ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીરમાં આગ: શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં લાગી આગ, ત્રણ લોકોના થયા મૃત્યું

author img

By

Published : May 13, 2022, 5:43 PM IST

Updated : May 13, 2022, 6:02 PM IST

જમ્મુ કાશ્મીરમાં આગ
જમ્મુ કાશ્મીરમાં આગ

જમ્મુ-કાશ્મીરના વૈષ્ણોદેવીના શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં ભીષણ આગ(bus catches fire) લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી એવી છે કે, આ દુર્ઘટનામાં લગભગ ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાંથી ત્રણ લોકોના મોતની(least 3 killed) પુષ્ટિ થઈ છે.

જમ્મુ: ADGP જમ્મુ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કટરાથી જમ્મુ જઈ રહેલી લોકલ બસમાં કટરાથી લગભગ 1.5 કિમી દૂર ખરમાલ પાસે આગ લાગતા ત્રણ લોકોના મોત(least 3 killed) થયા છે. જ્યારે અન્ય 22 લોકો દાઝી ગયા હતા. પ્રાથમિક વિગતો અનુસાર બસના એન્જિન વિસ્તારમાંથી આગ ફાટી નીકળી(bus catches fire) હતી, જેણે થોડી જ વારમાં આખી બસને લપેટમાં લીધી હતી.

3 લોકોના થયા મૃત્યું - DGP જમ્મુએ કહ્યું કે કટરામાં માતા વૈષ્ણોદેવી મંદિરના બેઝ કેમ્પના માર્ગમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં આગ લાગી હતી. તે જ સમયે, કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે ટ્વીટ કર્યું કે કટરામાં બસ દુર્ઘટનાની માહિતી મળતાં તરત જ ડેપ્યુટી કમિશનર રિયાસી (જમ્મુ અને કાશ્મીર) બબીલા રખવાલ સાથે વાત કરી. જેમાં 2 લોકોના મોત થયાના અહેવાલ છે. ઘાયલોને નારાયણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને આર્થિક અને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવશે.

Last Updated :May 13, 2022, 6:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.