ETV Bharat / bharat

Chinese FM india visit: ચીનના વિદેશપ્રધાન ભારતની મુલાકાતે આવશે, LAC મડાગાંઠ પછી પ્રથમ મુલાકાત

author img

By

Published : Mar 24, 2022, 6:58 PM IST

Chinese FM india visit: ચીનના વિદેશપ્રધાન ભારતની મુલાકાતે આવશે,  LAC મડાગાંઠ પછી પ્રથમ મુલાકાત
Chinese FM india visit: ચીનના વિદેશપ્રધાન ભારતની મુલાકાતે આવશે, LAC મડાગાંઠ પછી પ્રથમ મુલાકાત

વાસ્તવિક નિયંત્રણ રેખા પર ગાલવાન ખીણ સંઘર્ષ (Galwan valley clash) બાદ ચીનના વિદેશપ્રધાન વાંગ યી પ્રથમ વખત ભારતની (chinese foreign minister Wang Yi india visit) મુલાકાતે આવશે. શુક્રવારે તેઓ વિદેશપ્રધાન ડૉ એસ જયશંકર (Chinese FM india visit) અને NSA અજીત ડોભાલ સાથે મુલાકાત કરશે.

નવી દિલ્હી: રશિયા-યુક્રેન કટોકટી અંગે (Wang Yi in India) ભારત પર પશ્ચિમી સાથીઓના (Galwan valley clash) સંપૂર્ણ દબાણ વચ્ચે ચીનના વિદેશપ્રધાન વાંગ યી ગુરુવારે સાંજે ભારતની મુલાકાતે આવે તેવી (chinese foreign minister Wang Yi india visit) શક્યતા છે. એપ્રિલ 2020માં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ગાલવાન ખીણ (Chinese FM india visit) સંઘર્ષ પછી ઉચ્ચ સ્તરીય ચીની અધિકારીની આ પ્રથમ મુલાકાત હશે. વાંગ યી, ભારતીય વિદેશપ્રધાન ડૉ. એસ. જયશંકર અને NSA અજીત ડોભાલ શુક્રવારે સરહદી મુદ્દા, યુક્રેન-રશિયન સંકટ અને BRICS પ્રક્રિયા પર ચર્ચા કરશે.

આ પણ વાંચો: one nation one election issue: રાજ્યસભામાં ઉઠાવવામાં આવ્યો 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી'નો મુદ્દો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે કે નહીં: જો કે, વાંગ યી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે (india china relation) કે નહીં તે અંગે વિદેશ મંત્રાલય તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. બુધવારે નવી દિલ્હીમાં એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન વાંગ યીની સંભવિત મુલાકાત વિશે પૂછવામાં આવતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, "વિદેશ મંત્રાલય પાસે હજી સુધી આ વિશે કોઈ માહિતી નથી." બેઇજિંગે પણ અત્યાર સુધી મુલાકાત અંગે કંઈપણ પુષ્ટિ કરી નથી.

કાશ્મીરના ઉલ્લેખ સામે ભારતે વાંધો ઉઠાવ્યોઃ જો કે, ઈસ્લામાબાદમાં ઓઆઈસીના ભાષણમાં ચીનના વિદેશપ્રધાનના કાશ્મીરના સંદર્ભ પર વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે, 'ચીન સહિત અન્ય દેશોને ભારતની આંતરિક બાબતો પર ટિપ્પણી કરવાનો (India China border dispute) કોઈ અધિકાર નથી.' ચીનના વિદેશપ્રધાનની ભારત મુલાકાત ચીનના પ્રસ્તાવ હેઠળ થઈ રહી છે. ચીનના વિદેશપ્રધાન ખાસ કરીને ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)ના વિદેશપ્રધાન પરિષદની બેઠકમાં ભાગ લેવા માટે મંગળવારે ઈસ્લામાબાદની સત્તાવાર મુલાકાતે હતા.

આ પણ વાંચો: CM યોગીના શપથ ગ્રહણ સમારોહના મંચ પર PM મોદી સાથે 62 VVIP નો સમાવેશ

બંને નેતાઓ સપ્ટેમ્બરમાં દુશાન્બેમાં ફરી મળ્યા: ચીનના વિદેશપ્રધાન આજે ઈસ્લામાબાદથી કાબુલ પહોંચ્યા હતા. ગયા વર્ષે ઓગસ્ટમાં તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યા પછી ચીનના કોઈ મંત્રીની કાબુલની આ પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત છે. વાંગ 25-27 માર્ચ દરમિયાન કાઠમંડુની મુલાકાતે પણ જવાના છે. સપ્ટેમ્બર 2020 માં, ભારતના વિદેશપ્રધાન એસ જયશંકર અને વાંગ યીએ મોસ્કોમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની પરિષદ દરમિયાન વિસ્તૃત વાતચીત કરી હતી. પૂર્વ લદ્દાખ સરહદ વિવાદના ઉકેલ માટે પાંચ મુદ્દાની સમજૂતી થઈ. બંને વિદેશ પ્રધાનોએ ગયા વર્ષે જુલાઈમાં તાજિકિસ્તાનની રાજધાની દુશાન્બેમાં બીજી SCO બેઠકની બાજુમાં દ્વિપક્ષીય બેઠક પણ યોજી હતી, જેમાં સરહદ વિવાદ પર ધ્યાન કેન્દ્રિત હતું. બંને નેતાઓ સપ્ટેમ્બરમાં દુશાન્બેમાં ફરી મળ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.