ETV Bharat / bharat

ગણેશની પૂજા કરવા બદલ મુસ્લિમ મહિલા વિરુદ્ધ ફતવો, જાણો સમગ્ર ઘટના

author img

By

Published : Sep 3, 2022, 8:25 PM IST

ઉત્તર પ્રદેશના અલીગઢમાં ભગવાન ગણેશની પૂજા કરનાર ભારતીય જનતા પાર્ટીના નેતા રૂબી ખાન વિરુદ્ધ ફતવો બહાર પાડવામાં આવ્યો (Muslim woman worshiping Ganesha) છે. આ ફતવો દેવબંદના મુફ્તી અરશદ ફારૂકી દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. આ મામલે, રૂબી ખાને કહ્યું કે, આવા મુફ્તી અને મૌલાના ઉગ્રવાદી અને જેહાદી વિચારવાળા છે. Fatwa against Muslim woman

ગણેશની પૂજા કરવા બદલ મુસ્લિમ મહિલા વિરુદ્ધ ફતવો
ગણેશની પૂજા કરવા બદલ મુસ્લિમ મહિલા વિરુદ્ધ ફતવો

અલીગઢઃ ઉત્તર પ્રદેશના અલીગઢમાં ભારતીય જનતા પાર્ટીની નેતા રૂબી ખાન વિવાદોમાં ફસાયેલી છે. ગણેશ ચતુર્થીના અવસર પર તેણે ગણપતિની પૂજા કરી (Muslim woman worshiping Ganesha) હતી. કટ્ટરપંથીઓને મુસ્લિમ નેતાની ગણેશ પૂજા પસંદ ન આવતા, તેઓએ તેની વિરુદ્ધ ફતવો બહાર પાડ્યો છે. જ્યારે આ મામલો ગરમાયો ત્યારે ભાજપના મુસ્લિમ નેતાઓ આગળ આવ્યા અને ફતવા જારી કરનારાઓને જેહાદી ગણાવ્યા (Fatwa against Muslim woman) હતા. તેમણે કહ્યું છે કે, આવા મુફ્તી અને મૌલાના ઉગ્રવાદી અને જેહાદી વિચારવાળા (Jihadi minded people) છે. આ લોકો પોતે ભેદભાવ કરવા માંગે છે. રૂબીએ કહ્યું કે, સાચા મુસલમાન આવી વાત કરતા નથી.

ગણેશ સ્થાપનાથી ફતવો : ઉલ્લેખનીય છે કે, મામલો યુપીના અલીગઢનો છે. અહીં ગણેશ ચતુર્થીના અવસર પર ભાજપની મુસ્લિમ નેતા રૂબી ખાને પોતાના ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરી છે. તે ભગવાન ગણેશની વિધિવત પૂજા કરે છે. તેના વિરોધમાં દેવબંદના મુફ્તીએ ફતવો જાહેર કર્યો છે. મુફ્તી અરશદ ફારૂકીએ તેને ગેર-ઈસ્લામિક ગણાવ્યું છે. જણાવી દઈએ કે, ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરનાર રૂબી આસિફ ખાન ભાજપ મહિલા મોરચાની વિભાગીય ઉપાધ્યક્ષ છે. ગણેશ મૂર્તિની સ્થાપનાથી તેઓ સતત ચર્ચામાં છે. (BJP leader Ruby Khan)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.