ETV Bharat / bharat

છત્તીસગઢથી નોકરીની શોધમાં આવેલી યુવતી સાથે રાજસ્થાનમાં ગેંગરેપ

author img

By

Published : Oct 27, 2022, 9:39 AM IST

નોકરીની શોધમાં જયપુર આવેલી છત્તીસગઢની એક યુવતી સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર, યુવતી એક યુવકને મળી હતી. તેણે નોકરી અપાવવાનું વચન આપીને ટોંક રોડ પર આવેલી હોટલમાં બોલાવી હતી. તેના કેટલાક મિત્રો ત્યાં હાજર હતા. બધાએ મળીને યુવતી પર ગેંગરેપ કર્યો હતો. યુવતીએ પ્રતાપ નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. પોલીસે એક આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીને જેલમાં મોકલી આપ્યો છે. અન્ય આરોપીઓની શોધ ચાલુ છે.

છત્તીસગઢથી નોકરીની શોધમાં આવેલી યુવતી સાથે અડઘો ડઝન લોકોએ કર્યો ગેંગરેપ
છત્તીસગઢથી નોકરીની શોધમાં આવેલી યુવતી સાથે અડઘો ડઝન લોકોએ કર્યો ગેંગરેપ

જયપુર(રાજસ્થાન): રાજધાનીમાં નોકરીની શોધમાં આવેલી છત્તીસગઢની એક યુવતી સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. જયપુરમાં એક પરિચિત યુવક તેના મિત્રો સાથે યુવતીને હોટલમાં લઈ ગયો અને ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો. ગેંગરેપ કેસમાં પ્રતાપ નગર પોલીસ સ્ટેશને એક આરોપીની ધરપકડ કરી છે અને અન્ય આરોપીની શોધ ચાલુ છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને બુધવારે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

નોકરીની શોધમાં જયપુર આવીઃ પ્રતાપ નગર પોલીસ સ્ટેશન (Pratap Nagar Police Station) ઓફિસર ભજનલાલના જણાવ્યા અનુસાર, 18 વર્ષની પીડિત યુવતી છત્તીસગઢની છે. પીડિતાએ શનિવારે પ્રતાપ નગર પોલીસ સ્ટેશનમાં ગેંગરેપનો કેસ નોંધાવ્યો હતો. પીડિત યુવતીના રિપોર્ટ મુજબ તે લગભગ બે મહિના પહેલા નોકરીની શોધમાં છત્તીસગઢથી જયપુર આવી હતી. જયપુરના રેલવે સ્ટેશન પર શેખર નામનો છોકરો મળ્યો. વાતચીત દરમિયાન બંને સારી રીતે ઓળખાઈ ગયા હતા. આ દરમિયાન આરોપીએ યુવતીને પોતાની વાતમાં ફસાવીને તેના પર દુષ્ક્રર્મ કર્યું હતું.

બળજબરીથી ગેંગરેપઃ થોડા દિવસો બાદ શેખરે યુવતીની મુલાકાત જીતુ નામના યુવક સાથે કરાવી હતી. જીતુએ યુવતીને જયપુરમાં નોકરીની લાલચ આપી 21 ઓક્ટોબરે ટોંક રોડ પરની એક હોટલમાં બોલાવી હતી, જ્યાં આરોપી જીતુ સાથે તેના અન્ય મિત્રો પણ હાજર હતા. અડધો ડઝન જેટલા યુવકોએ મળીને યુવતી પર બળજબરીથી ગેંગરેપ કર્યો હતો. જ્યારે યુવતીએ વિરોધ કર્યો તો આરોપીએ તેને ડરાવી-ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કોઈને કંઈપણ કહેવાની ના પાડી.

જેલ હવાલે કરાયોઃ આરોપીઓથી પરેશાન યુવતી શનિવારે પ્રતાપ નગર પોલીસ સ્ટેશન (Pratap Nagar Police Station) પહોંચી અને અડધો ડઝન યુવકો સામે ગેંગરેપનો કેસ નોંધાવ્યો હતો. આ મામલે કાર્યવાહી કરીને પોલીસે એક આરોપી મનસુખની ધરપકડ કરી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને જેલ હવાલે કરાયો હતો. ગેંગરેપ કેસમાં અન્ય આરોપી જીતુ, શેખર, અમન, લોકેશ પિન્ટુ અને બલરામ ફરાર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.