ETV Bharat / bharat

કોંગ્રેસ પેનલે ચિંતન શિવિરના અંતિમ દિવસે લિધા આ મહત્વના નિર્ણયો...

author img

By

Published : May 15, 2022, 7:21 PM IST

મુખ્ય મુદ્દાઓમાં સંગઠનમાં યુવાનો, SC-ST, OBC અને લઘુમતીઓ માટે 50 ટકા અનામતની વિચારણા, "એક પરિવાર એક ટિકિટ" ફોર્મ્યુલા, પક્ષના નેતાઓ માટે સમયની ફાળવણી, યુથ કોંગ્રેસ અને NSUIની આંતરિક ચૂંટણીઓ, કાયદેસર ખેડૂતોને MSPની ગેરંટીનો સમાવેશ કરવામાં આવશે.

કોંગ્રેસ પેનલે ચિંતન શિવિરના અંતિમ દિવસે લિધા આ મહત્વના નિર્ણયો...
કોંગ્રેસ પેનલે ચિંતન શિવિરના અંતિમ દિવસે લિધા આ મહત્વના નિર્ણયો...

ઉદયપુર : કોંગ્રેસનું ત્રણ દિવસીય ચિંતન શિવિર આજે રવિવારે સમાપ્ત થવા જઇ રહ્યું છે. કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) 2024ની લોકસભા ચૂંટણી માટે પાર્ટીના રોડમેપ સાથે ઘોષણા તૈયાર કરવા માટે છ સમિતિઓ દ્વારા આપવામાં આવેલી ભલામણો પર વિચાર કરશે. લગભગ 430 નેતાઓએ નવ વર્ષના અંતરાલ પછી ઉદયપુરમાં આયોજિત ચિંતન શિબિરમાં ભાગ લીધો હતો અને "છ ડ્રાફ્ટ પ્રસ્તાવ" તૈયાર કર્યો હતો, જે ચર્ચા માટે રચાયેલી છ સમિતિઓ માટે નિયુક્ત કરાયેલા છ કન્વીનરોએ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને રજૂ કર્યો હતો. રાજકારણથી લઈને સંગઠન, ખેડૂત-કૃષિ, યુવાનોને લગતા મુદ્દાઓ, સામાજિક ન્યાય અને કલ્યાણ અને અર્થતંત્ર સુધીના વિવિધ વિષયો પર ચર્ચાઓ કરવામાં આવી હતી.

ચિંતન શિવિરમાં લેવાયો નિર્ણય - પ્રથમ છ મહિનામાં, CWC બેઠક કરશે અને પક્ષના ટોચના અધિકારીઓની અંતિમ મંજૂરી માટે સમિતિઓ દ્વારા પ્રસ્તાવિત ડ્રાફ્ટ દરખાસ્તો પર ચર્ચા કરશે. મુખ્ય મુદ્દાઓમાં સંગઠનમાં યુવાનો, SC-ST, OBC અને લઘુમતીઓ માટે 50 ટકા અનામતની વિચારણા, "એક પરિવાર એક ટિકિટ" ફોર્મ્યુલા, પક્ષના નેતાઓ માટે સમયમની ફાળવણી, યુથ કોંગ્રેસ અને NSUI આંતરિક ચૂંટણીઓ, કાયદેસર ખેડૂતોને એમએસપી ગેરંટી અને ખેડૂતો માટેનો સમાવેશ થાય છે.

નવિ નિતિઓ અપનાવવામાં આવશે - CWC કેટલાક ચોંકાવનારા નિર્ણયો લઈ શકે છે, કારણ કે સોનિયા ગાંધીએ સ્પષ્ટપણે કહ્યું છે કે, પાર્ટીને સુધારાની સખત જરૂર છે અને તેની કામ કરવાની રીત બદલવાની જરૂર છે. પાર્ટીએ નેતાઓને ઘણું આપ્યું છે અને પાર્ટીને ચુકવવાનો સમય આવી ગયો છે. કોંગ્રેસના આંતરિક અધ્યક્ષ સોનિયા ગાંધીની સમાપન ટિપ્પણી પહેલા રાહુલ ગાંધી ચિંતન શિવરને સંબોધિત કરશે, એવી પણ અપેક્ષા રાખવામાં આવે છે કે નેતાઓ ખુલ્લેઆમ હિમાયત કરશે કે રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષનું પદ સંભાળવું જોઈએ અને આ વર્ષે સપ્ટેમ્બરમાં યોજાનારી પાર્ટીના પદ માટે ચૂંટણી લડવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.