ધર્મ પરિવર્તનનું ભૂત ફરી ધૂણ્યું, ઉત્તર પ્રદેશમાં 10ની ધરપકડ કરાઈ

ધર્મ પરિવર્તનનું ભૂત ફરી ધૂણ્યું, ઉત્તર પ્રદેશમાં 10ની ધરપકડ કરાઈ
ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં મોટા પાયે ધર્મ પરિવર્તન કરાવતી ગેંગ ઝડપાઈ છે. આ ગેંગ દ્વારા ભોળા નાગરિકોને લાલચ આપી ખ્રીસ્તી ધર્મ અંગીકાર કરાવવામાં આવતો હતો. આ મામેલ 10 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. Religious Conversion Gang Assam Tripura Kasganj Uttar Pradesh 10 Arrested
કાસગંજઃ ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં અસમ અને ત્રિપુરાની ગેંગ ભલા ભોળા નાગરિકોનું ધર્મ પરિવર્તન કરતા ઝડપાઈ ગઈ છે. નોકરી તેમજ નાણાંની લાલચ આપીને ખ્રીસ્તી ધર્મનો અંગીકાર કરવવામાં આવતો હતો. આ ગેંગ પ્લાનિંગ સાથે નાગરિકોને ટારગેટ કરતી હતી. તેમનો એક જ ઉદ્દેશ્ય હતો કે વધુમાં વધુ નાગરિકોને ખ્રીસ્તી ધર્મ સાથે સાંકળવામાં આવે. એક સાવચેત નાગરિકની સાવચેતીને લીધે પોલીસ ધર્મ પરિવર્તન કરાવતી ગેંગના 10 સભ્યોને ઝડપી લેવામાં સફળ રહી હતી. ઝડપાયેલા આરોપીઓમાં રાજસ્થાન અને હરિયાણાના આરોપીઓ પણ સામેલ છે. ગેંગ વિષયક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.
ષડયંત્રનો પર્દાફાશઃ પટિયાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બિજૌરા નગલા બંજારન ગામ છે. આ ગામમાં એક ગેંગ નોકરી અને નાણાંની લાલચ આપી અનેક લોકોનું ધર્મ પરિવર્તન કરાવતી હતી. આ ગેંગમાં ઉત્તર પ્રદેશ ઉપરાંત અસમ, ત્રિપુરા, રાજસ્થાન અને હરિયાણાના લોકો સામેલ હતા. મંગળવાર સવારે ગામમાં રહેતા પ્રમોદને જાણકારી મળી કે તેના ગામના રહેવાસી સોનપાલના પુત્ર અશોકના ઘરે ધર્મ પરિવર્તન સંબંધી વિધિ ચાલી રહી છે. પ્રમોદે તે ઘરની પાસે પહોંચ્યો અને શાંતિથી બધી વાતો સાંભળી.
પ્રમોદનું અવલોકનઃ પ્રમોદને ઘરમાંથી દેવી-દેવતા સંદર્ભે અભદ્ર ભાષામાં ટિપ્પણી સાંભળવા મળી તેમજ ખ્રીસ્તી ધર્મ વિષયક સારી વાતો સાંભળવા મળી. જે લોકો ખ્રીસ્તી ધર્મ અપનાવશે તેમને ખ્રીસ્તી શાળામાં નોકરી અને 50 રુપિયાની પણ ઓફર કરવામાં આવતી હતી. ખ્રીસ્તી ધર્મમાં જેટલું સન્માન એક વ્યક્તિને મળે છે તેટલું કોઈ ધર્મમાં મળતું નથી. પ્રમોદને ધર્મ પરિવર્તનનો ખ્યાલ આવી જતા તેણે બુમાબુમ કરીને લોકોને એકત્ર કર્યા. પોતાનો વિરોધ દર્શાવ્યો. જેથી કેટલાક લોકો એક એક કરી આ ઘરની બહાર નીકળી ગયા.
પોલીસને જાણ કરીઃ પ્રમોદે પોલીસને જણાવ્યું કે, ધર્મ પરિવર્તન કરાવનાર એક વ્યક્તિએ મને પણ ઓફર કરી હતી. ઘરમાંથી દેવી દેવતાની મૂર્તિઓને તોડીને ફેંકી દેવા માટે કહ્યું હતું. મને મારા ધર્મમાં શું રાખ્યું છે તેમ પુછ્યું હતું. આરોપીઓએ અન્ય લોકો તરફ ઈશારો કરીને પ્રમોદને કહ્યું હતું કે આ લોકોનું પણ ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે. દરેકને 50 હજાર રુપિયા આપવામાં આવ્યા છે. જો તું ખ્રીસ્તી ધર્મ અપનાવીશ તો તારુ પણ જીવન બદલાઈ જશે. અમે દરેક સુવિધા પૂરી પાડીએ છીએ. જ્યારે મેં ના પાડી તો મને ગાળો બોલવા લાગ્યા. મેં બુમાબુમ કરી. એક આરોપીએ મારુ ગળુ રુમાલથી ઘોંટવાની કોશિશ કરી. જેથી હું બેભાન થઈ ગયો. થોડીવારમાં લોકો જમા થઈ ગયા અને પોલીસને ખબર કરી દેવામાં આવી.
10 આરોપીની ધરપકડઃ પટિયાલી પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકક્ટર ગોવિંદ વલ્લભ શર્માએ ઘટના સ્થળે જઈ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં કાસગંજના ગવધુ સિંહ,સુનિલ, અશોક, સૂરજ, અજય નાયક, અસમના હેમંત, ત્રિપુરાના પિજુસ મોલ્સમ, રાજસ્થાનના મહાવીર જાટવ, હરિયાણાના પ્રકાશ, યુપીના સંતોષની ધરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસે આ આરોપીઓની ધરપકડ કરીને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
