Telangana Elections: કોંગ્રેસે તેલંગાણાના લોકોને 6 'ગેરંટી'નું આપ્યું વચન

Telangana Elections: કોંગ્રેસે તેલંગાણાના લોકોને 6 'ગેરંટી'નું આપ્યું વચન
કોંગ્રેસે પ્રથમ ગેરંટી તરીકે 'મહાલક્ષ્મી યોજના'નો પ્રસ્તાવ મૂક્યો છે, જે હેઠળ તેણે મહિલાઓને દર મહિને 2,500, 500માં ગેસ સિલિન્ડર અને રાજ્ય પરિવહન નિગમમાં મહિલાઓને મફત મુસાફરી આપવાનું વચન આપ્યું છે. કોંગ્રેસના ભૂતપૂર્વ વડા સોનિયા ગાંધીએ કહ્યું કે, તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટીની સરકાર જોવાનું તેમનું સ્વપ્ન છે. જે સમાજના તમામ વર્ગો માટે કામ કરશે અને લોકોને કોંગ્રેસને સમર્થન આપવા અપીલ કરી છે.
હૈદરાબાદ : તેલંગાણા વિધાનસભા ચૂંટણીના થોડા મહિનાઓ પહેલા કોંગ્રેસે રવિવારે રાજ્યના લોકોને છ ગેરંટી આપી હતી. જેમાં મહિલાઓને દર મહિને રૂપિયા 2,500 આપવાના વચનો, રૂપિયા 500માં ગેસ સિલિન્ડર અને ખેડૂતોને રૂપિયા 15,000ની વાર્ષિક સહાય આપવાના વચનોનો સમાવેશ થાય છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ આ છ ગેરંટીઓનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે પાર્ટીની સરકાર બનતાની સાથે જ તેને પૂર્ણ કરવામાં આવશે.
-
Sonia Gandhi announces "six guarantees" ahead of Telangana Assembly polls
— ANI Digital (@ani_digital) September 17, 2023
Read @ANI Story | https://t.co/UWxblBLop4#SoniaGandhi #Telangana #TelanganaCongress #Congress #TelenganaAssemblyPolls pic.twitter.com/K4g8rFoWVS
કોંગ્રેસે બેઠક યોજી : રાહુલ ગાંધીએ હૈદરાબાદના તુક્કુગુડા પાસે કોંગ્રેસની જાહેર સભામાં આ છ ગેરંટીની વિગતો રજૂ કરી હતી. ગાંધીએ કહ્યું કે, જો તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બનશે તો પ્રથમ કેબિનેટ બેઠકમાં આ ગેરંટી પૂરી કરવામાં આવશે. તેમણે કહ્યું કે જો તમે કર્ણાટકના લોકોને પૂછો તો બધા એજ કહેશે કે, કોંગ્રેસ જે કહે છે તે કરે જ છે.
- પ્રથમ ગેરંટી તરીકે મહાલક્ષ્મી યોજનાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે અંતર્ગત તેણે મહિલાઓને દર મહિને 2,500 રૂપિયા, 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર અને રાજ્ય પરિવહન નિગમમાં મહિલાઓને મફત મુસાફરી આપવાનું વચન આપ્યું છે.
- બીજી ગેરંટીનું નામ રાયથુ ભરોસા રાખ્યું છે. આ અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 15,000 રૂપિયા પ્રતિ એકર, ખેતમજૂરોને 12,000 રૂપિયા પ્રતિ એકર અને ડાંગર માટે 500 રૂપિયા બોનસ આપવાનું વચન આપવામાં આવ્યું છે.
- કોંગ્રેસે ગૃહલક્ષ્મીના રૂપમાં તેલંગાણા માટે ત્રીજી ગેરંટી આપી છે. આ અંતર્ગત તેમણે દરેક ઘરમાં 200 યુનિટ મફત વીજળી આપવાનું વચન આપ્યું છે.
- ઈન્દિરમ્મા ઈન્ડલુ નામની ચોથી ગેરંટી આપી છે, જે અંતર્ગત એવા લોકો માટે ઘર બનાવવા માટે 5 લાખ રૂપિયાનું વચન આપવામાં આવ્યું છે જેમની પાસે પોતાનું ઘર નથી. આ અંતર્ગત દરેક વ્યક્તિને 250 યાર્ડનું ઘર આપવાનું વચન આપવામાં આવ્યું છે.
- યુવા વિકાસ કોંગ્રેસની પાંચમી ગેરંટી છે. પાર્ટીનું કહેવું છે કે આ અંતર્ગત કોલેજ સ્તરના અભ્યાસ માટે વિદ્યાર્થીઓને 5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.
- કોંગ્રેસે ચેયુથા (મદદરૂપ) નામની છઠ્ઠી ગેરંટી આપી છે. આ અંતર્ગત વૃદ્ધોને દર મહિને 4,000 રૂપિયા પેન્શન અને 10 લાખ રૂપિયાનો રાજીવ આરોગ્ય શ્રી વીમો આપવાનું વચન આપવામાં આવ્યું છે. કોંગ્રેસે થોડા મહિના પહેલા કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પણ પાંચ ગેરંટી આપી હતી. પાર્ટીનું કહેવું છે કે રાજ્યમાં સરકાર બન્યાના થોડા જ મહિનામાં તેણે તમામ ગેરંટી પૂરી કરી દીધી છે.
