ETV Bharat / bharat

DELTA PLUS variant : મહારાષ્ટ્ર સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન

author img

By

Published : Jun 25, 2021, 8:27 PM IST

CM Uddhav Thackeray
CM Uddhav Thackeray

કોરોના વાઇરસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (Delta Plus Variant)ની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ અંગે કડક પગલા લેવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એફિસ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ગાઇડલાઇનમાં ઘણા પ્રતિબંધો લાગૂ કરવામાં આવ્યા છે. આ નવી ગાઇડલાઇન મુજબ સરકારી સંસ્થામાં માત્ર 50 ટકા સ્ટાફ જ કામ કરી શકશે. આ સાથે લગ્નમાં 50 અને અંતિમક્રિયામાં 20 લોકો જ હાજર રહી શકશે.

  • કોરોના વાઇરસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટ અંગે મહારાષ્ટ્ર સરકારે કડક વલણ અપનાવ્યું
  • મહારાષ્ટ્ર મુખ્યપ્રધાન ઓફિસ દ્વારા 3 પેજની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી
  • પહેલા અને બીજા તબક્કમાં આપેલી ઘણી છૂટ પરત લેવામાં આવી

મુંબઇ : મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (Delta Plus Variant)ની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કડક વલણ અપનાવીને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્ર મુખ્યપ્રધાન ઓફિસ દ્વારા 3 પેજની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા શુક્રવારના રોજ પોતાની 5 સ્તરીય અનલોક યોજના હેઠળ ઘણા પ્રતિબંધ લાગૂ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું હતું કે, પહેલા અને બીજા તબક્કમાં આપેલી ઘણી છૂટ પરત લેવામાં આવી છે.

મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન

  • શોપિંગ મોલ અને સિનેમાઘરો બંધ રહેશે.
  • 50 ટકા બેઠત ક્ષમતા સાથે સાંજના 4 કલાક સુધી રેસ્ટોરા ખોલી શકાશે
  • લોકલ ટ્રેનમાં મહિલાઓ પર પ્રતિબંધ રહેશે
  • જાહેર સ્થળો પર ચાલવા અને સાઇકલ ચલાવવા માટે ખુલ્લા મેદાનો સવારના 5 થી 9 કલાક સુધી ખુલ્લા રહેશે.
  • સરકારી કાર્યાલયોમાં 50 ટકા સ્ટાફ જ હાજર રહી શકશે
  • લગ્નમાં 50 અને અંતિમક્રિયામાં માત્ર 20 લોકો જ જોડાઇ શકશે

ભીડભાડવાળા કાર્યો અને જાહેર સભાઓ પર પ્રતિબંધ રહેશે

સાપ્તાહિક કોરોના પોઝિટિવિટી રેટ માટે હવે માત્ર RT-PCR રિપોર્ટ જ માન્ય રાખવાનો વિચાર મહારાષ્ટ્ર સરકાર કરી રહી છે. મહારાષ્ટ્ર રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર ભીડભાડવાળા કાર્યો અને જાહેર સભાઓ પર પ્રતિબંધ રહેશે. આ સાથે જિલ્લામાં છૂટછાટ આપવાની પ્રક્રિયા 2 અઠવાડિયાના કોરોના સંક્રમણના આંકડાને ધ્યાનમાં રાખીને આપવામાં આવશે.

મહારાષ્ટ્રના 7 જિલ્લામાં કોરોના સંક્રમણના કેસ વધુ

ગુરુવારના રોજ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, સાતારા, સાંગલી, કોલ્હાપુર અને હિંગોલી જિલ્લાના કલેક્ટરને કોરોના ત્રીજી લહેર અંગે પૂર્વતૈયારીઓ કરવા માટેના નિર્દેશો આપ્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, પ્રતિબંધોને હળવી કરવામાં કોઈ ઉતાવળ ન થવી જોઈએ અને કોરોના વાઇરસના ફેલાવાને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા બેદરકારી દાખવવી ન જોઈએ. રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ, સાતારા, સાંગલી, કોલ્હાપુર અને હિંગોલી જિલ્લામાં કોરોના સંક્રમણના કેસ વધુ નોંધાયા છે.

DELTA PLUS variant guideline
મહારાષ્ટ્ર મુખ્યપ્રધાન ઓફિસ દ્વારા 3 પેજની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી

મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના સંક્રમણનો દર ઘટીને 0.15 ટકા થયો

ગુરુવારના રોજ ડિજિટલ માધ્યમ દ્વારા જિલ્લા કલેક્ટર્સને સંબોધતા મહારાષ્ટ્રના મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, રાજ્યના આરોગ્ય વિભાગે કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને તમામ જિલ્લામાં ઓક્સિજન બેડ, ICU બેડ અને ફિલ્ડ હોસ્પિટલ્સ સ્થાપવાની યોજના બનાવવામાં આવી છે. હાલમાં બીજી લહેર, ડેલ્ટા પ્લસ વેરિયન્ટ અને કોરોનાની ત્રીજી લહેરના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય માળખામાં સુધારો કરવો જરૂરી છે. મહારાષ્ટ્રના આરોગ્ય સચિવ પ્રદીપ વ્યાસે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના સંક્રમણનો દર ઘટીને 0.15 ટકા થયો છે, પરંતુ રાજ્યના 7 જિલ્લાઓમાં આ દર બેથી ત્રણ ગણો છે.

Delta Plus Variant in Gujarat - વડોદરા અને સુરતમાં નોંધાયા એક-એક કેસ, બન્ને દર્દીઓ સ્વસ્થ

ભારતમાં સૌપ્રથમ વખત 5 એપ્રિલના રોજ ચકાસવામાં આવેલા નમૂનાઓમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (Delta Plus Variant) હોવાનું સામે આવ્યું હતું. આજે શુક્રવારે કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલી જાહેરાતમાં દેશમાં કુલ 48 કેસ હોવાનું જણાવવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (Delta Plus Variant in Gujarat) ના 2 કેસ વડોદરા અને સુરતમાં નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ બન્ને દર્દીઓ સાજા થઈ ગયા હોવાથી રાજ્યમાં હાલ એક પણ એક્ટિવ કેસ નથી.

Delta Plus Variant in Gujarat - રાજ્ય સરકાર એલર્ટ મોડ પર, રોજ 30 સેમ્પલ મોકલાઈ રહ્યા છે તપાસ માટે

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (Delta Plus Variant in India)ને વેરિયન્ટ ઓફ કન્સર્ન (Variant of Concern) જાહેર કરવામાં આવ્યો છે. જેના માટે કેન્દ્ર સરકારે નવી SOP બહાર પાડી છે. અત્યાર સુધી મધ્ય પ્રદેશ, કેરળ, મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (Delta Plus Variant) ના કેસ સામે આવ્યા છે. ત્યારે ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (Delta Plus Variant in Gujarat) છે કે કેમ? તેની ચકાસણી માટે રાજ્યભરમાંથી 30 સેમ્પલ ચકાસણી માટે મોકલાયા છે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.