી બેઠકમાં આ શેર પરત ખેંચવાનો નિર્ણય લીધો છે.'

ગ્રુપ શેરોમાં ઘટાડો: દરમિયાન અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં 19.69 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ત્યારબાદ અંબુજા સિમેન્ટ્સ 16.56 ટકા અને ACC સિમેન્ટ્સમાં 6.34 ટકા, અદાણી ટોટલ ગેસમાં 10 ટકાના ઘટાડા સાથે અદાણી ગ્રીન એનર્જી 5.78 ટકા ઘટી હતી. અદાણી વિલ્મર 4.99 ટકા, NDTV 4.98 ટકા, અદાણી પાવર 4.98 ટકા અને અદાણી ટ્રાન્સમિશનમાં 2.46 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

38 ટકાનો ઘટાડો: બજારના આંકડા 24 જાન્યુઆરીના રોજ ટ્રેડિંગના અંતે માર્કેટ વેલ્યુએશનની સમકક્ષ આશરે 38 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો, જે દિવસે હિંડનબર્ગ રિસર્ચે તેનો અદાણી રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. અદાણી જૂથના શેરોએ (અંબુજા, એસીસી અને એનડીટીવી સહિત) છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં રૂ. 7 લાખ કરોડથી વધુ અથવા તેમની સંયુક્ત માર્કેટ કેપના લગભગ 38 ટકા ગુમાવ્યા છે.

અંબાણીએ અદાણીને પાછળ છોડ્યા: રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી ગૌતમ અદાણીને પાછળ છોડીને ભારતના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. પહેલા ગૌતમ અદાણી દેશના સૌથી ધનિક બિઝનેસમેન (Richest Indian) હતા. ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર્સની યાદી અનુસાર નેટવર્થના મામલે મુકેશ અંબાણીએ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને પાછળ છોડી દીધા છે.

હિન્ડેનબર્ગ રિપોર્ટ: હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે અદાણી ગ્રુપ રૂ. 20,000 કરોડ રૂપિયાનો એફપીઓ લાવ્યું છે. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ માટે આવેલા આ FPOને પ્રથમ દિવસે માત્ર એક ટકા સબસ્ક્રિપ્શન મળ્યું હતું. જ્યારે, ગૌતમ અદાણી સામે કદાચ વ્યવસાયિક જીવનનો સૌથી મોટો પડકાર છે. આ અહેવાલ સામે આવ્યા બાદ વેપાર જગતમાં પણ ખળભળાટ મચી ગયો છે અને વિવિધ પ્રકારની વાતો પણ સામે આવી રહી છે. જોકે, ગૌતમ અદાણીના જીવનમાં આ પહેલા પણ ઘણી વખત પડકારો જોવા મળ્યા છે. હિંડનબર્ગના અહેવાલમાં અદાણી ગ્રૂપ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા ત્યારથી અદાણી જૂથની કંપનીઓને શેરબજારોમાં ભારે નુકસાન થયું છે. અહેવાલમાં ગૌતમ અદાણીની આગેવાની હેઠળના જૂથને છેતરપિંડીભર્યા વ્યવહારો અને શેરના ભાવની હેરાફેરીમાં સામેલ હોવાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો.

જાન્યુઆરી 25: એશિયા સમયના બુધવારે ભારતનું બજાર ખૂલ્યું તે પહેલાં હિંડનબર્ગ રિસર્ચએ યુએસ ટ્રેડેડ બોન્ડ્સ અને નોન-ઇન્ડિયન ટ્રેડેડ ડેરિવેટિવ્ઝ દ્વારા અદાણી ગ્રૂપની કંપનીઓ પર તેની ટૂંકી સ્થિતિ જાહેર કરી. ટ્રેડિંગ ડે દરમિયાન અદાણી-સંલગ્ન શેરોમાં તીવ્ર ખોટ જોવા મળી હતી. ગૌતમ અદાણીની નેટવર્થ રાતોરાત $6 બિલિયન ઘટી ગઈ.

26 જાન્યુઆરી: ભારતનું શેર બજાર બંધ

27 જાન્યુઆરી: અદાણી એન્ટરપ્રાઇઝે તેના ફોલો-ઓન પબ્લિક ઑફર માટે $2.5 બિલિયનના ઓપનિંગ સબ્સ્ક્રિપ્શન્સ સાથે આગળ વધ્યું, જોકે ગ્રૂપ કંપનીઓના શેરોમાં સતત વેચવાલી જોવા મળી હતી. અબજોપતિની નેટવર્થ વધુ $20.3 બિલિયન ઘટીને $92.7 બિલિયન થઈ ગઈ.

જાન્યુઆરી 28-29: અદાણી જૂથે સપ્તાહના અંતે 413 પાનાનો લાંબો જવાબ બહાર પાડ્યો હતો, જેમાં હિન્ડેનબર્ગ સામે કાનૂની કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી હતી અને દાવો કર્યો હતો કે ભારતીય પેઢી સામે ઉઠાવવામાં આવેલા આરોપો "ભારત અને તેની સંસ્થાઓ પર ગણતરીપૂર્વકનો હુમલો" છે.

30 જાન્યુઆરી: ગ્રૂપની કંપનીઓના શેરમાં વધુ નુકસાન જોવાનું ચાલુ રહ્યું. અદાણીની નેટવર્થ $8 બિલિયન ઘટીને $84.5 બિલિયન થઈ ગઈ.

જાન્યુઆરી 31: અદાણી એન્ટરપ્રાઈઝનું $2.5 બિલિયન શેર વેચાણ સબસ્ક્રિપ્શનના અંતિમ દિવસે સંપૂર્ણ રીતે સબ્સ્ક્રાઇબ થયું હતું, વિશ્લેષકોની ચિંતા હતી કે તે ઘટી શકે છે.

ફેબ્રુઆરી 1: અદાણી એન્ટરપ્રાઇઝે વર્તમાન બજારની અસ્થિરતાને ટાંકીને તેની ફોલો-ઓન જાહેર ઓફર સાથે આગળ ન વધવાની જાહેરાત કરી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.