ETV Bharat / bharat

Dawood Ibrahim: દાઉદ ઈબ્રાહિમે છૂટાછેડા વિશે ખોટું બોલ્યો, NIA સામે ભત્રીજા અલીશાહનો મોટો ખુલાસો

author img

By

Published : Jan 17, 2023, 3:56 PM IST

Updated : Jan 18, 2023, 7:20 AM IST

દાઉદ ઈબ્રાહિમે (Dawood Ibrahim) પોતાના છૂટાછેડા વિશે ખોટું બોલ્યું હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાની મહિલા સાથે ફરી લગ્ન કર્યા છે તેવું તેના અલીશાહ પારકરે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને જણાવ્યું હતું.

Dawood Ibrahim: દાઉદ ઈબ્રાહિમે છૂટાછેડા વિશે ખોટું બોલ્યું, NIA સામે ભત્રીજા અલીશાહનો મોટો ખુલાસો
Dawood Ibrahim: દાઉદ ઈબ્રાહિમે છૂટાછેડા વિશે ખોટું બોલ્યું, NIA સામે ભત્રીજા અલીશાહનો મોટો ખુલાસો

નવી દિલ્હી: ભાગેડુ અંડરવર્લ્ડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમના (Dawood Ibrahim) સમાચાર અવારનવાર આવતા રહે છે દાઉદ ઈબ્રાહિમ લોકોમાં હજુ પણ ચર્ચાનો વિષય બનીને રહે છે. ફરી એકવાર દાઉદના સમાચાર આવ્યા છે. જેમાં માહિતી મળી છે કે તેણે છૂટાછેડા લીધા હતા તે ખોટું બોલ્યો હતો. કેમકે તેની પહેલી પત્ની હસીના પારકરના પુત્ર અને દાઉદ ઈબ્રાહિમના ભત્રીજા અલીશાહ પારકરે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને જણાવ્યું હતું કે, એક પાકિસ્તાની પઠાણ મહિલા સાથે લગ્ન કર્યા હતા. અલીશાહ પારકરે ગુપ્તચર એજન્સીને જણાવ્યું કે દાઉદની પહેલી પત્ની માઈઝાબીન વોટ્સએપ કોલ દ્વારા લોકોના સંપર્કમાં રહે છે.

કોણ છે દાઉદ ઈબ્રાહિમ: દાઉદ ઈબ્રાહિમ મુંબઈ પોલીસના પોલીસ કોન્સ્ટેબલનો પુત્ર હતો. તેમના પિતાની વાત કરવામાં આવે તો તે દાઉદ ઈબ્રાહિમથી બહું જ અલગ જોવા મળતા હતા કેમકે તે ઈમાનદાર હતા.અને દાઉદ અંડરવર્લ્ડમાં સૌથી મોટો ખતરનાક અને શક્તિશાળી.કહી શકાય કે તે જે વિસ્તારથી આવતો હતો એટલે કે મુંબઈના ડોંગરી વિસ્તારમાં તેના કારણે તેણે આ ગેંગ વોર શરૂઆત કરી હોઇ શકે. જો તે આ વિસ્તારમાં ના રહેતો હોત તો દાઉદ કદાચ આંતકની દુનિયામાં ન હોત. ડોંગરીમાં તે હાજી મસ્તાનની ગેંગના સભ્યો સાથે સંપર્કમાં આવ્યો અને તેની ગેંગ વોર શરૂ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો અન્ડરવર્લ્ડ ડોન દાઉદની સંપત્તિની હરાજી, દિલ્હીના 2 વકીલોને મળી 6 સંપત્તિ

પાકિસ્તાનના કરાચીમાં: NIA દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ મુજબ, એજન્સીએ કહ્યું કે અલીશાહે તેના નિવેદનમાં ગેંગસ્ટરના ફેમિલી ટ્રીની વિગતવાર માહિતી આપી હતી જેમાં તેણે દાવો કર્યો હતો કે ગેંગસ્ટરે પોતાને પાકિસ્તાનના કરાચીમાં અન્ય સ્થળે સ્થળાંતર કર્યું હતું. દાઉદના ચાર ભાઈઓ અને ચાર બહેનો છે "અને તેણે એક પાકિસ્તાની પઠાણ મહિલા સાથે ફરીથી લગ્ન કર્યા." તેણે કરાચીમાં પોતાનું સ્થાન પણ બદલી નાખ્યું છે અને હવે તે કરાચીમાં અબુલ્લા ગાઝી બાબા દરગાહની પાછળ સ્થિત રહીમ ફકી નજીકના વિસ્તારમાં રહે છે. એમ તેણે એજન્સીને જણાવ્યું હતું.

આ પણ વાંચો Money Laundering Case Against Dawood: મુંબઈમાં ડી કંપની સાથે જોડાયેલા અંડરવર્લ્ડના ઠેકાણાઓ પર EDની કાર્યવાહી

ટીમ બનાવી: NIAને જે પ્રમાણે માહિતી આપી છે તેમ દાઉદ ઈબ્રાહિમ દેશના મોટા નેતાઓ અને બિઝનેસમેન પર હુમલો કરવાની મોટી યોજનાઓ ધડી રહ્યો છે અને તેના માટે ખાસ ટીમ બનાવી રહ્યો છે. મહત્વની વાત એ છે કે આ ખાસ ટીમ ઘણા દેશની સાથે ધણા શહેરોમાં નુકશાન પહોંચાડી શકે છે.અલીશાહ પારકરે જણાવ્યું હતું કે દાઉદ અને મહજબીનના ચાર બાળકો છે. મારુખ,મેહરીન, મઝિયા એમ ત્રણ પુત્રીઓ છે. જેમાંથી એકના લગ્ન થઇ ગયા છે. વધુમાં તેણે જણાવ્યું કે મબજબીન મારી પત્ની સાથે વોટ્સએપ કોલ દ્વારા વાત કરે છે, જ્યારે દાઉદ કોઈના સંપર્કમાં નથી.

Last Updated :Jan 18, 2023, 7:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.