ETV Bharat / bharat

Ban on Tehreek-e-hurriyat: કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરના 'તહરીક-એ-હુર્રિયત' સંગઠન પર પ્રતિબંધ મૂક્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 31, 2023, 3:54 PM IST

CENTRE ANNOUNCES BAN ON TEHREEK E HURRIYAT OF JK UNDER UAPA
CENTRE ANNOUNCES BAN ON TEHREEK E HURRIYAT OF JK UNDER UAPA

Ban on Tehreek e hurriyat : કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરના સંગઠન તહરીક-એ-હુર્રિયત પર પ્રતિબંધ મૂક્યો છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે આ જાણકારી આપી. સરકારે કહ્યું કે આ સંગઠન રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં સામેલ છે.

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરના સંગઠન તહરીક-એ-હુર્રિયત પર પ્રતિબંધની જાહેરાત કરી છે. આ પ્રતિબંધ UAPA હેઠળ લાદવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલા જ ગૃહમંત્રીએ જમ્મુ કાશ્મીર મુસ્લિમ લીગ (મસરત આલમ ગ્રુપ) પર પ્રતિબંધ મૂક્યો (Ban on Tehreek e hurriyat) હતો.

  • Union Home Minister Amit Shah tweets, "The ‘Tehreek-e-Hurriyat, J&K (TeH) has been declared an 'Unlawful Association' under UAPA. The outfit is involved in forbidden activities to separate J&K from India and establish Islamic rule. The group is found spreading anti-India… pic.twitter.com/J2LLPKzimW

    — ANI (@ANI) December 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કેન્દ્ર સરકારે કહ્યું કે તહરીક-એ-હુર્રિયત જમ્મુ-કાશ્મીરને દેશથી અલગ કરવાના ષડયંત્રમાં સામેલ છે. સરકારે એમ પણ કહ્યું કે સંગઠન ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે સક્રિય છે. પ્રતિબંધની જાહેરાત કરતા ગૃહમંત્રીએ સોશિયલ મીડિયા X પર લખ્યું કે અમારી સરકાર આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સ પર કામ કરી રહી છે અને આ સંદર્ભમાં સરકારે તહરીક-એ-હુર્રિયત પર પ્રતિબંધ મૂક્યો (Ban on Tehreek e hurriyat) છે.

ગૃહમંત્રીએ કહ્યું કે તહરીક ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ છે અને અલગતાવાદને પ્રોત્સાહન આપી રહી છે. તેમણે કહ્યું કે આ સંગઠન પથ્થરબાજોને પ્રોત્સાહિત કરે છે અને જો કોઈ આતંકવાદી માર્યો જાય તો તે અન્ય યુવાનોને આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોડાવા માટે ગેરમાર્ગે દોરે છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન તરફી તહરીક-એ-હુર્રિયતનું નેતૃત્વ સૈયદ અલી શાહ ગિલાનીના હાથમાં હતું. તેઓ એક અલગતાવાદી નેતા હતા. ગિલાનીના નિધન બાદ આ સંગઠનનું નેતૃત્વ મસરત આલમના હાથમાં આવ્યું. મસરત આલમને પાકિસ્તાનનો સમર્થક માનવામાં આવે છે. તે ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ રહ્યો છે. થોડા દિવસો પહેલા સરકારે મસરતના સંગઠન મુસ્લિમ લીગ ઓફ જમ્મુ અ

  1. દેશ 'વિકસિત ભારત' અને આત્મનિર્ભરતાની ભાવનાથી ઓત-પ્રોત છે : PM નરેન્દ્ર મોદીને કાશ્મીર પર UAPA હેઠળ પ્રતિબંધની જાહેરાત પણ કરી હતી.
  2. ED CM Hemant Soren: CM હેમંત સોરેનને EDની છેલ્લી તક, પત્ર લખીને કહ્યું- બે દિવસમાં પૂછપરછ માટે સમય અને સ્થળ જણાવો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.