ETV Bharat / bharat

દિલ્હીમાં યુવતીને કારમાં ખેંચી જવાના CCTV ફૂટેજ થયા વાયરલ

author img

By

Published : Jan 2, 2023, 10:38 AM IST

કાંઝાવાલા રોડ અકસ્માતના CCTV ફૂટેજ (CCTV footage of Kanzhawala road accident Delhi) સામે આવ્યા છે. ફૂટેજમાં કાર યુવતીને ખેંચીને લઈ જતી જોવા મળે છે. પોલીસ CCTV ફૂટેજને પણ મુખ્ય પુરાવા તરીકે જોઈ રહી છે. સાથે જ યુવતીનો મૃતદેહ નગ્ન અવસ્થામાં મળી આવ્યો હતો, જેથી પોલીસ અલગ-અલગ પાસાઓથી મામલાની તપાસ કરી રહી છે.

દિલ્હીમાં યુવતીને કારમાંથી ખેંચી જવાના CCTV ફૂટેજ થયા વાયરલ
દિલ્હીમાં યુવતીને કારમાંથી ખેંચી જવાના CCTV ફૂટેજ થયા વાયરલ

દિલ્હીમાં યુવતીને કારમાંથી ખેંચી જવાના CCTV ફૂટેજ થયા વાયરલ

નવી દિલ્હી: રાજધાનીમાં કાંઝાવાલા રોડ અકસ્માતના CCTV ફૂટેજ (CCTV footage of Kanzhawala road accident Delhi) સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, ફૂટેજ મેઈન કાંઝાવાલા રોડના છે. આ ફૂટેજમાં યુવતી કારની નીચે ફસાયેલી જોવા મળે છે. ફૂટેજમાં સવારે 3.28 વાગ્યે એક વાહન નીકળતું જોવા મળે છે અને યુવતી વાહનના આગળના વ્હીલ નીચે ફસાયેલી જોવા મળે છે. પોલીસ સીસીટીવી ફૂટેજને પણ મુખ્ય પુરાવા તરીકે જોઈ રહી છે. સાથે જ યુવતીનો મૃતદેહ નગ્ન અવસ્થામાં મળી આવ્યો હતો, જેથી પોલીસ અલગ-અલગ પાસાઓથી મામલાની તપાસ કરી રહી છે.

વ્હીલ નીચે ફસાયેલી હતી છોકરી: CCTV ફૂટેજમાં યુ-ટર્ન લેતી કાર પણ દેખાઈ રહી છે અને આગળના વ્હીલ નીચે ફસાયેલી એક છોકરી પણ દેખાઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 20 વર્ષની યુવતી એક ઇવેન્ટ ગ્રુપ સાથે કામ કરે છે. જે લગ્ન અને નાની પાર્ટીઓમાં કામ કરે છે. છોકરી તેના કામ પરથી ઘરે પરત ફરી રહી હતી, તે દરમિયાન તેની સ્કૂટી કાર સાથે અથડાઈ અને તે અકસ્માતનો (girl road accident in New Delhi) શિકાર બની. બીજી તરફ, કાર ચાલક યુવતીને 4 કિલોમીટર સુધી ખેંચીને લઈ ગયો, દિલ્હીના રસ્તાઓ પર પોલીસની કાર્યશૈલી અને સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થઈ રહ્યા છે.

યુવતીની નગ્ન લાશ મળી: 1 જાન્યુઆરીની વહેલી સવારે કાંઝાવાલા વિસ્તારમાંથી એક યુવતીની નગ્ન લાશ મળી આવી હતી. પોલીસે યુવતીના મૃતદેહને કબજે કરીને સુલતાનપુરી પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો. પોલીસ આ બાબતને અકસ્માતના પરિપ્રેક્ષ્ય સાથે જોડી રહી હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ જે પરિસ્થિતિમાં યુવતીની લાશ (CCTV footage of girl dragged into a car Delhi) મળી આવી છે તે અનેક સવાલો ઉભા કરી રહી છે. હાલ આ કેસમાં પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે. તેમની સામે વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને સમગ્ર મામલાના વિવિધ પાસાઓથી તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.