ETV Bharat / bharat

CBIએ ભ્રષ્ટાચારના કેસમાં અનિલ દેશમુખની કરી ધરપકડ

author img

By

Published : Apr 7, 2022, 10:42 AM IST

Updated : Apr 7, 2022, 11:42 AM IST

CBIએ ભ્રષ્ટાચારના કેસમાં અનિલ દેશમુખ કરી ધરપકડ
CBIએ ભ્રષ્ટાચારના કેસમાં અનિલ દેશમુખ કરી ધરપકડ

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ (CBI) બુધવારે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને (Anil Deshmukh corruption case) ભ્રષ્ટાચારના આરોપોની તપાસના સંબંધમાં મુંબઈની આર્થર રોડ જેલમાંથી અટકાયતમાં લીધા હતા.

મુંબઈઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ (CBI) મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની (Anil Deshmukh corruption case) મુંબઈની આર્થર રોડ જેલમાંથી અટકાયત કરી છે. મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખે તેમની સામેના ભ્રષ્ટાચારના આરોપોની તપાસના સંબંધમાં CBIને કસ્ટડીમાં લેવાની વિશેષ અદાલતની પરવાનગીને પડકારતા બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે.

આ પણ વાંચો: Surat Chikligar Gang Arrested: PCB પોલીસે 27 ગુનામાં સામેલ ચિકલીગર ગેંગના આરોપીને ઝડપી પાડ્યો

દેશમુખે કસ્ટડીની માગણી કરતી CBIની અરજીને પણ પડકારી : દેશમુખે સોમવારે એડવોકેટ અનિકેત નિકમ મારફત દાખલ કરેલી અરજીમાં તેમની કસ્ટડીની માગણી કરતી CBIની અરજીને પણ પડકારી હતી. વરિષ્ઠ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) નેતા દેશમુખની અરજી જસ્ટિસ રેવતી મોહિતે ડેરેની સિંગલ બેંચ સમક્ષ સુનાવણી માટે સૂચિબદ્ધ છે.

ટૂંક સમયમાં તેને CBI કોર્ટમાં રજૂ કરવામાં આવશે : અનિલ દેશમુખની મંગળવારે સત્તાવાર જે.જે. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેને ઓર્થોપેડિક વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. દેશમુખને (71) ખભામાં દુખાવાની ફરિયાદ બાદ શનિવારે આર્થર રોડ જેલમાંથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે CBI ટીમે દેશમુખને મધ્ય મુંબઈની આર્થર રોડ જેલમાંથી કસ્ટડીમાં લીધા બાદ ધરપકડ કરી હતી. ટૂંક સમયમાં તેને CBI કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: Gujarat Police Transfer: રાજ્યમાં વધુ 47 PIની બદલી

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનરે દેશમુખ લગાવ્યો હતો આરોપ : મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે ગયા વર્ષે માર્ચમાં દેશમુખ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો કે, રાજ્યના તત્કાલીન ગૃહ પ્રધાન દેશમુખે પોલીસ અધિકારીઓને શહેરમાં રેસ્ટોરાં અને બારમાંથી દર મહિને રૂપિયા 100 કરોડ એકત્ર કરવાનો ટાર્ગેટ આપ્યો હતો. બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ CBIએ ગયા વર્ષે એપ્રિલમાં દેશમુખ સામે FIR નોંધી હતી. દેશમુખે આરોપોને નકારી દીધા હતા, પરંતુ બોમ્બે હાઈકોર્ટે CBI તપાસના આદેશ આપ્યા બાદ રાજીનામું આપ્યું હતું.

Last Updated :Apr 7, 2022, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.