ETV Bharat / bharat

asian games 2023: એશિયન ગેમ્સમાં પહેલવાન બજરંગ પૂનિયાની હાર પર બૃજભૂષણ શરણ સિંહે સાધ્યું નિશાન, કહ્યું કંઈક આવું...

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 7, 2023, 8:06 PM IST

એશિયન ગેમ્સમાં પહેલવાન બજરંગ પુનિયાની કારમી હાર બાદ ભાજપના સાંસદ અને કુશ્તી મહાસંઘના ભૂતપૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આ વર્ગમાં ભારતને ગોલ્ડ મેડલ જીતવો જોઈતો હતો. વધુમાં તેમણે બજરંગ પુનિયા પર આડકતરી રીતે ઘણી ટકોર કરી છે.

WRESTLER BAJRANG PUNIA
WRESTLER BAJRANG PUNIA

નવી દિલ્હી: એક તરફ એશિયન ગેમ્સમાં જ્યાં ભારતના મેડલ્સની સંખ્યા 100ને પાર પહોંચી ગઈ છે, ત્યાં ભારતીય પહેલવાન બજરંગ પૂનિયાનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. પુનિયાને ઈરાનના ખેલાડી રહેમાન સામે 8-1થી હાર સ્વીકારવી પડી. ત્યાર બાદ તેને સોશિયલ મીડિયા પર ખુબ ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. ભારતીય કુશ્તી મહાસંઘના ભૂતપૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ સિંહ વિરૂદ્ધ ધરણા પ્રદર્શન કરનારા બજરંગ પૂનિયાને વગર ટ્રાયલે એશિયન ગેમ્સમાં એન્ટ્રી મળી હતી, હવે તેની હાર પર ભાજપ સાંસદ બૃજભૂષણ શરણ સિંહનું નિવેદન સામે આવ્યું છે.

શું કહ્યું બૃજભૂષણ શરણ સિંહે: મહત્વપૂર્ણ છે કે, રાઉજ એવેન્યૂ કોર્ટમાં રજૂ થતી સમયે બૃજભૂષણ શરણ સિંહે કહ્યું હતું કે, બજરંગ પુનિયાને મેડલ કેમ નહીં મળ્યો, તેના પર જ્યારે દુનિયા બોલી રહી છે, તો હું શું બોલું. 65 કિલો વજન વર્ગમાં તો ગોલ્ડ મેડલ મળવો જ જોઈતો હતો. કારણ કે, ભારત સરકાર અને રાજ્ય સરકાર કુશ્તીને ખુબ પ્રમોટ કરી રહી છે. દરેક પહેલવાન પર ખુબ પૈસા ખર્ચ કરવામાં આવી રહ્યાં છે. આ વર્ગમાં એક પણ મેડલ ન આવવો ખુબ દુ:ખની વાત છે.

બૃજભૂષણ શરણ સિંહ સામે આરોપ: બૃજભૂષણ શરણ સિંહે વધુમાં કહ્યું કે, કુશ્તીમાં એક ખેલાડી વધારે દિવસો સુધી નથી રમી શકતો. પહેલાં એવું થતું હતું, પરંતુ આજે કુશ્તીની લોકપ્રિયતાના પગલે કુશ્તીની દરેક કેટેગરીમાં બે-ત્રણ સ્ટાર પહેલવાન છે. આવા પહેલવાનોને સરકારની સહાય ઉપરાંત સન્માન પણ મળે છે. સાથે જ આ ખેલ પર કોઈ દેશ એટલો ખર્ચ નથી કરતો. ઉલ્લેખનીય છે કે, બૃજભૂષણ શરણ સિંહ પર સગીર મહિલા પહેલવાનોએ શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો, ત્યાર બાદ ભારતીય કુશ્તી મહાસંઘનું વિસર્જન કરી દેવામાં આવ્યું અને હાલ આ મામલો કોર્ટમાં વિચારાધીન છે.

આ પણ વાંચો

  1. Asian Games 2023: એશિયન ગેમ્સ 2023માં ટીમ ઈન્ડિયાએ ક્રિકેટમાં ગોલ્ડ જીત્યો
  2. Asian Games 2023: એશિયન ગેમ્સમાં ભારતની મેડલમાં સદી, 72 વર્ષનો રેકૉર્ડ તોડી રચ્યો ઈતિહાસ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.