ETV Bharat / bharat

મેડિકલ ઈન્સ્ટિટ્યુટમાં નોકરી કરવાની ઉત્તમ તક, અરજીની છેલ્લી તારીખ 10 નવેમ્બર

author img

By

Published : Oct 24, 2022, 3:41 PM IST

મેડિકલ ઈન્સ્ટિટ્યુટમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા લોકો માટે નોકરી કરવાની આ ઉત્તમ તક છે. ચંદીગઢમાં (recruitment 2022 chandigarh) સીનિયર રેજિડેંટ, જુનિયર અને સીનિયર ડેમોન્સ્ટ્રેટર અને અન્ય જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી (chandigarh recruitment 2022 apply online) છે.

મેડિકલ ઈન્સ્ટિટ્યુટમાં નોકરી કરવાની ઉત્તમ તક, અરજીની છેલ્લી તારીખ 10 નવેમ્બર
મેડિકલ ઈન્સ્ટિટ્યુટમાં નોકરી કરવાની ઉત્તમ તક, અરજીની છેલ્લી તારીખ 10 નવેમ્બર

ચંદીગઢ: પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (PGIMER), ચંદીગઢે (recruitment 2022 chandigarh) સીનિયર રેજિડેંટ, જુનિયર/સીનિયર ડેમોન્સ્ટ્રેટર અને અન્ય જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત (chandigarh recruitment 2022 apply online) કરી છે. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા તારીખ 28 ઓક્ટોબરથી શરૂ થશે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10 નવેમ્બર 2022 છે. PGIMER ભરતી માટેની અરજી સત્તાવાર વેબસાઇટ pgimer.edu.in પર જઈને કરવાની રહેશે.

પરીક્ષા અંગે: PGIMER ભરતી 2022 માટેની CBT પરીક્ષા દેશના 8 શહેરોમાં 25 નવેમ્બરે યોજાશે. જેમાં બેંગલુરુ, ચંદીગઢ, ચેન્નાઈ, દિલ્હી-NCR, હૈદરાબાદ, કોલકાતા, લખનૌ અને મુંબઈનો સમાવેશ થાય છે.

PGIMER ભરતી 2022: ખાલી જગ્યાની વિગતોમાં જોઈએ તો સીનિયર રેજિડેંટની 101, જુનિયર અને સીનિયર ડેમોન્સ્ટ્રેટરની 11, સીનિયર મેડિકલ ઓફિસરની 5, વિવિધ સ્પેશ્યાલિસ્ટમાં સીનિયર રેજિડેંટની 18, PGI સેટેલાઇટ સેન્ટર, સંગરુર, પંજાબ માટે સીનિયર મેડિકલ ઓફિસરની 2 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. અરજી ફી જનરલ, OBC, EWS માટે રૂપિયા 1500, SC, ST માટે 800 અને દિવ્યાંગો માટે અરજી નિશુલ્ક છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.