ETV Bharat / bharat

ભાજપ નેતા ગુસ્સે, CM ભગવંત માને PM પાસે માંગ્યા 1 લાખ કરોડ

author img

By

Published : Mar 25, 2022, 8:57 AM IST

બીજેપી નેતા મનજીન્દર સિંહ સિરસાએ (BJP leader Manjinder Singh Sirsa) પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન (Chief Minister of Punjab Bhagwant Mann) પર પ્રહાર કરતા કહ્યું કે, તેઓ આશ્ચર્યચકિત છે કે, પંજાબ જેવા રાજ્યના મુખ્યપ્રધાન અને તેમની પાર્ટીએ ચૂંટણી જીતવા માટે મોટા મોટા વચનો આપ્યા હતા. હવે એ વચન પૂરું કરવા તેઓ દેશના વડાપ્રધાન પાસે પૈસા માંગી (Punjab Chief Minister Bhagwant Mann asked the PM for money) રહ્યા છે.

CM ભગવંત માને  PM પાસે માંગ્યા 1 લાખ કરોડ, ભાજપનેતા ગુસ્સે
CM ભગવંત માને PM પાસે માંગ્યા 1 લાખ કરોડ, ભાજપનેતા ગુસ્સે

નવી દિલ્હીઃ પંજાબના નવા ચૂંટાયેલા મુખ્યપ્રધાન ભગવંત માને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) પાસે પંજાબ માટે 1 લાખ કરોડ રૂપિયા આપવાની માંગ કરી છે. જેને લઈને ભાજપના નેતાએ ભગવંત માન પર પ્રહારો કર્યા છે. BJP નેતા મનજિન્દર સિંહ સિરસાએ (BJP leader Manjinder Singh Sirsa) કહ્યું કે, તેઓ આશ્ચર્યચકિત છે કે પંજાબના મુખ્યપ્રધાન અને તેમની પાર્ટીએ ચૂંટણી જીતવા માટે મોટા વચનો આપ્યા હતા. હવે એ વચન પૂરું કરવા તેઓ દેશના વડાપ્રધાન પાસે પૈસા માંગી (Punjab Chief Minister Bhagwant Mann asked the PM for money) રહ્યા છે.

આ પણ વાંચો: CM ભગવંત માન PM મોદીને મળ્યા, કરી 1 લાખ કરોડના પેકેજની માંગણી

દેશના વડાપ્રધાન પાસે પૈસાની માંગણી: મનજિન્દર સિંહ સિરસાએ કહ્યું કે, ચૂંટણી પહેલા પંજાબ આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓએ મોટા વચનો આપ્યા હતા. લોકોને રીઝવવા માટે ઘણા લોકપ્રિય વચનો આપ્યા. ત્યારે ભગવંત માન કહેતા હતા કે, રાજ્યમાં અત્યાર સુધી જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તે ખતમ થઈ જશે. તેમની પાસેથી પૈસા ભેગા કરો અને રાજ્યના વિકાસમાં રોકાણ કરો. હવે જ્યારે સરકાર બની છે અને તેઓએ જે વચનો આપ્યા હતા,તેના માટે તેઓ દેશના વડાપ્રધાન પાસે પૈસાની માંગણી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં કોઈપણ રાજ્યની સરકાર ચૂંટણી જીતવા માટે મફતમાં વચનો આપે છે અને પછી કેન્દ્ર સરકાર પાસેથી પૈસા માંગે છે.

આ પણ વાંચો: CM ભગવંત માનની જાહેરાત, પંજાબમાં વોટ્સએપ પર થશે ભ્રષ્ટાચારની ફરિયાદ

પંજાબની જનતાએ ભગવંત માનને મુખ્યપ્રધાન બનાવ્યા: સિરસાએ કહ્યું કે તેમને લાગે છે કે, પંજાબના લોકોએ આ બાબતે વિચારવું જોઈએ અને ચિંતન કરવું જોઈએ. પંજાબની જનતાએ ભગવંત માનને મુખ્યપ્રધાન બનાવ્યા પછી ભગવંત માન અને અરવિંદ કેજરીવાલે લોકોને કહ્યું હતું કે જો તેઓ ત્રણ વર્ષનો સમય આપે તો પંજાબની જનતાનુ દેવુ માફ કરી દેશે. જ્યારે કેન્દ્રમાંથી જ પૈસા લેવાના હોય ત્યારે આવી સ્થિતિમાં કોઈ કંઈ પણ કહી શકે કારણ કે કોઈ કામ કરવાનું નથી. આનાથી સ્પષ્ટ થાય છે કે, ભગવંત માન અને કેજરીવાલ માત્ર જુઠ્ઠું બોલતા રહ્યા, પરંતુ તમે જે બહાનું કાઢી રહ્યા છો તે બંધ કરો અને જો તમે લોકોને આપેલા વચનો પૂરા કરશો તો અમે પણ તમને અભિનંદન આપીશું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.