ETV Bharat / bharat

દેશમાં કોરોના XBB 1.5 વેરિઅન્ટની અસર નહિ્વત પણ સાવધાની એ જ સાવચેતી

author img

By

Published : Jan 2, 2023, 9:09 AM IST

ચીન-જાપાનમાં ઓમિક્રોનના BF.7 વેરિઅન્ટને કારણે બગડતી પરિસ્થિતિ વચ્ચે ઓમિક્રોનનું નવું સબ-વેરિઅન્ટ યુએસમાં તબાહી મચાવી રહ્યું છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (Centers for Disease Control and Prevention) દ્વારા શુક્રવારે પ્રકાશિત કરવામાં આવેલા ડેટા અનુસાર, Omicron ના XBB.1.5 વેરિઅન્ટે યુએસમાં મુશ્કેલીમાં વધારો કર્યો છે. આ ઉપરાંત ભારતમાં પણ XBB.1.5 વેરિઅન્ટના ચેપના પ્રથમ કેસની પણ પુષ્ટિ (corona XBB 1 dote 5 Variant found in India) થઈ છે.

ભારતમાં કોરોના XBB 1.5 વેરિઅન્ટની અસર નહિ્વત
ભારતમાં કોરોના XBB 1.5 વેરિઅન્ટની અસર નહિ્વત

નવી દિલ્હી: આ સમયે અમેરિકામાં 40 ટકાથી વધુ કોરોના કેસોનું મુખ્ય કારણ આ સબ-વેરિઅન્ટ હોવાનું માનવામાં આવે છે. ગયા સપ્તાહની તુલનામાં, આ પ્રકારને કારણે ચેપના કેસમાં બે ગણો વધારો થયો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ઓમિક્રોનના અત્યાર સુધીના તમામ પેટા વેરિઅન્ટ્સ કરતાં આ વધુ સમસ્યારૂપ હોઈ શકે છે. દરમિયાન, ભારતમાં XBB.1.5 વેરિઅન્ટના (corona XBB 1 dote 5 Variant found in India) ચેપના પ્રથમ કેસની પણ પુષ્ટિ થઈ છે. ભારતીય SARS-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) ના અહેવાલ મુજબ, ગુજરાતમાં આ નવા પ્રકારનો પ્રથમ કેસ નોંધાયો છે. જે રીતે ન્યૂયોર્કમાં આના કારણે સ્થિતિ બગડતી જોવા મળી રહી છે, આવા જોખમને ધ્યાનમાં રાખીને ભારતે પણ ખાસ તકેદારી રાખવાની જરૂર છે.

શું છે XBB.1.5 વેરિઅન્ટ: યુએસના કેટલાક ભાગોમાં, ખાસ કરીને ન્યુયોર્કમાં XBB.1.5 વેરિઅન્ટના (corona XBB 1 dote 5 Variant) ચેપને કારણે પરિસ્થિતિ વધુ વણસી હોવાના અહેવાલો છે. વૈજ્ઞાનિકોએ પ્રારંભિક અભ્યાસમાં શોધી કાઢ્યું છે કે તે XBB સબ-વેરિઅન્ટમાં નવા મ્યુટેશનથી ઉદ્ભવ્યું છે, જેની પ્રકૃતિ ઘણા કિસ્સાઓમાં ચિંતાજનક છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના વાઈરોલોજિસ્ટ એન્ડ્રુ પેકોઝ સમજાવે છે કે XBB.1.5 તેના પરિવારના અન્ય સભ્યોથી અલગ છે કારણ કે તેમાં વધારાનું પરિવર્તન છે જે તેને કોષો સાથે વધુ સારી રીતે જોડવામાં મદદ કરી શકે છે. આવી સ્થિતિમાં તે વધુ ચેપી હોવાની સાથે શરીરમાં ઝડપથી વધીને ગંભીર બીમારીઓ પણ વિકસાવી શકે છે. પેકિંગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક યુનલોંગ રિચાર્ડ કાઓએ કહ્યું કે તે રસી દ્વારા બનાવવામાં આવેલી રોગપ્રતિકારક શક્તિને છીનવી લેવામાં સફળ થઈ શકે છે, તેથી નવા પ્રકારને ગંભીરતાથી લેવાની જરૂર છે.

આનાથી ભારતને શું ખતરો છે?: કોવિડ અહેવાલો અનુસાર, ગુજરાતમાં એક કેસ સિવાય, હાલમાં દેશના અન્ય કોઈપણ ભાગમાંથી આ નવા સબ-વેરિઅન્ટની કોઈ પુષ્ટિ નથી. મહારાષ્ટ્રમાં કોરોના કેસોની દેખરેખ રાખતા અધિકારીઓનું કહેવું છે કે અહીં XBB સબ-વેરિઅન્ટના 275 થી વધુ કેસ નોંધાયા છે, જોકે આ નવા સબ-વેરિઅન્ટની પુષ્ટિ થવાની બાકી છે. અમેરિકામાં સંક્રમણને કારણે જે રીતે સ્થિતિ બગડી છે, ભારતે પણ આ ખતરાને લઈને સાવચેત રહેવાની જરૂર છે.

શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ: હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, ભારતમાં તેની અસર (effect of corona XBB 1 dote 5 Variant in India) વધારે ન હોવી જોઈએ કારણ કે, અહીંના લોકો એક જ પરિવારના XBB વેરિઅન્ટથી સંક્રમિત થયા બાદ સાજા થઈ ગયા છે અને અહીંના મોટાભાગના લોકોએ પ્રાથમિક અને બૂસ્ટર ડોઝ પણ લીધા છે. જો કે, તેના સ્વભાવને જોતા, કોવિડથી નિવારણ અંગે કડક બનવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચીન, જાપાન, હોંગકોંગ અને સાઉથ કોરિયા જેવા દેશોમાં કોવિડના કેસોમાં વધારો થવાને કારણે નજીવી રાહત આપતા, નવી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના ફિઝિશિયન ડૉ. એમ વાલી, રવિવારે જણાવ્યું હતું કે, XBB.1.5નું નવું કોવિડ વેરિઅન્ટ છે. ભારતમાં વાયરલ નથી કારણ કે, 90 ટકા પાત્ર વસ્તીને રસી આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.