ETV Bharat / bharat

Congress : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવાનો ઇનકાર કરતી કોંગ્રેસ, કહ્યું...

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 10, 2024, 6:10 PM IST

Congress : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવાનો ઇનકાર કરતી કોંગ્રેસ, કહ્યું...
Congress : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવાનો ઇનકાર કરતી કોંગ્રેસ, કહ્યું...

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના દિવસો ગણાઇ રહ્યાં છે તે પહેલાં, કોંગ્રેસે આ કાર્યક્રમમાં હાજરી આપવાનું આમંત્રણ સત્તાવાર રીતે નકારી કાઢ્યું છે. કોંગ્રેસે એક વિજ્ઞપ્તિ જાહેર કરીને તેણે શા કારણે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં જવાનું નકારી કાઢ્યું છે તે પણ જણાવ્યું છે.

નવી દિલ્હી: 22 જાન્યુઆરી 2024 ના રામ મંદિરના અભિષેક પહેલાના મહત્વના રાજકીય વિકાસના દિવસોમાં દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટી કોંગ્રેસે આ કાર્યક્રમને " ભાજપ-આરએસએસ રાજકીય પ્રોજેક્ટ " ગણાવીને હાજરી આપવાનો ઇનકાર કર્યો છે.

કોંગ્રેસ હાઇકમાન્ડને મળ્યું હતું આમંત્રણ: કોંગ્રેસે તેના સત્તાવાર એક્સ હેન્ડલ પર શેર કરેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે પક્ષના વડા મલ્લિકાર્જુન ખડગે અને અન્ય મુખ્ય નેતાઓએ સત્તાવાર રીતે રામ મંદિરના આમંત્રણને નકારી કાઢ્યું છે. ગયા મહિને, કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષા, શ્રીમતી સોનિયા ગાંધી અને લોકસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અધીર રંજન ચૌધરીને આ કાર્યક્રમમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું હતું.

નહીં આવે કોંગ્રેસ
નહીં આવે કોંગ્રેસ

શા કારણે અસ્વીકાર: કોંગ્રેસે આપેલા નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે, 22મી જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યા ખાતે રામમંદિરનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે. આપણા દેશમાં ભગવાન રામની લાખો લોકો પૂજા કરે છે. ધર્મ એ વ્યક્તિગત બાબત છે. પરંતુ આરએસએસ અને ભાજપે અયોધ્યામાં મંદિરનો રાજકીય પ્રોજેક્ટ લાંબા સમયથી બનાવ્યો છે. ભાજપ અને આરએસએસના નેતાઓ દ્વારા અધૂરા મંદિરના ઉદ્ઘાટનને દેખીતી રીતે ચૂંટણીના લાભ માટે કરવામાંં આવી રહ્યું છે " તેમ નિવેદનમાં કહેવામાં આવ્યું છે.

આરએસએસ - ભાજપનો કાર્યક્રમ : 2019ના સર્વોચ્ચ અદાલતના ચુકાદાનું પાલન કરતી વખતે અને ભગવાન રામની આરાધના કરનારા લાખો લોકોની ભાવનાઓને માન આપતા, મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીએ આદરપૂર્વક આરએસએસ - ભાજપના કાર્યક્રમના આમંત્રણને નકારી કાઢ્યું છે. તેમ યાદીમાં જણાવાયું છે. કોંગ્રેસના નેતાઓ અધીર રંજન ચૌધરી, મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી ઉપરાંત પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ. લાલુ યાદવ, સીતારામ યેચુરી અને બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર સહિત અન્ય મુખ્ય વિપક્ષી હસ્તીઓને સમારોહ માટે આમંત્રણ મળ્યું છે.

  1. PM Modi Beach Photoshoot: PM મોદી બીચ પર ફોટોશૂટ કરશે, પણ મણિપુર માટે સમય નથી - મલ્લિકાર્જુન ખડગે
  2. Tejashwi yadav: રામ મંદિર મોદીજીની જરૂરિયાત છે, રામ ઈચ્છતા હોત તો મંદિર ન બનાવી લેત ? તેજસ્વી યાદવ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.