ETV Bharat / bharat

પેટાચૂંટણી પરિણામો: ત્રણ લોકસભા અને 29 વિધાનસભા બેઠકોની હાર- જીત પર એક નજર...

author img

By

Published : Nov 2, 2021, 10:03 PM IST

by poll result three loksabha seats and 29 assebly seats
by poll result three loksabha seats and 29 assebly seats

ત્રણ લોકસભા સીટો અને 29 વિધાનસભા સીટો પર પેટાચૂંટણીના પરિણામો આવી ગયા છે. હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ ભાજપે ગુમાવી છે. ત્યાં પાર્ટીને ત્રણ વિધાનસભા બેઠકો પર પણ હારનો સામનો કરવો પડ્યો છે. બંગાળમાં ભાજપ ચારેય બેઠકો પણ ખરાબ રીતે હારી ગયું છે. ભાજપને આસામ અને મધ્યપ્રદેશમાંથી સમર્થન મળ્યું છે. કર્ણાટકમાં પણ કોંગ્રેસે બેમાંથી એક બેઠક જીતી છે અને ભાજપે એક બેઠક જીતી છે. તેલંગાણાનું પરિણામ સૌથી ચોંકાવનારું હતું. સીએમ કેસીઆરનો પક્ષ છોડીને આવેલા અટલ રાજેન્દ્રએ શાસક પક્ષ TRSના ઉમેદવારને હરાવ્યા હતા.

  • પેટાચૂંટણીના પરિણામો ભાજપ માટે નિરાશાજનક રહ્યા
  • પેટાચૂંટણીના પરિણામોથી કોંગ્રેસ સહિતનાઓનું સારૂ પરિણામ
  • લોકસભાની ત્રણમાંથી બે બેઠકો પર ભાજપની હાર થઈ

હૈદરાબાદ : ત્રણ લોકસભા અને 29 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામોથી કોંગ્રેસ ચોક્કસપણે ખુશ થશે. 30 વિધાનસભામાંથી 13 NDA, 8 કોંગ્રેસ અને અન્ય ઉમેદવારોએ 8માં જીત મેળવી હતી. આ પરિણામો ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી માટે સારા નહિ કહેવાય. લોકસભાની ત્રણમાંથી બે બેઠકો પર ભાજપની હાર થઈ હતી. હિમાચલમાં લોકસભા સીટ (મંડી) કે ત્રણ વિધાનસભા સીટો પર પાર્ટીને સફળતા મળી નથી.

અપક્ષ ઉમેદવારને ભાજપ કરતા વધુ મત

રાજસ્થાનની વલ્લભનગર સીટ પર બીજેપી ચોથા ક્રમે આવી છે. અહીંથી એક અપક્ષ ઉમેદવારને પણ ભાજપ કરતા વધુ મત મળ્યા છે. કર્ણાટકમાં પણ ભાજપે હંગલ વિધાનસભા બેઠક ગુમાવી છે. અહીં ભાજપે સિંદગી સીટ જીતી છે. બંગાળની ચારેય બેઠકો TMCએ જીતી લીધી છે.

દાદરામાં શિવસેનાના ઉમેદવારનો વિજય

મધ્યપ્રદેશ અને આસામમાંથી ભાજપ માટે રાહતના સમાચાર આવ્યા છે. MPની ખંડવા લોકસભા સીટ ભાજપે જીતી લીધી છે. જોકે, હિમાચલની મંડી અને દાદરા નગર હવેલી બેઠકો હારી ગઈ હતી. દાદરામાં શિવસેનાના ઉમેદવારનો વિજય થયો છે. મેઘાલયમાં NPPએ બે સીટ જીતી હતી અને UDPએ એક સીટ જીતી હતી.

લોકસભા સીટ

સીટ જીતહાર
ખંડવા (મધ્ય પ્રદેશ) ભાજપકોંગ્રેસ
મંડી (હિમાચલ પ્રદેશ) કોંગ્રેસભાજપ
દાદરા અને નગર હવેલી શિવસેના

ભાજપ

વિધામસભા સીટ પર પેટા ચૂંટણી

આસામ વિધાનસભા ચૂંટણી

સીટ જીતહાર
ગોસાઈગાંવ યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલકોંગ્રેસ
ભવાનીપુર ભાજપકોંગ્રેસ
તામુલપુર યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલઅપક્ષ
મારિયાની ભાજપકોંગ્રેસ
થૌરા ભાજપઅપક્ષ

બિહાર વિધાનસભા ચૂંટણી

સીટ જીત હાર
કુશેશ્વરસ્થાન JDU RJD
તારાપુર JDU RJD

હરિયાણા વિધાનસભા પેટાચૂંટણી

સીટ જીતહાર
એલનાબાદ INLD ભાજપ

હિમાચલ પ્રદેશ વિધાનસભા પેટાચૂંટણી

સીટ જીતહાર
ફતેહપુર કોંગ્રેસ ભાજપ
અર્કી કોંગ્રેસ ભાજપ
જુબ્બલ કોટખાઈ કોંગ્રેસ ભાજપ

કર્ણાટક વિધાનસભા પેટાચૂંટણી

સીટ જીતહાર
સિંદગી ભાજપ કોંગ્રેસ
હંગલ કોંગ્રેસ ભાજપ

મધ્યપ્રદેશ વિધાનસભા પેટાચૂંટણી

સીટ જીતહાર
પૃથ્વીપુર ભાજપ કોંગ્રેસ
જોબત ભાજપ કોંગ્રેસ
રાયગાંવ કોંગ્રેસ ભાજપ

મહારાષ્ટ્ર વિધાનસભા પેટાચૂંટણી

સીટ જીતહાર
દેગલુર (SC) કોંગ્રેસ ભાજપ

મેઘાલય વિધાનસભા પેટાચૂંટણી

સીટ જીતહાર
માવફ્લાંગ યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી કોંગ્રેસ
રાજબાલા NPP કોંગ્રેસ
માવરેંગકેંગ NPP કોંગ્રેસ

મિઝોરમ વિધાનસભા પેટાચૂંટણી

સીટ જીતહાર
તુરીયલ મિઝો નેશનલ ફ્રન્ટજોરમ પીપલ્સ મૂવમેન્ટ

નાગાલેન્ડ વિધાનસભા પેટાચૂંટણી

સીટ જીત હાર
શામતોર-ચેસોરNDPP બિનહરીફ

રાજસ્થાન વિધાનસભા પેટાચૂંટણી

સીટ જીતહાર
ધારિયાવાડ કોંગ્રેસ અપક્ષ
વલ્લભનગર કોંગ્રેસ RLP

તેલંગાણા વિધાનસભા પેટાચૂંટણી

સીટ જીતહાર
હુઝુરાબાદ ભાજપ TRS

પશ્ચિમ બંગાળ વિધાનસભા પેટાચૂંટણી

સીટ જીતહાર
દિનહાટા તૃણમૂલ કોંગ્રેસ ભાજપ
શાંતિપુર તૃણમૂલ કોંગ્રેસ ભાજપ
ખરદાહ તૃણમૂલ કોંગ્રેસ ભાજપ
ગોસાબા તૃણમૂલ કોંગ્રેસ ભાજપ

આંધ્રપ્રદેશ વિધાનસભા પેટાચૂંટણી

સીટ જીતહાર
બેડવેલ (SC)YSR કોંગ્રેસBJP
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.