ETV Bharat / bharat

Dharmsabha in Raipur: જ્યારે હિન્દુઓ કટ્ટર થશે, ત્યારે શાંતિ ફેલાશેઃ અવધેશાનંદ ગીરી

author img

By

Published : Mar 19, 2023, 7:25 PM IST

Dharmsabha in Raipur: જ્યારે હિન્દુઓ કટ્ટર થશે, ત્યારે શાંતિ ફેલાશેઃ અવધેશાનંદ ગીરી
Dharmsabha in Raipur: જ્યારે હિન્દુઓ કટ્ટર થશે, ત્યારે શાંતિ ફેલાશેઃ અવધેશાનંદ ગીરી

છત્તીસગઢ રાજ્યમાં તારીખ 18 ફેબ્રુઆરીથી ચાલી રહેલા હિન્દુ સ્વાભિમાન જાગરણ સંત પદયાત્રાના સમાપનના પ્રસંગે રાયપુરમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે તથા હિન્દુઓના સ્વાભિમાનને જગાડવા માટે ધર્મસભામાં દેશભરના જુદા જુદા રાજ્યમાંથી સંતો આવ્યા હતા. જુના અખાડાના પ્રમુખ અવધેશાનંદ ગીરીએ દેશમાં શાંતિ અને કટ્ટરતા માટે હિન્દુઓને કટ્ટર થવા પર ભાર મૂક્યો હતો.

રાયપુરઃ રાવણાભાઠા મેદાન પર રવિવારે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ સ્વાભિમાન જાગરણ સંત પદયાત્રાના સમાપનના દિવસે આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જૂના અખાડાના પ્રમુખ અવધેશાનંદની અધ્યક્ષામાં એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દેશના અલગ અલગ રાજ્યમાંથી સંતો આવ્યા હતા. રાજ્ય છત્તીસગઢમાં હિન્દુ સ્વાભિમાન જાગરણ સંત પદયાત્રા વિશ્વ હિન્દુ પરિષદે તારીખ 18 ફેબ્રુઆરીએ ચાર શક્તિપીઠથી આયોજન કર્યું હતું. આ ધર્મસભાના એક દિવસ પહેલા સાધુ સંતો તથા વિહિપ પદાધિકારીઓએ ધર્માંતરણ અંગનો મુદ્દો ઊઠાવી લીધો હતો

આ પણ વાંચોઃ Supreme Court News: PM મોદી વિરુદ્ધ ટિપ્પણી કેસમાં પવન ખેડાની અરજી પર 20 માર્ચે સુનાવણી

હિન્દુઓએ કટ્ટર થવુંઃ ધર્મસભાની અધ્યક્ષતા કરનારા જૂના અખાડાના પ્રમુખ અવધેશાનંદ ગીરીએ મોટું નિવેદન આપી દીધું હતું. તેમણે એવું કહ્યું કે, હિન્દુ જ્યારે કટ્ટર થશે તો શાંતિ ફેલાશે. હિન્દુ વ્યક્તિ દરેકને પૂજે છે. સત્યની સુરક્ષા માટે હિન્દુ પોતાની પત્ની અને બાળકોને વેચી દેશે. વનવાસીઓની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, વનવાસીઓનો ઉપકાર ભૂલી શકાય એમ નથી. વનવાસીઓએ પ્રભુ શ્રીરામને રસ્તો બતાવ્યો હતો.

"ભાજપ સમર્થિત સંતો જનતાને ગેરમાર્ગે દોરે છે. ભારત સરકાર પાસે હિંદુ રાષ્ટ્રની માંગણી કરવી જોઈએ. અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે દેશનું સંચાલન બંધારણ દ્વારા કરવામાં આવશે. છે, ભારત એક બિનસાંપ્રદાયિક રાજ્ય છે." આનો વિરોધ કરતાં કાશીના સ્વામી જિતેન્દ્ર આનંદ સરસ્વતીએ મંચ પરથી કહ્યું હતું કે "દેશના કેટલાક ષડયંત્રોના મૂળ છત્તીસગઢથી છે. સૌથી વધુ ધર્માંતરણ બિન-ભાજપ શાસિત રાજ્યોમાં કેમ થઈ રહ્યા છે."---સીએમ ભૂપેશ બઘેલ

આ પણ વાંચોઃ Punjab News: અમૃતપાલને પકડવાના પ્રયાસો તેજ, ​​ઈન્ટરનેટ સેવા સોમવાર બપોર સુધી કરાઈ બંધ

પીએમના વખાણઃ અવધેશાનંદ ગીરી મહારાજે કહ્યું હતું કે, આપણી સંસ્કૃતિ બધુ જ આપણું બની રહે, આપણે હિન્દુ રાષ્ટ્ર અહીંયા નથી બનાવી શકતા. વડાપ્રધાને વિદેશમાં યોગનો પ્રસાર કર્યો છે. જેના કારણે ભારત દેશનો તિરંગો વિદેશની ધરતી ઉપર પણ લહેરાય છે. એક શોધ એવું કહે છે કે, સમગ્ર વિશ્વમાં હિન્દુ ધર્મ ફેલાયેલો છે. એકલા અમેરિકામાં જ 12 લાખ યોગ કેન્દ્રો છે. સંત વૃક્ષ સમાન હોય છે. સંત બીજા લોકો માટે જ હોય છે. આ મંચ પર આવીને હું ખુશ છું. આ એક કુંભ સમાન છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.