ETV Bharat / bharat

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ 45 લાખ રૂપિયાનું વળતર ભક્તને આપશે, જાણો કેમ

author img

By

Published : Sep 4, 2022, 5:47 PM IST

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ 45 લાખ રૂપિયાનું વળતર ભક્તને આપશે, જાણો કેમ
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ 45 લાખ રૂપિયાનું વળતર ભક્તને આપશે, જાણો કેમ

તમિલનાડુમાં કોર્ટે તિરુમાલા દેવસ્થાનમ સામે કેસ નોંધાયેલો હતો. આ કેસમાં બોર્ડને 45 લાખ રૂપિયાનું વળતર એક ભક્તને ચૂકવવાનો આદેશ આપ્યો છે. Court Ordered Tirumala Tirupati Devasthanam, compensation of Rs 45 lakh, Tirumala Tirupati Devasthanam

ચેન્નાઈ: સાલેમ કન્ઝ્યુમર કોર્ટે (Salem Consumer Court) તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ સામે નોંધાયેલા કેસમાં ભક્તને 45 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ (Court Ordered Tirumala Tirupati Devasthanam) આપ્યો છે. તમિલનાડુના સાલેમ જિલ્લાના અલાગાપુરમના વતની હરિભાસ્કરે 27 જૂન, 2006ના રોજ તિરુમાલા શ્રી વેંકટેશ્વર સ્વામી દેવસ્થાનમમાં બે લોકોના નામે 'મેલચટ વસ્ત્રરામ' સેવામાં હાજરી આપવા માટે રૂપિયા 12,250ની ઓનલાઈન ચુકવણી કરી હતી.

કોર્ટે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ સામે નોંધાવ્યો કેસ : સેવામાં ભાગ લેવાની પરવાનગી 10 જુલાઈ 2020ના રોજ મળી હતી. આ સેવા 2020 માં કોરોનાને કારણે પ્રતિબંધિત કરવામાં આવી હતી. તેના બદલે, TTD (Tirumala Tirupati Devasthanam) અધિકારીઓએ વિરામ દર્શનની તક પૂરી પાડી હતી. હરિભાસ્કરે કહ્યું કે, તે માત્ર 'મેલચટ વસ્ત્રરામ'ની સેવામાં ભાગ લેશે, પરંતુ ટીટીડીએ ના પાડી છે. જેથી તેણે કોર્ટનો સંપર્ક કર્યો હતો.

વળતર તરીકે રૂપિયા 45 લાખ ચૂકવવા કર્યો આદેશ : કોર્ટે આ મામલાની સુનાવણી કરી અને ગયા મહિનાની 18મી તારીખે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે આદેશ આપ્યો હતો કે, અરજદારને એક વર્ષની અંદર 'મેલચટ વસ્ત્રામ'ની સેવામાં હાજર રહેવાની તક આપવામાં આવે, જો તે નિષ્ફળ જાય તો તેણે રૂપિયાની ચુકવણી કરવી પડશે. સેવામાં ઉણપના વળતર તરીકે રૂપિયા 45 લાખ ચૂકવવા આદેશ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.