ETV Bharat / bharat

સુરેશ રૈનાએ VELS કોલેજ, ચેન્નાઈ માંથી મેળવી માનદ ડોક્ટરેટની પદવી

author img

By

Published : Aug 6, 2022, 7:54 PM IST

પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ ચેન્નાઈની વેલ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી(12th convocation ceremony of VELS Institute) માંથી માનદ ડોક્ટરેટની પદવી મેળવી(Suresh raina gets doctorate degree) છે. ટીમ ઈન્ડિયા તરફથી તેમને 13 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 18 ટેસ્ટ મેચ, 226 ODI અને 78 T20 મેચ રમી હતી.

સુરેશ રૈના
સુરેશ રૈના

તમિલનાડુ : પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાને ચેન્નાઈની વેલ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી (Suresh raina gets doctorate degree)છે. યુનિવર્સિટીએ શુક્રવારે (5 ઓગસ્ટ) કોલેજ કેમ્પસમાં આયોજિત વિશેષ દિક્ષાંત સમારોહ(12th convocation ceremony of VELS Institute) દરમિયાન ક્રિકેટરનું સન્માન કર્યું હતું. તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરી હતી. સમારોહમાં બાબા એટોમિક રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર પ્રોફેસર અજીતકુમાર મોહંતી, ફિલ્મ ડાયરેક્ટર શંકર, ક્રિકેટર સુરેશ રૈના, રેડિસન બ્લુ ગ્રુપના ચેરમેન વિક્રમ અગ્રવાલનું સન્માન કરવામાં આવ્યું હતું.

રૈનાને મળી નવી ઉપાધી - આ શૈક્ષણિક વર્ષમાં 68 ગોલ્ડ મેડલ, 48 સિલ્વર મેડલ અને 43 બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ 148 વિદ્યાર્થીઓને ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ આર.એન. રવિએ કહ્યું કે, સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા અને શિક્ષકોને અભિનંદન આપ્યા હતા. મીડિયા સાથે વાત કરતા સુરેશ રૈનાએ કહ્યું કે, ચેસ ઓલિમ્પિયાડમાં ભાગ લેનાર તમામને મારી શુભેચ્છાઓ છે. હું ચેન્નાઈ આવીને હંમેશા ખુશ છું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.