ETV Bharat / bharat

Corona Updates: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 10,929 નવા કેસ, 392 લોકોના મોત

author img

By

Published : Nov 6, 2021, 1:12 PM IST

Corona Updates: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 10,929 નવા કેસ, 392 લોકોના મોત
Corona Updates: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 10,929 નવા કેસ, 392 લોકોના મોત

ભારતમાં શનિવારે છેલ્લા 24 કલાકમાં કોવિડ-19(Covid-19)ના 10,929 નવા કેસ નોંધાયા છે. તેની દેશમાં કોવિડના કારણે 392 લોકોના મોત થયા છે.

  • ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 10,929 નવા કેસ
  • કોવિડ-19ના કારણે 392 લોકોના મોત
  • દેશમાં દૈનિક સંક્રમણ દર હાલ 1.35 ટકા છે

નવી દિલ્હી: ભારતમાં શનિવારે કોવિડ-19(Covid-19 on Saturday in India)ના 10,929 નવા કેસ નોંધાયા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 3,43,44,683 થઈ ગઈ છે. ત્યારે ચેપને કારણે વધુ 392 લોકોના મૃત્યુ પછી, મૃત્યુઆંક વધીને 4,60,265 થઈ ગયો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સવારે 8 વાગ્યે જારી કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર, દેશમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 1,46,950 થઈ ગઈ છે.

29 દિવસથી કોવિડ-19ના દૈનિક કેસ 20 હજારથી ઓછા

દેશમાં સતત છેલ્લા 29 દિવસથી કોવિડ-19ના દૈનિક કેસ 20 હજારથી ઓછા છે તેમજ 132 દિવસથી 50 હજારથી ઓછા રોજના નવા કેસ સામે આવી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 1,972નો ઘટાડો થયો છે ઉપરાંત સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા વધીને 1,46,950 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.43 ટકા છે. આ દર માર્ચ 2020 પછી સૌથી નીચો છે. દર્દીઓનો રાષ્ટ્રીય રિકવરી રેટ 98.23 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે.

સરકારી ડેટા અનુસાર, દૈનિક સંક્રમણ દર હાલ 1.35 ટકા છે, જે છેલ્લા 33 દિવસથી બે ટકાથી નીચે છે. જ્યારે, સાપ્તાહિક સંક્રમણ દર 1.27 ટકા છે, જે છેલ્લા 43 દિવસથી બે ટકાથી નીચે રહ્યો છે.

દેશમાં આ વર્ષે 23 જૂને કોરોનાના કેસ ત્રણ કરોડને પાર

ગયા વર્ષે 7 ઓગસ્ટે દેશમાં સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ તેમજ 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધુ થઈ હતી. જ્યારે સંક્રમણના કુલ કેસ 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ, 11 ઓક્ટોબરના રોજ 70 લાખ, 29 ઓક્ટોબરના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને વટાવી ગયા હતા. દેશમાં 19 ડિસેમ્બરે કોરોનાના કેસ એક કરોડને વટાવી ગયા હતા, આ વર્ષે 4 મેના રોજ બે કરોડ અને 23 જૂને ત્રણ કરોડને વટાવી ગયો હતો.

કોરોના અપડેટ

કુલ કેસો : 3,43,44,683

સક્રિય કેસ : 1,4

લોકોને સાજા કર્યા : 3,36,55,842

કુલ મૃત્યુ : 4,60, 265

કુલ રસીકરણ : 1,07,92,19,546

આ પણ વાંચોઃ Happy Diwali 2021: બાઈડેન, બોરિસ સહિત વિશ્વના ઘણા નેતાઓએ પાઠવી દિવાળીની શુભકામનાઓ

આ પણ વાંચોઃ ETV BHARAT સાથે બોલિવૂડ અભિનેતા સોનુ સૂદનો ઇન્ટરવ્યુ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.