ETV Bharat / bharat

Muslim Mahapanchayat Meeting : દિલ્હી હાઈકોર્ટે મુસ્લિમ મહાપંચાયત બેઠકને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 25, 2023, 6:59 PM IST

મિશન સેવ કોન્સ્ટિટ્યુશન સંસ્થાએ રામલીલા ગ્રાઉન્ડમાં 29 ઓક્ટોબરના રોજ ઓલ ઈન્ડિયા મુસ્લિમ મહાપંચાયત જાહેર સભા યોજવાની પરવાનગી માંગી હતી. આ અંગે દિલ્હી હાઈકોર્ટે સંસ્થાને પરવાનગી આપવાનો ઈન્કાર કર્યો હતો. જાણો સમગ્ર મામલો...

Muslim Mahapanchayat Meeting
Muslim Mahapanchayat Meeting

નવી દિલ્હી : મિશન સેવ કોન્સ્ટિટ્યુશન સંસ્થાએ રામલીલા ગ્રાઉન્ડમાં 29 ઓક્ટોબરના રોજ ઓલ ઈન્ડિયા મુસ્લિમ મહાપંચાયત જાહેર સભા યોજવાની પરવાનગી માંગી હતી. દિલ્હી પોલીસે રામલીલા ગ્રાઉન્ડમાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ મહાપંચાયત જાહેર સભા કરવાની પરવાનગી નહોતી આપી. ત્યારે દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ સુબ્રમણ્યમ પ્રસાદે પણ દિલ્હી પોલીસના નિર્ણયને સમર્થન આપ્યું હતું. દિલ્હી હાઈકોર્ટે બુધવારે મિશન સેવ કોન્સ્ટિટ્યુશન સંસ્થાને જાહેર સભા યોજવાની પરવાનગી આપવાનો ઈન્કાર કર્યો હતો.

કોર્ટનું અવલોકન અને આદેશ : જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદે કહ્યું હતું કે, દિવાળી સુધી શ્રાદ્ધના અંતનો સમયગાળો હિંદુ સમુદાયના લોકો માટે ખૂબ જ શુભ છે અને સંસ્થાના પોસ્ટર દર્શાવે છે કે, આ કાર્યક્રમમાં સાંપ્રદાયિક અને ધાર્મિક પ્રભાવ હોઈ શકે છે. કોર્ટે કહ્યું હતું કે, સંસ્થાના પોસ્ટરોનો કાર્યકાળ દર્શાવે છે કે આ ઘટના સાંપ્રદાયિક વલણ ધરાવે છે અને જૂની દિલ્હી વિસ્તારમાં કોમી તણાવમાં વધારો કરી શકે છે જે જૂની દિલ્હી ભૂતકાળમાં પહેલાથી જ સાંપ્રદાયિક તણાવની સાક્ષી રહી છે. ત્યારે આ કાર્યક્રમ સાંપ્રદાયિક વલણ ધરાવે છે તે સંસ્થાના પોસ્ટરો પરથી લાગી રહ્યું છે. જે જૂની દિલ્હી વિસ્તારમાં સાંપ્રદાયિક તણાવ વધારી શકે છે.

  • #Breaking Delhi High Court refuses to direct the Delhi Police to grant permission for holding "All India Muslim Mahapanchayat" in Delhi's Ramlila Maidan.

    Court says the posters of the event have communal overtones and the event cannot be permitted at a time when various… pic.twitter.com/tyXSezSRdC

    — Bar & Bench (@barandbench) October 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મંજૂરી ન આપવાનું કારણ : કોર્ટે અવલોકન કર્યું કે, સંબંધિત વિસ્તારના SHO આશંકા અદાલત દ્વારા નજરઅંદાજ કરી શકાય નહીં. આ રીતે જ અવાજ ઉઠાવવાની સ્વતંત્રતા છે પરંતુ સાંપ્રદાયિક તણાવની શક્યતાને અવગણી શકાય નહીં. અરજીનો નિકાલ કરતી વખતે કોર્ટે જોકે કહ્યું હતું કે, તહેવારો પૂરા થયા પછી કાર્યક્રમ યોજવાની પરવાનગી માટેની અરજી પર ફરીથી વિચાર કરવા માટે વહીવટી તંત્ર પાસે રસ્તો છે. ન્યાયાધીશ પ્રસાદે જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા વક્તાઓની સૂચિ આપવામાં આવશે અને જાહેર સભાથી કોઈ સાંપ્રદાયિક તણાવ નહીં થાય તેવી બાંયધરી આપવામાં આવશે તો કાર્યક્રમની પરવાનગી માટેની નવી અરજીને વહીવટી તંત્ર દ્વારા પોતાના નિયમો અનુસાર ધ્યાન પર લેવામાં આવશે.

મિશન સેવ કોન્સ્ટિટ્યુશન : એડવોકેટ મેહમૂદ પ્રાચા દ્વારા મિશન સેવ કોન્સ્ટિટ્યુશન સંસ્થાની શરુઆત કરવામાં આવી હતી. જે જનતામાં ખાસ કરીને હતાશ વર્ગોમાં તેમના બંધારણીય અધિકારો વિશે જાગૃતિ લાવવા માટે કામ કરવાનો દાવો કરે છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ મહાપંચાયતની જાહેર સભા 29 ઓક્ટોબરના રોજ યોજાવાની હતી. આ સંસ્થાએ મુસ્લિમ અને અન્ય લઘુમતી સમુદાયો જેમ કે SC, ST, OBC સહિત તમામ નબળા વર્ગોને મજબૂત કરવા માટે જાહેર સભાથી શરૂ કરીને શ્રેણીબદ્ધ કાર્યક્રમ આયોજીત કરવાની માંગ કરી હતી.

શું હતો મામલો ? દિલ્હી પોલીસે જાહેર સભામાં અપીલ કરવાની રીતને બદલવાનું સૂચન કર્યું હતું. જોકે, આ સંસ્થાએ આ વાત સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જેના પર દિલ્હી પોલીસે જાહેર સભાની મંજૂરી આપી નહોતી. ત્યારબાદ આ સંસ્થાએ અગાઉ આપવામાં આવેલી મંજૂરીને રદ કરવાના દિલ્હી પોલીસના નિર્ણયને પડકાર્યો હતો. આ અરજીમાં ઉલ્લેખ હતો કે, મુસ્લિમ સમુદાય એ સમાજના અન્ય નબળા વર્ગો જેમ કે SC, ST, OBC અને અન્ય ધાર્મિક લઘુમતી જેવા નબળા વર્ગોમાંથી એક છે. જેને ભારતીય રાજનીતિના ધ્રુવીકરણના આધાર તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અરજદાર તરફથી R.H.A. સિકંદર, જતીન ભટ્ટ અને હર્ષિત ગહલોતે વકીલ અરજી કરી હતી.

  1. Panipat Most Expensive Divorce: પાણીપતમાં સૌથી મોંઘા છૂટાછેડા ! મામલો જાણીને તમે પણ ચોંકી જશો
  2. New Delhi News: ASIના મુખ્ય સ્મારકોમાં કેન્ટીન શરૂ કરાશે, લાલ કિલ્લાથી યોજનાની થશે શરુઆત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.