ETV Bharat / bharat

Cylinder blast in Motihari: મોતિહારીમાં રાંધણ ગેસનો બાટલો ફાટ્યો, બાળકો સહિત 25 લોકો દાઝ્યા, ઘણાની હાલત ગંભીર

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 10, 2023, 6:51 AM IST

મોતિહારીમાં સિલિન્ડર બ્લાસ્ટમાં 25 લોકો દાઝ્યા
મોતિહારીમાં સિલિન્ડર બ્લાસ્ટમાં 25 લોકો દાઝ્યા

બિહારના મોતિહારીમાં સિલિન્ડર બ્લાસ્ટને કારણે ઘરમાં આગ ફાટી નીકળી હતી, આ આગની ઘટનામાં બાળકો, વડિલો અને મહિલાઓ સહિત 25 લોકો દાઝી ગયા હોવાનું સામે આવ્યું છે. તેમાંથી પણ ઘણાની હાલત ગંભીર જણાવાઈ રહી છે. ઘણા ઘાયલોને બેતિયા જીએમસીએચમાં સારવાર આપવામાં આવી રહી છે.

બેતિયાઃ બિહારના મોતિહારીમાં રાંધણ ગેસની બોટલ ફાટવાના કારણે પ્રચંડ આગ લાગી હતી, જેના કારણે ઘરમાં આગ લાગી હતી. આ આગની ઘટનામાં બાળકો સહિત 25 લોકો દાઝી ગયાં હતા. રસોઈ બનાવતી વખતે સિલિન્ડર લીક થયું હતું. જેના કારણે આગ ફાટી નીકળી હતી અને થોડી જ વારમાં 25થી વધુ લોકો આગની ઝપેટમાં આવી ગયા હતા. બે લોકો જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ લડી રહ્યા છે. ઘાયલોમાં બાળકો, વૃદ્ધો અને મહિલાઓનો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક બેતિયા જીએમસીએચમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

મોતિહારીમાં રાંધણ ગેસનો બાટલો ફાટ્યો
મોતિહારીમાં રાંધણ ગેસનો બાટલો ફાટ્યો

મોતિહારીમાં સિલિન્ડર બ્લાસ્ટઃ આ ઘટના રામગઢવાના પલનવા વિસ્તારના પખનાહિયા ગામમાં બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડર લીક થવા લાગ્યું અને થોડી જ વારમાં આગ લાગી ગઈ. આ પછી પરિવારજનોએ ઉતાવળમાં ગેસ સિલિન્ડર બહાર કાઢ્યો હતો, ત્યારે અચાનક જોરદાર વિસ્ફોટ થયો અને આગ સંપૂર્ણ રીતે ફેલાઈ ગઈ. આગમાં 15 જેટલા લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.

મોતિહારીમાં રાંધણ ગેસનો બાટલો ફાટ્યો
મોતિહારીમાં રાંધણ ગેસનો બાટલો ફાટ્યો

આગમાં 15 લોકો દાઝ્યા: ઘટનાને પગલે સ્થાનિક વડા અને ગ્રામજનોની મદદથી તમામને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા. જેમાં 9 ઈજાગ્રસ્તોને બેતિયા જીએમસીએચમાં લાવવામાં આવ્યા હતા અને 6 લોકોને વીરગંજની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તમામ ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે, જેમાંથી બે લોકો જીવન અને મૃત્યું વચ્ચેની લડાઈ લડી રહ્યા છે. ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો જેની જ્વાળાઓ એટલી ભયાનક હતી કે જેના કારણે આ ગંભીર ઘટના સર્જાઈ હતી. જીએમસીએચના વ્યવસ્થાપક શાહનવાઝનું કહેવું છે કે, દરેક લોકોને સારી સારવાર આપવામાં આવી રહી છે.

"ઘરમાં રસોઇ બનાવતી વખતે સિલિન્ડર બ્લાસ્ટ થતાં 15 લોકો ઘાયલ થયા છે., 9 ઈજાગ્રસ્તોને જીએમસીએચમાં લાવવામાં આવ્યા છે અને 6 લોકોને વીરગંજની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા." જેમાં બેની હાલત ગંભીર છે" -ધીરજ કુમાર, અગ્રણી, પાકનહિયા પંચાયત

  1. Human Elephant Conflict : આસામના એક NGO એ માનવ-હાથીના સંઘર્ષને સામાન્ય ઘાસથી સમેટ્યો, જાણો સમગ્ર મામલો
  2. કતારમાં આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓને મૃત્યુદંડની સજા સામે અપીલ દાખલ- વિદેશ મંત્રાલય
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.