ETV Bharat / bharat

બોટ પલટી મારી જતા 4 લોકોએ ગૂમાવ્યો જીવ

author img

By

Published : Aug 12, 2022, 4:30 PM IST

બાંદા જિલ્લામાં યમુના નદીમાં બોટ પલટી જવાથી અત્યાર સુધીમાં 4 લોકોના મૃત્યુ થયા 4 die due to drowning છે. દુર્ઘટના સમયે બોટમાં 40 લોકો સવાર હતા. હોડીમાં સવાર તમામ લોકો યમુના નદી થઈને કૌહાન અને યશોતર જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક બોટ જોરદાર પ્રવાહના વમળમાં ફસાઈ ગઈ અને ડૂબી ગઈ હતી. માહિતી મળતાં પોલીસ પણ ઘટના સ્થળે પોહીંચી ગઇ હતી. જ્યાં રાતભર બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

બોટ પલટી મારી જતા 4 લોકોએ ગૂમાવ્યો જીવ
બોટ પલટી મારી જતા 4 લોકોએ ગૂમાવ્યો જીવ

ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં યમુના નદીમાં એક બોટ ડૂબવાની ઘટના સામે આવી રહી 4 die due to drowning છે. અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય પણ કરવામાં આવી છે. દુર્ઘટના સમયે બોટમાં 40 લોકો સવાર હતા. હોડીમાં સવાર તમામ લોકો યમુના નદી થઈને કૌહાન અને યશોતર જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક બોટ જોરદાર કરંટના વમળમાં ફસાઈ ગઈ અને ડૂબી ગઈ, ઘટના માર્કા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. માહિતી મળતાં પોલીસ પહોંચી અને સ્થાનિક ડાઇવર્સ બચાવ કાર્યમાં લાગેલા છે. જ્યાં રાતભર બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાત્રિના અંધારામાં ડીએમ, એસપીના નેતૃત્વમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

4 લોકોના થયા મૃત્યું માર્કા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જના જણાવ્યા અનુસાર નદીમાંથી 4 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. દુર્ઘટના બાદ 15 લોકોને નદીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 17 લોકો હજુ પણ લાપતા છે. ફતેહપુર જિલ્લાના અસોથાર વિસ્તારના લક્ષ્મણ પુરવા ગામનો રહેવાસી મૃતક રક્ષાબંધનના તહેવાર પર બાંદા આવી રહ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.