ETV Bharat / bharat

'મારા પિતાએ મારું યૌન શોષણ કર્યું, પરિવારે મને આ આઘાતમાંથી બહાર કાઢવામાં મદદ કરી': સ્વાતિ માલીવાલ

author img

By

Published : Mar 11, 2023, 5:25 PM IST

દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે પોતાના પિતા પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. તેણે દિલ્હી મહિલા આયોગ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે તેની માતા, કાકી અને તેની દાદીએ તેને આ દર્દમાંથી બહાર કાઢી. તેમણે કહ્યું કે જો મહિલાઓ પોતાની ગરિમાનું ધ્યાન નહીં રાખે તો બીજું કોઈ નહીં રાખે.

dcw-chief-swati-maliwal-said-my-father-sexually-assaulted-me
dcw-chief-swati-maliwal-said-my-father-sexually-assaulted-me

નવી દિલ્હી: દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કહ્યું કે તેના પિતા તેનું યૌન શોષણ કરતા હતા. તે તેની માતા, કાકી અને દાદીના કારણે આ પીડામાંથી બહાર આવી શકી હતી. દિલ્હી મહિલા આયોગ દ્વારા આયોજિત સન્માન સમારોહના મંચ પરથી બોલતા સ્વાતિ માલીવાલે કહ્યું કે તેના પિતાના શોષણથી પરેશાન હોવાથી તે હંમેશા વિચારતી હતી કે આ મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર નીકળવું.

પરિવારે દર્દમાંથી બહાર કાઢી: તેમને કહ્યું કે આવા ખરાબ સમયમાં તેના સંબંધીઓ તેની મદદે આવ્યા હતા. તેની દાદી, કાકી અને માતાએ તેને આ મુશ્કેલીમાંથી બહાર કાઢ્યો. સ્વાતિ માલીવાલ શનિવારે ઈન્ડિયા હેબિટેટ સેન્ટર ખાતે દિલ્હી મહિલા આયોગ દ્વારા આયોજિત ઈનામ વિતરણ સમારોહને સંબોધિત કરી રહી હતી.

અન્ય મહિલાઓ માટે પ્રેરણા: દિલ્હી મહિલા આયોગ વતી પુરસ્કાર મેળવનાર તમામ મહિલાઓને સંબોધતા તેમણે કહ્યું કે તેઓએ તેમના પર કોઈપણ પ્રકારના અત્યાચાર કે કોઈપણ પ્રકારનું શોષણ સહન ન કરવું જોઈએ. શોષણ ઘરની વ્યક્તિ કરે કે બહાર, તેની સામે અવાજ ઉઠાવવો જોઈએ.

દરેક શોષણને દુનિયાની સામે લાવવું જરૂરી: તેમણે કહ્યું કે જો મહિલાઓ પોતાની ગરિમાનું ધ્યાન નહીં રાખે તો બીજું કોઈ નહીં રાખે. એટલા માટે તેણે અવાજ ઉઠાવવો જોઈએ અને તેની સામેના દરેક શોષણને દુનિયાની સામે લાવવું જોઈએ. તેમાં ગભરાવાનું કંઈ નથી. સ્વાતિએ કહ્યું કે દિલ્હી મહિલા આયોગનો પ્રયાસ છે કે જો કોઈ મહિલા સાથે કંઇક ખોટું થાય તો તેને ન્યાય મેળવવાની સાથે તમામ શક્ય મદદ કરવામાં આવે.

આ પણ વાંચો misbehave with Japanese girl : હોળી પર જાપાની યુવતી સાથે ગેરવર્તન, પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ

ઘરેલુ હિંસા ખતમ થવી જોઈએ: સ્વાતિ માલીવાલે કહ્યું કે ત્યાં છુપાઈને બંને બહેનો ઘરેલુ હિંસા ખતમ કરવાની અને તેની સામે લડવાની વાત કરતી હતી. અહીંથી જ તેમના મગજમાં મહિલાઓ માટે અવાજ ઉઠાવવાનો પાયો પડ્યો હતો. તે અભ્યાસમાં સારી હોવાથી ડરના પડછાયામાં રહીને પણ તેણે પૂરા દિલથી અભ્યાસ કર્યો, જેથી તે જીવનમાં યોગ્ય સ્થાને પહોંચી શકે.

આ પણ વાંચો Delhi Liquor Scam: મનીષ સિસોદિયાનું નવું ટ્વિટ સામે આવ્યું જાણો શુું કહ્યું.....

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.