- દિલ્હી જામિયા હિંસાના એક કેસમાં શરજિલ ઈમામને મળ્યા જામીન
- સાકેત કોર્ટે શરજિલ ઈમામને 25,000 રૂપિયાના બોન્ડ પર મુક્ત કરવાનો આપ્યો આદેશ
- ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દિનેશ કુમારે જામીન આપવાનો આદેશ કર્યો હતો
નવી દિલ્હીઃ દિલ્હીની સાકેત કોર્ટે ડિસેમ્બરે 2019માં જામિયા હિંસાના આરોપી શરજિલ ઈમામને એક કેસમાં જામીન મળ્યા (UAPA ACCUSED SHARJEEL IMAM GETS BAIL) છે. ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દિનેશ કુમારે જામીન આપવાનો આદેશ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, શરજિલ ઈમામની તપાસ દરમિયાન ધરપકડ કરવામાં નહતી આવી. આ માટે તેઓ જામીનના હકદાર છે. કોર્ટે શરજિલ ઈમામને 25,000 રૂપિયાના બોન્ડ પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. શરજિલ ઈમામ સામે 13 અને 14 ડિસેમ્બર 2019ના દિવસે જામિયા યુનિવર્સિટીમાં હિંસા કરવાનો આક્ષેપ છે.
આ પણ વાંચો- અનિલ દેશમુખ આજે કોર્ટમાં હાજર થશે, મની લોન્ડરિંગ કેસમાં EDની કસ્ટડી પૂરી થઈ
શરજિલ ઈમામનું ભાષણ વિભાજનકારી હોવાનો આક્ષેપ
આ મામલામાં 14 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની ધારા 143, 147, 148, 149, 186, 353, 332, 333, 308, 427, 435, 323, 341, 120 બી અંતર્ગત FIR નોંધવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, સાકેત કોર્ટે 22 ઓક્ટોબરે એક કેસમાં શરજિલ ઈમામની જામીન અરજી રદ (Saket court granted bail to Sharjeel Imam) કરી દીધી હતી. એડિશનલ સેશન્સ જજ અનુજ અગ્રવાલે કહ્યું હતું કે, શરજિલ ઈમામનું ભાષણ વિભાજનકારી (Sharjil Imam's divisive speech) હતું, જે સમાજમાં શાંતિ અને સોહાર્દને અસર કરનારું હતું. આ નિર્ણયને શરજિલ ઈમામે હાઈકોર્ટમાં પડકાર્યો છે.
આ પણ વાંચો- લખીમપુર હિંસા કેસમાં મુખ્ય આરોપી આશિષની જામીન પર હવે 15મી નવેમ્બરે સુનાવણી
શરજિલની 2020માં ધરપકડ થઈ હતી
શરજિલ ઈમામની 25 ઓગસ્ટ 2020ના દિવસે ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે શરજિલ ઈમામ સામે UAPA અંતર્ગત દાખલ ચાર્જશિટમાં કહ્યું હતું કે, શરજિલ ઈમામ નાગરિકતા સંશોધન કાયદા સામે વિરોધ પ્રદર્શનને અખિલ ભારતીય સ્તર પર લઈ જવા માટે ઉત્સુક હતો અને આવું કરવાનો જોરદાર પ્રયાસ કર્યો હતો.
કેન્દ્ર સરકાર સામે ઘૃણા ફેલાવવા માટે શરજિલે ભાષણ આપ્યું હોવાનો ચાર્જશિટમાં ઉલ્લેખ
શરજિલ ઈમામ (sharjeel imam bail) સામે દાખલ ચાર્જશિટમાં કહેવામાં આવ્યું હતું કે, શરજિલ ઈમામે કેન્દ્ર સરકાર સામે ઘૃણા ફેલાવવા અને હિંસા ભડકાવવા માટે ભાષણ આપ્યું હતું, જેના કારણે ડિસેમ્બર 2019માં હિંસા થઈ હતી. દિલ્હી પોલીસે કહ્યું હતું કે, નાગરિકતા સંશોધન કાયદાના વિરોધની આડમાં ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ કાયદા સામે મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાં પ્રચાર કરવામાં આવ્યો હતો. આ પ્રચારમાં કહેવામાં આવ્યું હતું કે, મુસ્લિમોની નાગરિકતા જતી રહેશે અને તેમને ડિટેન્શન કેમ્પમાં રાખવામાં આવશે. આપને જણાવી દઈએ કે, શરજિલને બિહારથી પકડવામાં આવ્યો હતો.