ETV Bharat / bharat

જિગ્નેશ મેવાણી એક દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં, આજે જામીન પર સુનાવણીની શક્યતા

author img

By

Published : Apr 25, 2022, 9:27 AM IST

કોર્ટે જિગ્નેશ મેવાણીને એક દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા, આજે જામીન પર સુનાવણીની શક્યતા
કોર્ટે જિગ્નેશ મેવાણીને એક દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા, આજે જામીન પર સુનાવણીની શક્યતા

પીએમ મોદી વિરુદ્ધ કથિત રીતે ટ્વિટ કરવા બદલ ધરપકડ કરાયેલા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને કોકરાઝારની (Assam Police Arrested Jignesh Mevani) કોર્ટે એક દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી (court sends mevani to one day judicial custody) આપ્યો છે. તેમના જામીન પર આજે (સોમવારે) (Jignesh Mevani Assam Case) સુનાવણી થવાની શક્યતા છે.

કોકરાઝાર: પીએમ મોદી વિરુદ્ધ કથિત ટ્વિટ કરવા બદલ આસામ પોલીસ દ્વારા ધરપકડ (Assam Police Arrested Jignesh Mevani) ) કરાયેલા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને કોર્ટે એક દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. રવિવારે, આસામ પોલીસે જિગ્નેશ મેવાણીને કોકરાઝારની કોર્ટમાં રજૂ (court sends mevani to one day judicial custody) કર્યા અને કેસની સુનાવણી દરમિયાન, જિગ્નેશને એક દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો. તેમજ કોર્ટે કહ્યું કે, તેની જામીન અરજી સહિતની આગળની કાર્યવાહી સોમવારે (Jignesh Mevani Assam Case) હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: Jignesh Mevani Assam Case :આસામ પોલીસે જીગ્નેશ મેવાણીની ધરપકડ કરી જાણો અતથી ઇતિ સુધી

ત્રણ દિવસની પોલીસ કસ્ટડી: કોકરાઝારના અધિક પોલીસ અધિક્ષક સુરજીત સિંહ પાનેસરે અહીં પત્રકારોને જણાવ્યું કે, મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ (CJM) કોર્ટે તેને એક દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. જિગ્નેશ મેવાણીની ત્રણ દિવસની પોલીસ કસ્ટડી રવિવારે પૂરી થઈ હતી, જેના પગલે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. મોડી સાંજે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને લગભગ 9.30 વાગ્યા સુધી બે કલાકથી વધુ સમય સુધી સુનાવણી ચાલી હતી. ધારાસભ્ય મેવાણીને સોમવારે સવારે ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેમની જામીન અરજી સહિતની વધુ સુનાવણી હાથ ધરાશે. મેવાણી, તેના ગળામાં આસામી ગમછામાં લપેટીને સીજેએમના નિવાસસ્થાનથી કોકરાઝાર જેલમાં લઈ જવામાં આવ્યા હતા. કોંગ્રેસે અહીં મેવાણીના સમર્થનમાં વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યા હતા.

મેવાણીને મુક્ત કરવાની માગ: આસામ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ભૂપેન બોરા અને ધારાસભ્યો દિગંત બર્મન અને એસકે રશીદે અહીં પાર્ટી કાર્યાલયથી કોકરાઝાર પોલીસ સ્ટેશન સુધી મૌન સરઘસ કાઢ્યું. કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓ મેવાણીને મુક્ત કરવાની માંગ સાથે દરરોજ વિરોધ કરી રહ્યા છે. રાજ્યના એકમાત્ર અપક્ષ ધારાસભ્ય, AIUDF અને CPI(M) સહિતના અન્ય વિરોધ પક્ષો સાથે, પોલીસ રિમાન્ડ પર હતા ત્યારે પણ મેવાણીને મળ્યા હતા અને તેમને તેમના સમર્થનનું વચન આપ્યું હતું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે આસામ પોલીસ દ્વારા જિગ્નેશ મેવાણીની ધરપકડને અલોકતાંત્રિક અને ગેરબંધારણીય ગણાવી હતી.

આ પણ વાંચો: જીગ્નેશ મેવાણી ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં, આસામ પોલીસે કરી હતી ધરપકડ

વડાપ્રધાન પર કથિત ટ્વિટ: કોંગ્રેસ સમર્થિત અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની બુધવારે રાત્રે સર્કિટ હાઉસ ખાતેથી વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધાયા બાદ ધરપકડ કરવામાં (Jignesh Mevani Tweet) આવી હતી. વડાપ્રધાનના કથિત ટ્વિટને લઈને કોકરાઝાર પોલીસ સ્ટેશનમાં IPC અને IT એક્ટની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ મુજબ તેણે કથિત રીતે એક ટ્વિટ પોસ્ટ કર્યું હતું જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી "ગોડસેને ભગવાન માને છે". જિગ્નેશ મેવાણીને ગુરુવારે વહેલી સવારે ગુજરાતથી ગુવાહાટી અને પછી રોડ માર્ગે કોકરાઝાર લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેણીને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. તે દરમિયાન તેને કોકરાઝાર પોલીસ સ્ટેશનમાં જ રાખવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.