ETV Bharat / bharat

Uttar Pradesh Crime News : પ્રેમિકાની પ્રેમીએ કરી હત્યા, જાણો મૃતદેહને આવી રીતે ઠેકાણે પાડ્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 27, 2023, 12:29 PM IST

અલીગઢમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો છે. પ્રેમિકાના અન્ય ઠેકાણે લગ્ન નક્કી થતાં જ પ્રેમીએ હત્યા કરી દીધી. વાંચો સમગ્ર ઘટનાક્રમ...

પ્રેમિકાના બીજે લગ્ન નક્કી થતાં પ્રેમીએ કરી હત્યા
પ્રેમિકાના બીજે લગ્ન નક્કી થતાં પ્રેમીએ કરી હત્યા

અલીગઢઃ ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક પ્રેમીએ પ્રેમિકાની કરપીણ હત્યા કરી દીધી છે. ક્વાર્સી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેમિકાના લગ્ન બીજે ઠેકાણે નક્કી થતા પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી દીધી. પ્રેમિકાના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ હત્યારા પ્રેમીની ધરપકડ પણ કરી લીધી છે.

સમગ્ર ઘટનાક્રમઃ ક્વાર્સી પોલીસ સ્ટેશનના બરહેતી વિસ્તારની 24 વર્ષીય શીનુ નામક યુવતિ અને સંજીવકુમાર ઉર્ફ રાજા નામક યુવક વચ્ચે પ્રેમસંબંધ હતો. ગુરુવારે શીનુ પોતાના ખેતરે કામ કરવા ગઈ હતી. લાંબા સમય બાદ પણ શીનુ ઘરે પરત ન ફરતા પરિવારે શોધખોળ આદરી હતી. લાંબી શોધખોળના અંતે શીનુ ગામના એક બીજા ઘરના પુળાના ઢગલા નીચે દબાયેલી મળી હતી. પરિવારે તાત્કાલિક તેણીને હોસ્પિટલ પહોંચાડી હતી. ફરજ પર હાજર તબીબે પ્રેમિકાને મૃત ઘોષિત કરી હતી. ખબર મળતા પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. શીનુના ભાઈ મનોજે શીનુની હત્યાનો આરોપ તેના પ્રેમી પર લગાડ્યો હતો.

પોલીસે પ્રેમીની કરી ધરપકડઃ પોલીસે મનોજની ફરિયાદ નોંધી શીનુના પ્રેમી સંજીવકુમાર ઉર્ફે રાજાની ધરપકડ કરી છે. શીનુના લગ્ન બીજે ઠેકાણે નક્કી થતા જ પ્રેમી રાજા ગુસ્સે થયો હતો. તેણે શીનુ સાથે આ બાબતે ઝઘડો કર્યો હતો. ઝઘડા બાદ સંજીવકુમારે શીનુને રાજવીરના ઘર પાછળ મળવા બોલાવી હતી. જેવી શીનુ આવી કે પ્રેમીએ તેણીનું ગળુ દબાવીને હત્યા કરી દીધી. હત્યા બાદ શીનુની લાશને ઘર પાછળના પુળા નીચે સંતાડી દીધી હતી.

ક્વાર્સી પોલીસ સ્ટેશનમાં એક ભાઈએ પોતાની બહેનની હત્યા તેના પ્રેમી દ્વારા થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મૃતકના પ્રેમી ધરપકડ કરી લીધી છે. હત્યારાને કોર્ટમાં રજૂ કરવા આવ્યો છે. હત્યારા વિરુદ્ધ આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે...મૃગાંક શેખર પાઠક(એસપી, અલીગઢ સિટી)

  1. ઉત્તરપ્રદેશ: કૌટુંબિક વિવાદમાં મુઝફ્ફરનગરમાં યુવકની હત્યા
  2. ઈટાવામાં લોહીના સંબંધ લજવાયા, બહેને જ કરી ભાઈ હત્યા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.