ETV Bharat / bharat

Delhi Liquor Scam: મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવની પુત્રી દિલ્હી જવા રવાના

author img

By

Published : Mar 20, 2023, 10:04 AM IST

તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવની પુત્રી કે. કવિતા રવિવારે દિલ્હી જવા રવાના થઈ ગઈ છે પરંતુ તે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થશે કે કેમ તે અંગે શંકા છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં કે.કે. કવિતાએ ED સમક્ષ હાજર થવું પડશે.

Delhi Liquor Scam: મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવની પુત્રી દિલ્હી જવા રવાના
Delhi Liquor Scam: મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવની પુત્રી દિલ્હી જવા રવાના

હૈદરાબાદ: દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં સોમવારે તેઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા (શંકા) વચ્ચે, તેલંગાણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવની પુત્રી કે. કવિતા રવિવારે દિલ્હી જવા રવાના થઈ હતી. રાજ્ય પ્રધાન અને તેમના ભાઈ કેટી રામા રાવ અને સાંસદ સંતોષ કુમાર સાથે કવિતા બેગમપેટ એરપોર્ટથી વિશેષ ફ્લાઈટમાં રાષ્ટ્રીય રાજધાની જવા રવાના થઈ હતી. તે સ્પષ્ટ નથી કે કવિતા વ્યક્તિગત રીતે ED સમક્ષ હાજર થશે કે 16 માર્ચની જેમ તેના પ્રતિનિધિને મોકલશે.

Khalistani leader Amritpal: 'ભાગેડુ' અમૃતપાલ માટે હેબિયસ કોર્પસ દાખલ

ED દ્વારા જારી કરાયેલા સમન્સ અંગે આગળની કાર્યવાહી: તેણી દિલ્હીમાં ED અધિકારીઓ સમક્ષ હાજર થવાની હતી તેના કલાકો પહેલાં, તેણે એજન્સીને પત્ર લખ્યો હતો કે તે વ્યક્તિગત રીતે તપાસમાં જોડાશે નહીં. ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતાએ BRSના જનરલ સેક્રેટરી સોમા ભરત કુમારને તેમના વતી ED સમક્ષ હાજર થવા માટે અધિકૃત કર્યા હતા. કવિતાએ કહ્યું હતું કે તેને રૂબરૂ હાજર થવા માટે કહેવામાં આવ્યું ન હોવાથી તે અધિકૃત પ્રતિનિધિ દ્વારા હાજર થઈ રહી છે. કવિતાએ એમ પણ લખ્યું છે કે સુપ્રીમ કોર્ટમાં તેણી દ્વારા દાખલ કરાયેલી અરજી 24 માર્ચે સૂચિબદ્ધ હોવાથી, ED દ્વારા જારી કરાયેલા સમન્સ અંગે આગળની કાર્યવાહી પહેલાં તેના પરિણામની રાહ જોવી જોઈએ.

Lawrence Bisnoi Gang: જો 24 કલાકમાં 5 લાખ નહી આપે તો જીવ ગુમાવશે, સુરતના વેપારીનેં લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી

ED વધુ પડતી કઠોર વ્યૂહરચના અપનાવી શકે: કવિતાએ આ મામલે EDના સમન્સને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે ED વધુ પડતી કઠોર વ્યૂહરચના અપનાવી શકે છે અને ઉક્ત તપાસના સંબંધમાં ત્રીજા ડિગ્રીના પગલાંનો પણ આશરો લઈ શકે છે. કવિતા પોતે 11 માર્ચે ED સમક્ષ હાજર થઈ હતી. કવિતાએ મહિલા હોવા છતાં ED દ્વારા તેને ઓફિસમાં બોલાવવા અને રાત્રે 8.30 વાગ્યા સુધી બેસાડવા સામે વાંધો ઉઠાવ્યો હતો. કવિતાએ કહ્યું હતું કે તેણે તમામ સંબંધિત માહિતી સબમિટ કરી હતી અને તમામ પ્રશ્નોના જવાબ આપ્યા હતા, તેનો ફોન જપ્ત કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.