ETV Bharat / bharat

Corona Update: 24 ક્લાકમાં 91,702 નવા કેસ, 3,403 death

author img

By

Published : Jun 11, 2021, 11:17 AM IST

ભારતમાં કોરોના(Corona)ની બીજી લહેરનો પ્રકોપ ધીમે-ધીમે ઘટતો જાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે, મોટાભાગના રાજ્યોમાં લોકડાઉન(Lockdown)અને કરફ્યૂના કારણે કોરોનાના કેસો(Corona Case)માં ઘટાડો થયો છે.

Corona Update: 24 ક્લાકમાં 91,702 નવા કેસ, 3,403 death
Corona Update: 24 ક્લાકમાં 91,702 નવા કેસ, 3,403 death

  • દૈનિક પોઝિટિવિટીનો દર 4.49 ટકા છે અને રિકવરી દર 94.93 ટકા
  • કોરોના(Corona)ની બીજી લહેરે ભારત પર કહેર વર્તાવ્યો છે
  • દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 11,21,671 છે

નવી દિલ્હી: વિશ્વના ઘણા અન્ય દેશોની જેમ કોરોના(Corona)ની બીજી લહેરે ભારત પર કહેર વર્તાવ્યો છે, પરંતુ હવે સારા સમાચાર એ છે કે, સંક્રમણની આ બીજી લહેરની અસર ધીમે-ધીમે ઓછી થઈ રહી છે. આ સાથે નવા કેસો(New Case)માં મોટો ઘટાડો થયો છે.

આ પણ વાંચોઃ Gujarat Corona Update : છેલ્લા 24 કલાકમાં 544 પોઝિટિવ કેસ, 11 દર્દીના થયા મૃત્યુ

કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,77,90,073 થઇ છે

ભારતમાં કોરોના(Corona)ના 91,702 નવા કેસો(New Case)ના આગમન પછી, પોઝિટિવ કેસ(Positive Case)ની કુલ સંખ્યા 2,92,74,823 થઇ છે. 2,403 નવા મોત બાદ કુલ મૃત્યુઆંક 3,63,079 પર પહોંચી ગયો છે. 1,34,580 નવા ડિસ્ચાર્જ(New Discharge)પછી, કુલ ડિસ્ચાર્જ(Discharge)ની સંખ્યા 2,77,90,073 થઇ છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 11,21,671 છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

કુલ રસીકરણ આ આંકડો 24,60,85,649 છે

ગઈકાલે ગુરૂવારે ભારતમાં કોરોના(Corona) વાયરસ માટે 20,44,131 નમૂના પરીક્ષણો કરાયા હતા, ગઈકાલ ગુરૂવાર સુધીમાં કુલ 37,42,42,384 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના(Corona)વાયરસની 32,74,672 રસી(Vaccine) આપવામાં આવી હતી, જે પછી કુલ રસીકરણ (Vaccination) આ આંકડો 24,60,85,649 છે.

આ પણ વાંચોઃ Corona Update: 24 ક્લાકમાં 94,052 નવા કેસ, 6,148 મોત

ચોથા દિવસે કોરોનાના એક લાખથી ઓછા નવા કેસ નોંધાયા

આજે ચોથા દિવસે પણ દેશમાં કોરોના (Corona)વાયરસના એક લાખથી ઓછા નવા કેસ(New Case)નોંધાયા છે. દૈનિક પોઝિટિવિટીનો દર 4.49 ટકા છે અને રિકવરી દર 94.93 ટકા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.