ETV Bharat / bharat

કોવિડ મહામારીના માર છતાં દેશના અર્થતંત્રની દિશા ટ્રેક પર!

author img

By

Published : Sep 1, 2021, 2:10 PM IST

દેશમાં કોવિડ સંક્રમણની બીજી લહેર હોવા છતાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ મહિના દરમિયાન આર્થિક વિકાસ દરમાં 20 ટકાથી વધુનો વધારો થયો છે.

કોવિડ મહામારીના માર છતાં દેશના અર્થતંત્રની દિશા ટ્રેક પર!
કોવિડ મહામારીના માર છતાં દેશના અર્થતંત્રની દિશા ટ્રેક પર!

  • કોરોનાની બીજી લહેર દરમિયાન હળવા રખાયેલાં પ્રતિબંધોની અસર
  • મહામારીના મારમાં પણ અર્થતંત્ર પાટા પર રહી શક્યું
  • પહેલી લહેરની સરખામણીમાં આર્થિક વૃદ્ધિ દરમાં વધારો નોંધાયો

ન્યૂઝ ડેસ્કઃ કોરોનાના પ્રથમ લહેરની સરખામણીમાં બીજા લહેર દરમિયાન વધુ આર્થિક વૃદ્ધિ નોંધાઈ છે. એવું માનવામાં આવે છે કે કોરેનાની બીજી લહેરમાં ખૂબ જ કડક પ્રતિબંધો હળવા કરવાના કારણે આ વધારો શક્ય બન્યો છે.

ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચના પ્રિન્સિપલ ઇકોનોમિસ્ટ સુનીલ સિંહાએ જણાવ્યું હતું કે તંદુરસ્ત જીડીપી વૃદ્ધિ મુખ્યત્વે બેઝ ઇફેક્ટને કારણે છે. તે સૂચવે છે કે કોવિડ 2.0 હોવા છતાં આર્થિક પ્રવૃત્તિ ચાલુ છે કારણ કે કોવિડ 1.0 સ્થાનિક અને પ્રાદેશિક પ્રતિબંધો સમાન ન હતાં.

કૃષિ કરતાં આગળ નીકળ્યું ઔદ્યોગિક ક્ષેત્ર

કેટલાક અર્થશાસ્ત્રીઓએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વૃદ્ધિ દર ઘટવાનો અંદાજ મૂક્યો હોવા છતાં તાજેતરના ભૂતકાળમાં બહાર પાડવામાં આવેલા વીજ ઉત્પાદન, ઓટોમોબાઈલ વેચાણ અને બળતણ વપરાશ જેવા ઘણા ઉચ્ચ-આવર્તન સૂચકાંકોમાં બીજી લહેરમાં આર્થિક પ્રવૃત્તિઓમાં ફેરફારો જોવા મળ્યાં હતાં. બીજી લહેરમાં દેશમાં 2,50,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યાં છે.

પુરવઠાની વાત કરીએ તો કૃષિએ સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું કારણ કે કૃષિ ક્ષેત્રે 4.5 ટકાની મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. જે ઓછું નથી કારણ કે ગયા વર્ષે આ ક્ષેત્રે 3.5 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી, જ્યારે સમગ્ર દેશ સંપૂર્ણ લોકડાઉન હેઠળ હતો.

સિંહાના જણાવ્યા અનુસાર ઔદ્યોગિક ક્ષેત્રે કૃષિ ક્ષેત્રને પાછળ રાખી દીધું છે, જેને કોવિડ -19 રોગચાળા વચ્ચે ભારતીય અર્થતંત્રમાં એકમાત્ર આશા તરીકે જોવામાં આવે છે. જણાવી દઈએ કે દેશમાં કોરોના રોગચાળાને કારણે અત્યાર સુધીમાં 4,38,000 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે વિશ્વભરમાં 4.5 મિલિયનથી વધુ લોકો મૃત્યુ પામ્યાં છે.

આ પણ વાંચોઃ ફુગાવાનો અંદાજ 5-6 ટકા, ભારત મજબૂત વૃદ્ધિ માટે તૈયાર : મુખ્ય આર્થિક સલાહકાર

સર્વિસ સેક્ટર જોકે દબાવ અનુભવે છે

નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં ઔદ્યોગિક ક્ષેત્રે 46 ટકાથી વધુની વૃદ્ધિ નોંધાવી છે. બાંધકામ (68.3ટકા), ઉત્પાદન (49.6ટકા), ખાણકામ (18.6ટકા), વીજળી અને ઉપયોગિતા સેવાઓ (14.3 ટકા) જેવા ક્ષેત્રોએ વૃદ્ધિ નોંધાવી છે. સિન્હાએ એમ પણ જણાવ્યું કે ભારતના અર્થતંત્રનું સૌથી મોટું ઘટક સેવા ક્ષેત્ર હજુ પણ દબાણ હેઠળ છે. ઉદ્યોગથી વિપરીત આ વર્ષે એપ્રિલ-જૂન સમયગાળામાં તેમાં માત્ર 11.4 ટકા વધારો થયો છે.

સર્વિસ સેક્ટર પર એકંદર દબાણ હોવા છતાં તેના કેટલાક મોટા ઘટકો જેમ કે વેપાર, હોટલ, પરિવહન અને સંદેશાવ્યવહારએ અન્ય ઘટકો કરતાં સારો દેખાવ કર્યો હતો અને ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 34.3ટકાની વૃદ્ધિ નોંધાવી હતી.

કામગીરીમાં આ સુધારો નોંધપાત્ર છે. કારણ કે આ તમામ વિસ્તારો સંપર્ક સંવેદનશીલ છે અને ગયા વર્ષે પ્રથમ લહેર દરમિયાન ખરાબ રીતે પ્રભાવિત થયા હતાં. કારણ કે લોકોએ પ્રવાસી અને હોટલ સેવાઓ ઘટાડી હતી. સેવા ક્ષેત્રના અન્ય બે ઘટકો, નાણાકીય, રિયલ એસ્ટેટ અને વ્યાવસાયિક સેવાઓએ પ્રથમ ક્વાર્ટરમાં 3.7 ટકાની વૃદ્ધિ નોંધાવી છે.

આગામી સમયમાં આ બે નીતિ જરુરી

અર્થશાસ્ત્રીએ કહ્યું કે, અર્થવ્યવસ્થા હવે પાટા પર છે. ઇન્ડિયા રેટિંગ્સ અને રિસર્ચ માને છે કે અર્થતંત્રને પાટા પર લાવવા માટે નજીકના ભવિષ્યમાં આર્થિક પુનઃપ્રાપ્તિ માટે રાજકોષીય અને નાણાકીય નીતિ બંનેની જરૂર પડશે.

આ પણ વાંચોઃ ભારતનો GDP આ વર્ષે 8.3 ટકાના દરે વધવાનું અનુમાનઃ વિશ્વ બેન્ક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.