ETV Bharat / bharat

દેશમાં એક દિવસમાં એક કરોડથી વધુ લોકોનું રસીકરણ, PM મોદીએ અભિનંદન પાઠવ્યા

author img

By

Published : Aug 28, 2021, 7:16 AM IST

Updated : Aug 28, 2021, 7:23 AM IST

એક દિવસમાં એક કરોડથી વધુ રસીકરણ થવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી હતી અને દરેકને રસીકરણ કરાવવા બદલ અભિનંદન આપ્યા છે.

એક દિવશમાં દેશમાં એક કરોડથી વધુ લોકોનું રસીકરણ, PM મોદીએ અભિનંદન પાઠવ્યા
એક દિવશમાં દેશમાં એક કરોડથી વધુ લોકોનું રસીકરણ, PM મોદીએ અભિનંદન પાઠવ્યા

  • દેશમાં કોરોના સામેની જંગ
  • સરકારે અનેક રસી ઉત્પાદકોને મંજૂરી આપી
  • અસરકારક હથિયાર ગણાતી રસીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી

નવી દિલ્હી: દેશમાં કોરોના સામેનું યુદ્ધ વધી રહ્યું છે. એક તરફ, જ્યારે સરકારે અનેક રસી ઉત્પાદકોને મંજૂરી આપીને, કોરોના સામે સૌથી અસરકારક હથિયાર ગણાતી રસીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી છે, ત્યારે બીજી તરફ રસીકરણ ઝડપી કરવામાં આવી રહ્યું છે. જ્યારે શુક્રવારના રોજ કોરોના રસીના એક કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે ખુશી વ્યક્ત કરી

કોરોના રસીના એક કરોડથી વધુ ડોઝ આપવામાં આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ટ્વિટ કરીને અને રસી લેનાર દરેકને અભિનંદન પાઠવ્યા હતા.

એક દિવશમાં દેશમાં એક કરોડથી વધુ લોકોનું રસીકરણ, PM મોદીએ અભિનંદન પાઠવ્યા
એક દિવશમાં દેશમાં એક કરોડથી વધુ લોકોનું રસીકરણ, PM મોદીએ અભિનંદન પાઠવ્યા

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારના રોજ જણાવ્યું હતુ. કે, કોવિડ વિરોધી રસીના 4.05 કરોડથી વધુ ડોઝ હજુ પણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉપલબ્ધ છે. ત્યારે મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અત્યાર સુધી રસીના 58.86 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે અને તેમને 17.64 લાખથી વધુ ડોઝ આપવામાં આવી રહ્યા છે.

એક દિવશમાં દેશમાં એક કરોડથી વધુ લોકોનું રસીકરણ, PM મોદીએ અભિનંદન પાઠવ્યા
એક દિવશમાં દેશમાં એક કરોડથી વધુ લોકોનું રસીકરણ, PM મોદીએ અભિનંદન પાઠવ્યા

વધત વેક્સિનેશનને લઇને ગૃહપ્રધાન અમિત શાહે પણ ટ્વિટ કરીને જણાવ્યું કે, આ આંકડો નવા ભારતની સંભાવનાનું પ્રતિબિંબ છે.

  • 1 crore vaccines in 1 day! This figure is a reflection of strong will & immense potential of new India. New India under PM Modi's leadership has shown the world how a country can set an example in successfully fighting COVID with a visionary & diligent leadership:HM Amit Shah pic.twitter.com/LwNhEUWYOi

    — ANI (@ANI) August 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
Last Updated : Aug 28, 2021, 7:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.