ETV Bharat / bharat

રાહુલે લોકોનો અવાજ ઉઠાવ્યો, તેથી જ સરકાર મુશ્કેલીમાં છે: કોંગ્રેસ

author img

By

Published : Jun 14, 2022, 3:18 PM IST

કોંગ્રેસના મોદી સરકાર પર પ્રહાર કહ્યું રાહુલે લોકોનો અવાજ ઉઠાવ્યો, તેથી જ સરકાર...
કોંગ્રેસના મોદી સરકાર પર પ્રહાર કહ્યું રાહુલે લોકોનો અવાજ ઉઠાવ્યો, તેથી જ સરકાર...

નેશનલ હેરાલ્ડ કેશમાં કોંગ્રેસ પૂર્વ અઘ્યક્ષ રાહુલ ગાંધી (National Herald Case) ને ED ધ્વારા પૂછપરજ કરાતા કોંગ્રેસે ભાજપ સરકાર પર નિશાન સાઘ્યું છે. કોંગ્રેસ નેતા રણદિપ સુરજેવાલએ કહ્યું કે, રાહુલ સરકાર પર સવાલ ઉઠાવવામાં (congress slams govt over rahul gandhi questioning) આવે છે.

નવી દિલ્હી- કોંગ્રેસે મંગળવારે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ED) ધ્વારા કરવામાં (National Herald Case) આવેલી પૂછપરછને ગેરબંધારણીય ગણાવી હતી અને દાવો કર્યો હતો કે, સરકારને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સાથે વાંધો છે, કારણ કે તેમને ખેડૂતો, મજૂરો અને યુવાનો માટે અવાજ ઉઠાવ્યો હતો અને સરહદ પર ચીનની આક્રમકતાને લઈને મોદી સરકાર પર પ્રશ્નો ઉઠાવ્યા (congress slams govt over rahul gandhi questioning) હતા. પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, જ્યારે કોઈ એફઆઈઆર દાખલ કરેલી નથી તો પૂછપરછ કરવા માટે કેવી રીતે બોલાવવામાં આવી શકે?, આ આખી કાર્યવાહી ગેરબંધારણીય, પ્રતિશોધ અને બદલાની ભાવનાથી ભરેલી છે.

આ પણ વાંચો: યુવાનો માટે મોટા સમાચાર, તમામ વિભાગો અને મંત્રાલયોમાં થશે મોટા પ્રમાણમાં ભરતી

આ કારણથી છે રાહુલથી પરેશાની: એમને પ્રશ્ન કર્યો કે, ભાજપ સરકાર માત્ર કોંગ્રેસ ને જ કેમ નિશાન બનાવે છે? શું EDની કાર્યવાહી એ જાહેર મુદ્દાઓ પર ઉઠાવામાં આવતા અવાજને દબાવવાનુ ષડયંત્ર છે સુરજેવાલાએ દાવો કર્યો હતો કે, જ્યારે ચીને આપણી જમીન પર બડજબરીથી કબજો કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે અને દેશના જવાનો સહિદ થયા ત્યારે દેશના વડાપ્રધાને કહ્યું હતુ કે, દેશમાં કોઈ ઘૂસણખોરી થઈ નથી. તે સમયે રાહુલ ગાંધીએ સરકારને આ જુઠ્ઠાણા બાબતે (Rahul raises the voice of the people) ગેરી સહિદ જવાનો માટે અવાજ ઉઠાવ્યો હતો, જેના કારણે સરકારને રાહુલ ગાંધીથી પરેશાની છે.

