ETV Bharat / bharat

કોવિડનું નવું વેરિયન્ટ C.1.2 વધારે સંક્રામક, વેક્સિન પર પણ ભારે પડી શકે છે: સ્ટડી

author img

By

Published : Aug 31, 2021, 4:08 PM IST

દક્ષિણ આફ્રિકા અને બીજા અન્ય દેશોમાં કોરોના વાયરસનું એક નવું સ્વરૂપ મળ્યું છે જે વધારે ચેપી બની શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ વેરિયન્ટ કોવિડ વેક્સિનથી મળનારી સુરક્ષાને પણ થાપ આપી શકે છે.

C.1.2 વેરિયન્ટ ચીન, કોંગો, મૉરિશિયસ, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, પોર્ટુગલ અને સ્વિટઝર્લેન્ડમાં મળી ચૂક્યું છે
C.1.2 વેરિયન્ટ ચીન, કોંગો, મૉરિશિયસ, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, પોર્ટુગલ અને સ્વિટઝર્લેન્ડમાં મળી ચૂક્યું છે

  • દક્ષિણ આફ્રિકા સહિતના દેશોમાં મળ્યું કોરોનાનું નવું વેરિયન્ટ
  • વેક્સિન પર પણ ભારે પડી શકે છે કોવિડનું નવુ સ્વરૂપ
  • સી.1.2 વધારે મ્યુટેડ થયેલું વેરિયન્ટ, ઇન્ટરેસ્ટની શ્રેણીમાં રાખવામાં આવ્યું

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકા સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્યુનિકેબલ ડિસીઝ તેમજ ક્વાજુલુ નેટલ રિસર્ચ ઇનોવેશન એન્ડ સીક્વન્સિંગ પ્લેટફોર્મના વૈજ્ઞાનિકોએ કહ્યું કે, કોરોના વાયરસના નવા સ્વરૂપ સી.1.2ની સૌથી પહેલા દેશમાં આ વર્ષે જાણ થઈ હતી.

સી.1.2.ને ઇન્ટરેસ્ટની કેટેગરીમાં રાખવામાં આવ્યો છે

તેમણે કહ્યું કે, ત્યારથી ગત 13 ઑગષ્ટ સુધી આ વેરિયન્ટ ચીન, કોંગો, મૉરિશિયસ, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, પોર્ટુગલ અને સ્વિટઝર્લેન્ડમાં મળી ચૂક્યું છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, દક્ષિણ આફ્રિકામાં કોવિડ-19ની પહેલી લહેર દરમિયાન સામે આવેલા વાયરસના પેટા સ્વરૂપોમાંથી એક સી.1ની તુલનામાં સી.1.2 વધારે મ્યુટેડ થયો છે, જેને ઇન્ટરેસ્ટની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે.

કોવિડ રસીથી મળનારી સુરક્ષાને પણ તોડી શકે છે

તેમણે કહ્યું કે, સી.1.2માં અન્ય સ્વરૂપો-ચિંતાના પ્રકારો અથવા ઇન્ટરેસ્ટની તુલનામાં વધારે મ્યુટેંટ જોવા મળે છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે, સી.1.2 વધારે ચેપી થઈ શકે છે તથા આ કોવિડ રસીથી મળનારી સુરક્ષાને પણ થાપ આપી શકે છે.

વધુ વાંચો: કોરોનાની ત્રીજી લહેર પહોંચાડી રહી છે બાળકોને નુક્સાન

વધુ વાંચો: CORONA UPDATE: દેશમાં છેલ્લા 24 કલાકમાં 30,941 નવા કેસ, 350ના મોત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.