ETV Bharat / bharat

ગોરખપુર મંદિરમાં દશેરા મહોત્સવની ઉજવણીમાં યોગી આદિત્યનાથ ભાગ લેશે

author img

By

Published : Oct 7, 2020, 2:02 PM IST

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ 17થી 25 ઓક્ટોબર સુધી ગોરખનાથ મંદિરમાં પરંપરા અનુસાર દશેરા દરમિયાન યોજાનારા વિજયા દશમીના તમામ મહત્ત્વપૂર્ણ અનુષ્ઠાનોમાં ભાગ લેશે. મંદિર કાર્યાલયના સચિવ દ્વારકા તિવારીએ કહ્યું, 25 ઓક્ટોબરે યોગી આદિત્યનાથ કન્યા ભોજન અને તિલકોત્સવ જેવા કાર્યક્રમો બાદ મંદિરમાં પ્રાર્થના કરશે.

ગોરખપુર મંદિરમાં દશેરા મહોત્સવની ઉજવણીમાં યોગી આદિત્યનાથ ભાગ લેશે
ગોરખપુર મંદિરમાં દશેરા મહોત્સવની ઉજવણીમાં યોગી આદિત્યનાથ ભાગ લેશે

ગોરખપુરઃ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ 17થી 25 ઓક્ટોબર સુધી ગોરખનાથ મંદિરમાં પરંપરા અનુસાર દશેરા દરમિયાન યોજાનારા વિજયા દશમીના તમામ મહત્ત્વપૂર્ણ અનુષ્ઠાનોમાં ભાગ લેશે. મંદિર કાર્યાલયના સચિવ દ્વારકા તિવારીએ કહ્યું, 25 ઓક્ટોબરે યોગી આદિત્યનાથ કન્યા ભોજન અને તિલકોત્સવ જેવા કાર્યક્રમો બાદ મંદિરમાં પ્રાર્થના કરશે.

તિવારીએ કહ્યું, આા પછી તેઓ એક રથમાં વિજયાદશમીની શોભાયાત્રામાં પણ ભાગ લેશે ત્યારબાદ તેઓ માન સરોવર મંદિરમાં પૂજા-અર્ચના કરવા જશે. આ પછી રામલીલા મેદાનમાં ભગવાન રામ, દેવી સીતા અને લક્ષ્મણજીનું પણ પૂજન કરશે. તેમણે વધુમાં કહ્યું, હું શ્રદ્ધાળુઓને અપીલ કરું છું કે, કોવિડ મહામારીને ધ્યાનમાં રાખીને સમારોહ દરમિયાન તમામ પ્રકારની સાવધાની રાખવામાં આવે. ભક્તો માટે તમામ કાર્યક્રમો ઓનલાઈન પ્રસારિત કરવામાં આવશે.

આ સાથે જ આ વાતની જાણકારી પણ આપી હતી કે કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોવિડને લઈને જે કડકાઈ રાખવામાં આવશે તેનું પાલન કરવામાં આવશે. મીડિયા પ્રભારી વિનય ગૌતમે કહ્યું, મર્યાદિત સંખ્યામાં જ લોકોને કાર્યક્રમમાં ભાગ લેવાની અનુમતિ આપવામાં આવશે. જોકે ભક્તો માટે કાર્યક્રમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.