ETV Bharat / bharat

Meri Mitti Mera Desh Campaign: ગુજરાતના 182 વિધાનસભા વિસ્તારો માંથી કુંભમાં માટી ઈલેક્ટ્રિક વાહનમાં દિલ્હી પહોચાડીશુંઃ પાટીલ

author img

By

Published : Aug 17, 2023, 5:19 PM IST

સી આર પાટીલે સંબોધી પ્રેસકોન્ફરન્સ
સી આર પાટીલે સંબોધી પ્રેસકોન્ફરન્સ

સંસદમાં થયેલ કામગીરી તથા "મેરી મિટ્ટી મેરા દેશ" સંદર્ભે માહિતી આપવા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા કેન્દ્રીય રેલવે તથા કાપડ રાજ્યપ્રધાન એવાં સુરતના સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ ઉપસ્થિત રહી પત્રકાર પરિષદને સંબોધી હતી. ગુજરાતના 182 વિધાનસભા વિસ્તારોમાંથી કુંભમાં માટી ઈલેક્ટ્રિક વાહનમાં દિલ્હી પહોચાડીશુંઃ

મેરી મીટ્ટી મેરા દેશ અભિયાન સફળ બનાવીશું

સુરત: સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મેરી મીટ્ટી મેરા દેશ અભિયાન ચાલી રહ્યું છે. જેમાં તમામ રાજ્યમાંથી માટી દિલ્હી ખાતે લઈ જવામાં આવનાર છે. મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન અંતર્ગત 182 વિધાનસભામાંથી માટી એકત્ર કરવામાં આવનાર છે. અહીં સૌથી મહત્વની વાત એ છે કે આ માટી દિલ્હી સુધી પહોંચવા માટે ઈલેક્ટ્રીક વાહનનો ઉપયોગ કરવામાં આવશે.

પ્રેસ કોન્ફરન્સ યોજાઈઃ આજે સંસદનું સત્ર પૂરું થતાં સંસદમાં થયેલ કામગીરી તથા "મેરી મીટ્ટી મેરા દેશ" સંદર્ભે માહિતી આપવા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા કેન્દ્રીય રેલવે તથા કાપડ રાજ્યપ્રધાન એવાં સુરતના સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ ઉપસ્થિત રહી પત્રકાર પરિષદને સંબોધી હતી.

હર ઘર તિરંગા સફળ રહ્યુંઃ સંસદમાં થયેલી કાર્યવાહીની માહિતી દર્શનાબેને રજૂ કરી. મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થયા છે. 9 વર્ષમાં મોદી સરકારની સંસદમાં થયેલી કાર્યવાહીની માહિતી આપી હતી. મહિલાઓ માટે ગેસ કનેક્શન, વન્દે ભારત ટ્રેન, રેલવે સ્ટેશનનું નવિનીકરણના કાર્યો, આરોગ્ય ક્ષેત્રે થયેલી કામગીરીનો ફાયદો નાગરિકોને થઈ રહ્યો છે. આ વખતે તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા માટે વડાપ્રધાન મોદીએ આહવાન કર્યું છે. કાયદામાં સુધારો કરી રાષ્ટ્ર ધ્વજ ઘરે લહેરાવી શકાય તેવું આયોજન કરાયું હતું. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ તિરંગા યાત્રા લોકોએ કાઢી હતી. સાથે જ ધ્વજને પોતાના ઘરે લહેરાવ્યો હતો.

ગુજરાતના 182 વિધાનસભા વિસ્તારમાંથી એક એક કુંભ માટી ભરીને દિલ્હી લઈ જવાશે. આ માટે ખાસ ઈલેક્ટ્રીક વાહનોમાં દિલ્હી મોકલવામાં આવશે...સી. આર. પાટીલ (અધ્યક્ષ, ગુજરાત પ્રદેશ ભાજપ)

મેરી મીટ્ટી મેરા દેશ સંદર્ભે કામગીરીઃ વડાપ્રધાન મોદી દ્વારા આ વર્ષે મેરી મીટ્ટી મેરા દેશ અભિયાન અંતર્ગત વિવિધ જગ્યાઓ થી માટી લઈને દિલ્હી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના 182 વિધાનસભા વિસ્તારમાંથી એક એક કુંભ માટી ભરીને દિલ્હી લઈ જવાશે. આ માટે ખાસ ઈલેક્ટ્રીક વાહનોમાં દિલ્હી મોકલવામાં આવશે. ઉપરાંત ચોખાના બે દાણા લઈ દિલ્હી જવાનું પણ આયોજન કરાઈ રહ્યું છે. 31 ઓક્ટોબર સુધી અમૃતવન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

  1. Faisal Patel Met C R Patil : અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની સી આર પાટીલ સાથે મુલાકાત, ગુજરાત કોંગ્રેસ ઉપરતળે થઇ?
  2. Gandhinagar News : વડોદરા જિલ્લાના સહકારી આગેવાનોએ ભાજપ સાથે 'હાથ' મિલાવી લીધો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.