રાહુલ ગાંધીએ સરકારને ઘેરી છે: તેમણે કહ્યું કે, સતત વધી રહેલી મોંઘવારીના કારણે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી છે. પેટ્રોલ-ડીઝલ હોય, રાંધણગેસ હોય કે ખાવા-પીવાનો સામાન હોય તેમને મધ્યમવર્ગ, નોકરીયાતો, ગરીબો, નાના દુકાનદારો વ્યાપારીઓની સમસ્યાઓને લઈને સરકાર સામે અવાજો ઉઠાવ્યો છે, તેથી રાહુલ ગાંધી જોડે તેમને સમસ્યા છે. કોંગ્રેસ નેતાએ વધુમાં એમ પણ કહ્યું કે, ડૂબી રહેલી અર્થવ્યવસ્થા, રૂપયાની ગિરાવટ અને MSMSની દુર્દશા, છીનવાયેલી નોકરી અને સર્વાંગી બેરોજગારીને લઈને સતત અવાજ ઉઠાવ્યો હતો, જેના કારણે રાહુલ ગાંધી સાથે પરેશાની છે. તેમના કહેવા પ્રમાણે કોરોનામાં સરકાર જ્યારે તેમની જવાબદારી માંથી પીછેહટ કરતી હતી ત્યારે, રાહુલ ગાંધીએ ન કેવળ સરકારને ચેતવ્યા પણ સરકારને તે અંગે પગલા લેવા માટે પણ મજબૂર કર્યાં તેથી રાહુલ ગાંઘી જોડે મુશ્કેલી છે. તેમને વધુમાં એમ પણ કહ્યુ કે, રાહુલ ગાંધીએ દેશના અન્નદાતા માટે અવાજ ઉઠાવ્યો અને ત્રણ કાળા કાયદાઓ પાછા લેવા માટે સરકારને મજબૂર કર્યા હતા તેથી તેમનાથી પરેશાની છે.

સરકારની સાંઠગાંઠનો પર્દાફાશ: આગળ જણાવતા તેમણે એમ પણ દાવો કર્યો કે, દેશમાં નફરતનુ અને ભાઈચારનુ વાતાવરણ, તેમજ વિવિધતામાં એક્તાના વિચાર માટે એકમાત્ર અવાજ જેને સરકારના આંખોમાં આંખો નાખીને, નફરતથી દેશનુ ભલુ નહિં થાય તે કહેવાવાળા રાહુંલ ગાંધી હતા, જેના કારણે પણ તેમને રાહુલ ગાંધી સાથે મુશ્કેલી છે. વઘારે દાવાઓ કરતા તેઓ જણાવે છે કે, વડાપ્રધાન ક્યારેક ખાનગી કંપનીના પ્રતિનિધિ બનીને ફ્રાન્યમાં રાફેલનો કોંન્ટ્રરાક્ટ અપાવે છે, તો ક્યારેક શ્રીલંકામાં પાવર કોંન્ટ્રાક્ટ માટે ખાનગી કંપનીઓ પર દબાણ કરે છે. રાહુલ ગાંધીએ આ ઉદ્યોગપતિઓ અને મોદી સરકારની આ સાંઠગાંઠનો પર્દાફાશ કર્યો, જેના કારણે રાહુલ ગાંધી સાથે સમસ્યા છે.

આ પણ વાંચો: સેનામાં ભરતીનો ઈતજાર જલ્દી થશે ખત્મ, થઈ શકે છે મોટી જાહેરાત

સમગ્ર મામલો નિડર અવાજ પર: તેમને કહ્યું કે, દેશના નાગરીકો સરકારની આ ચાલબાજીને સમજો, મોદી સરકારે EDનો સહારો લઈને સત્યનિષ્ઠાના અવાજ પર હુમલો કર્યો છે. આ હુમલો વિપક્ષના એ નીડર અવાજ પર છે, જે લોકોના પ્રશ્નોને સરકાર સામે મક્કમ થઈને મુકે છે અને તેમના પ્રશ્નોને નિડર રહીને ઉઠાવી રહ્યા છે. તેમને એમ પણ કહ્યું કે, આ સમગ્ર મામલો નિડર અવાજ પર છે. આ હુમલો બેરોજગારો, ગરીબો, નાના દુકાનદારો-વ્યાપારીઓ, મધ્યમ વર્ગ-નોકરીયાતો, મહિલાઓ, દલિતો, પછાત અને બંધારણના અધિકારો સાથે જોડાયેવા પ્રશ્નો છે. તેમણે દબાણપૂર્વક કહ્યું કે 'અમેં ગભરાઈશુ નહિં, ઝુકીશું નહિં અને દેશ માટે લડતા રહીશું'. આ નેશનલ હેરાલ્ડ કેશમાં પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાની પણ ધરપકડ કરવામાં આવી છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.