ETV Bharat / bharat

Ram Mandir: રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં આડવાણી આવશે, VHPએ કર્યો દાવો

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 11, 2024, 8:27 AM IST

વિશ્વ હિન્દૂ પરિષદ (VHP)ના નેતા આલોક કુમારે દાવો કર્યો છે કે ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ આડવાણી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં યોજનારા રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેશે.

Etv Bharat
Etv Bharat

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા પૂર્વ નાયબ વડાપ્રધા લાલ કૃષ્ણ આડવાણી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સહભાગી થશે. આ અંગેની ખાતરી વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમાર દ્વારા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે લાલ કૃષ્ણ અડવાણી 22 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે અને આ ભવ્ય સમારંભનો ભાગ બનશે.

  • #WATCH | International Working President, Vishva Hindu Parishad Alok Kumar says, "BJP veteran LK Advani will attend Ram Temple Pran Pratistha ceremony on 22nd January in Ayodhya..." pic.twitter.com/NXEM27SGxc

    — ANI (@ANI) January 10, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આડવાણીને આમંત્રણઃ આપને જણાવી દઈએ કે, રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના નેતા કૃષ્ણ ગોપાલ, રામ લાલ અને આલોક કુમારે આડવાણીના ઘરે જઈને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું. આડવાણી માટે અયોધ્યામાં તમામ જરૂરી ઉપચાર સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કિસ્સામાં ભાજપના વરિષ્ઠ નેતા આડણીએ જણાવ્યું હતું કે, આ મારૂં સૌથી મોટું સૌભાગ્ય છે કે મને આવા રાષ્ટ્રીય ઉત્સવમાં સહભાગી થવાની તક મળી. 22 જાન્યુઆરી અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. આ પ્રંસગે પીએમ મોદી સહિત સાધુ, સંતો, મહંતો, રાજકીય-સામાજીક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાના છે. અને 16 જાન્યુઆરીથી અયોધ્યામાં તમામ અનુષ્ઠાન કાર્યક્રમની શરૂઆત થશે.

અંતિમ તૈયારીઓમાં લાગ્યું વહીવટઃ 22 જાન્યુઆરીએ આ ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે અત્યાર સુધીમાં લગભગ 6 હજારથી વધુ લોકો આમંત્રણ પાઠવવામાં આવી ચક્યું છે. બધાં નામોની યાદી તૈયાર કરાઈ રહી છે. સૂત્રો પાસેથી જાણ મળ્યું છે કે લગભગ 150 થી વધુ સમુદાયો સંબંધિત લોકો આ મહાઉત્સવનો ભાગ બનશે. સુરક્ષા-વ્યવસ્થાની દ્રષ્ટીએ પણ ખુબ જ લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જોકે, કોંગ્રેસે આ મહોત્સવમાં આવવાનો ઈન્કાર કર્યો છે. કોંગ્રેસે બુધવારે આ કાર્યક્રમમાં ભાગ ન લેવાનું જણાવ્યું છે. પાર્ટીના નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરી આ કાર્યક્રમમાં સામેલ નહીં થાય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ આ કાર્યક્રમને રાજકીય રૂપ આપી રહ્યું છે અને આ અડધા બનેલા મંદિરનો ઉદ્ધાટન કરીને ભાજપ ચૂંટણીનો લાભ ખાટવાનો પ્રયાસ કરી રહી છે. તો બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને સીપીઆઈ (એમ)ના નેતા સીતારામ યેચુરી પણ આ કાર્યક્રમમાં સામેલ નહીં થાય.

  1. Congress : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવાનો ઇનકાર કરતી કોંગ્રેસ, કહ્યું...
  2. Ram Mandir : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું એફિલ ટાવર, ટાઇમ્સ સ્ક્વેર સહિત 160 દેશમાં લાઇવ દર્શન થશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.