ETV Bharat / bharat

India Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 50,848 નવા કેસ નોંધાયા

author img

By

Published : Jun 23, 2021, 10:40 AM IST

ભારતમાં પણ કોરોનાની બીજી લહેરે (Second wave of corona) કહેર વતાવ્યો હતો પરંતુ હવે કેસમાં ઘટાડો આવતા થોડી રાહત થઇ છે, બીજી લહેરની અસર ધીરે-ધીરે ઓછી થતી જોવી મળી છે. જ્યારે નવા કેસમાં ઘટાડો આવ્યો છે. આજે કોરોના દેશમાં કોરોના વાઈરસના નવા 50,848 પોઝિટિવ કેસ નોંધાયા છે.

India Corona Update
India Corona Update

  • છેલ્લા 24 કલાકમાં કોરોનાના 50,848 કેસ નોંધાયા
  • છેલ્લા 24 કલાકમાં 1,358 નોંધાયા મૃત્યું
  • દેશમાં કુલ 6,43,194 એક્ટિવ કેસ

હૈદરાબાદઃ ભારતમાં કોરોનાના 50,848 નવા કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3,00,28,709 થઇ છે. જ્યારે 1,358 મૃત્યું બાદ કુલ કોરોના મૃતકોની સંખ્યા 3,90,660 પહોંચી છે. 68,817 નવા દર્દીઓને ડિસ્ચાર્જ કર્યા બાદ કુલ ડિસ્ચાર્જ(Discharge)ની સંખ્યા કુલ 2,89,94,855 થઇ છે. જ્યારે દેશમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 6,43,194 છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

54,24,374 લોકોને આપવામાં આવી કોરોના રસી

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસની 54,24,374 રસી આપવામાં આવી છે, ત્યારબાદ કુલ વેક્સિનેશનનો કુલ આંક 29,46,39,511 થયો છે. ભારતમાં 92 દિવસ બાદ કોરોના કેસમાં ઘટાડો કોરોનાનો રિકવરી રેટ વધીને 96.56 ટકા થયો છે અને દૈનિક પોઝિટિવિટી દર 2.67 ટાકા છે. ભારતમાં 22 જૂન મંગળવારે કોરોના વાઈરસ માટે 19, 01, 056 સેંપલ ટેસ્ટ કરવામાં આવ્યા. 22 જૂન સુધી કુલ 39,59,73,198 સેપલ લઈ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Gujarat Corona Update : છેલ્લા 24 કલાકમાં 135 પોઝિટિવ કેસ, 3 દર્દીના થયા મૃત્યુ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.