ETV Bharat / bharat

MITCHELL MARSH : ઓસ્ટ્રેલિયાને લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી વર્લ્ડ કપમાંથી થયો બહાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 2, 2023, 12:25 PM IST

શનિવારે ઈંગ્લેન્ડ સામે રમાનાર મહત્વની મેચ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાના રાઈટ હેન્ડ ઓપનિંગ બેટ્સમેન મિશેલ માર્શ અંગત કારણોસર ઓસ્ટ્રેલિયા પરત ફરતા અનિશ્ચિત સમય માટે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે.

Etv Bharat
Etv Bharat

હૈદરાબાદ : ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જાહેરાત કરી છે કે ઓલરાઉન્ડર મિશેલ માર્શ અંગત કારણોસર પર્થ ગયો છે અને ચાલી રહેલા ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માંથી અનિશ્ચિત સમય માટે બહાર રહેશે. એક્સ પર પોસ્ટ કરેલા નિવેદનમાં તે અનિશ્ચિત સમય માટે વર્લ્ડ કપમાંથી બહાર છે. જોકે, ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડએ તેના અંગત કારણો અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ ઈજાને કારણે શનિવારની ઈંગ્લેન્ડ સાથેની મેચમાંથી બહાર થઈ ગયો હતો, હવે ઓસ્ટ્રેલિયાની ટીમ અણધાર્યા સંજોગોમાં મિશેલ માર્શને પણ ગુમાવ્યા બાદ સંઘર્ષ કરતી જોવા મળશે.

ટીમ મોટો ફટ્કો લાગ્યો : મિશેલ માર્શ કેટલો સમય મેચ નહિ રમે અને ટીમમાં બદલાવનાર ખેલાડીની જરૂર પડશે કે કેમ તે સ્પષ્ટ નથી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક નિવેદનમાં કહ્યું કે, 'તેની ટીમમાં વાપસીની સમયમર્યાદાની પુષ્ટિ કરવામાં આવશે.' પાંચ વખતના વર્લ્ડ કપના વિજેતાઓ, જેઓ હાલમાં પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે, તેઓ હવે ઈંગ્લેન્ડ સામે ટકરાશે, જેઓ પહેલાથી જ ટુર્નામેન્ટમાંથી બહાર છે, શનિવારે, 4 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

  • JUST IN:
    Mitch Marsh has returned home for "personal reasons" and is out of the World Cup indefinitely #CWC23

    — cricket.com.au (@cricketcomau) November 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

શરૂઆતી હાર બાદ સારૂ કમબેક : પેટ કમિન્સની આગેવાની હેઠળની ટીમે તેમના ICC ક્રિકેટ વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત નિરાશાજનક કરી હતી, જેમાં તેમની પ્રથમ બે મેચ અનુક્રમે ભારત અને દક્ષિણ આફ્રિકા સામે હારી હતી. શ્રીલંકા પાકિસ્તાન, નેધરલેન્ડ અને ન્યુઝીલેન્ડ સામે સતત ચાર મેચ જીતીને ફોર્મમાં પરત ફરી છે. ઈંગ્લેન્ડ સામેની મેચ બાદ ઓસ્ટ્રેલિયાને મુંબઈ અને પૂણેમાં અનુક્રમે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનો સામનો કરવો પડશે અને તે છેલ્લા ચાર તબક્કામાં જગ્યા બનાવી શકે છે.

ઓસ્ટ્રેલિયન ટીમઃ પેટ કમિન્સ (કેપ્ટન), સીન એબોટ, એલેક્સ કેરી, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવૂડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, ડેવિડ વોર્નર અને એડમ ઝમ્પા.

  1. Rohit Sharma : શું 'હિટમેન' આજે શ્રીલંકા સામે પોતાના 'હોમ ગ્રાઉન્ડ' પરની મેચને ખાસ બનાવી શકશે?
  2. WORLD CUP 2023 IND VS SL MATCH : શ્રીલંકાને હરાવવાના ઈરાદા સાથે વાનખેડેમાં ઉતરશે ટીમ ઈન્ડિયા, જાણો શું છે બંને ટીમોની તાકાત અને કમજોરી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.